SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૬૩ ચિંતનમાં મગ્ન એવા તેનો કાળ પસાર થાય છે અને સૂરિ પણ ગીતાર્થ, સ્થિરવ્રતી, પ્રસિદ્ધ જાતિ, કુળ અને શીલવાળા થોડા સાધુઓને પોતાની સહાયમાં સાથે રાખી રાજભવનમાં આવે છે. તે હંમેશા જ રાજભવનમાં જવા તત્પર છે એવો પોતાને (પોતાના ભાવને) આદરથી બતાવે છે પરંતુ આ નવ દીક્ષિત થયેલો છે એમ વિચારીને સૂરિ તેને રાજભવનમાં લઈ જતા નથી. અન્ય દિવસે મુનિયો ગ્લાન-પ્રાણૂકના કાર્યમાં અત્યંત વ્યાકુળ થયા અને વિનયરત જવા તૈયાર થયો. ગુરુએ પણ આ ઘણા દિવસોથી દીક્ષિત બનેલો ઉચિત છે એમ માની પોતાની સહાયમાં સાથે લીધો. સંધ્યા સમયે રાજકુળની અંદરની પૌષધશાળામાં પહોંચ્યા. કર્મરૂપી રોગથી પીડાયેલા રાજાએ ઔષધની જેમ પૌષધ લીધો. રાજાએ તત્કાળ ઉચિત વંદનાદિ વ્યવહાર કર્યો. ધ્યાન, સ્વાધ્યાય આદિ કૃત્યો કરીને ક્ષીણદેહવાળા સૂરિ અને રાજા સૂઈ ગયા પછી તે પાપી ઊઠ્યો અને રજોહરણાદિ ઉપધિમાં પૂર્વે ગુપ્ત છરી રાખેલી હતી તેને કાઢી. રાજાના ગળા ઉપર ફેરવી અને ભયભીત થયેલો ભાગ્યો. લોહીથી ખરડાયેલી તે છૂરી બીજી બાજુથી નીકળે છે. છૂરીની તીણધારથી રાજાનું ગળું ક્ષણથી કપાઈ ગયું. પુષ્ટ શરીર હોવાને કારણે રાજાના લોહીની વિકટ છોળોથી સૂરિ લોહીથી ભીંજાઈ ગયા અને એકાએક નિદ્રાનો ક્ષય થયો, અર્થાત્ જાગી ગયા. તે સર્વ અણઘટતું જોઈને સૂરિએ વિચાર્યું કે ખરેખર તે કુશીલનું જ આ કાર્ય છે નહીંતર તે - અહીં કેમ ન દેખાય ? કલ્યાણના સમૂહનું એક મૂળ એવી કરવા ધારેલી (પ્રસ્તુત) જિનમતની પ્રભાવના ક્યાં અને દૂર ન કરી શકાય તેવું જૈન શાસનનું માલિન્ય ક્યાં? કહ્યું છે કે દુર્જય મન વડે હર્ષપૂર્વક કાર્યનો આરંભ અન્યથા વિચારાય છે અને વિધિના વશથી અન્યથા પરિણમે છે. તેથી અહીં શું કરવું ઉચિત છે ? ખરેખર દુઃખેથી દૂર કરી શકાય એવું આ ધર્મકલંક મારા પ્રાણત્યાગ સાથે દૂર થશે. તત્કાલ ઉચિત કાર્યો ધીરચિત્તથી કરીને તેમણે કંકલોહની છૂરી પોતાના કંઠ ઉપર ચલાવી. જેટલામાં સવારે શવ્યાપાલકલોક પૌષધશાળાને જુએ છે તેટલામાં રાજા અને સૂરિ બંનેને મરણ પામેલા જોયા. પછી આ અમારો પ્રમાદ છે એમ શવ્યાપાલક વર્ગ ક્ષોભ પામ્યો અને કેટલામાં મુંગો થઈ રહે છે તેટલામાં તે નગરમાં એકા-એક આ કુશિષ્યનું કૃત્ય છે એવો જનપ્રવાદ થયો. ખરેખર આ અભવ્ય છે અને કપટથી વ્રત લીધું છે. તે બંને (રાજા અને સૂરિ) દેવલોકમાં ગયા. (૩૯) અને આ બાજુ મૂર્ખનંદ નામનો નાપિત (હજામ) હજામની દુકાને ગયો. પ્રયોજન વશ બહાર આવીને તે ઉપાધ્યાયને જણાવે છે કે રાત્રિના વિરામ સમયે મેં આજે સ્વપ્ન જોયું. જેમકેઆંતરડાઓથી આ નગર ચારે બાજુથી ઘેરાયું છે. આ સ્વપ્નનું ફળ કહો. સ્વપ્ન ફળ જાણનારો તે તેને ઘર લઈ જાય છે અને સ્નાન કરેલા તેને પોતાની પુત્રી પરમ વિનયથી આપી. ઊગતા સૂર્યની જેમ તે એકાએક દીપવા લાગ્યો. શિબિકામાં આરૂઢ થયેલો જેટલામાં નગરમાં ફરે છે તેટલામાં અંતઃપુરીની શય્યાપાલિકાઓએ રાજાને મરેલો જોયો. તેઓએ એકાએક પોકાર કર્યો. રાજ્યની ચિંતા કરનાર પુરોહિત લોક ઘોડાને અધિવાસ કરી નગરમાં લઈ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy