________________
૧૬૦
ઉપદેશપદ : ભાગ-૧
હવે વૈનયિકી બુદ્ધિના ઉદાહરણો કહેવાય છે.
ગાથાર્થ વૈનયિકી આદિ નિમિત્ત, સિદ્ધપુત્ર, હાથીના પગ, વિશેષ, ગુર્વીણી, જમણે પુત્ર, સ્થવિરા તેનો પુત્ર અને જ્ઞાનાદિ. (૧૦૭)
વૈનયિકી બુદ્ધિમાં ‘નિમિત્ત’ એ દ્વાર પરામર્શ છે. કોઇ એક સિદ્ધપુત્રની પાસે બે પુત્રો હતા. ‘પુત્રો અને શિષ્યો સમાન અધિકારી છે' એ વચનથી બે શિષ્યો હતા એમ તેનો કહેવાનો ભાવ છે. બંને નિમિત્તશાસ્ત્ર ભણ્યા. કોઇક વખત ઘાસ-લાકડાદિ લેવા અટવીમાં ગયા. તેઓએ ત્યાં
(જંગલમાં) હાથીના પગલાં જોયા. એકે તેના ભેદનું વર્ણન કર્યું. જેમકે– આ પગલાં હાથણીના જ છે. આ પગલાં હાથણીના જ છે એમ તું કેવી રીતે જાણે છે ? મૂત્રની ત્યાગપદ્ધતિ વિશેષથી તે જણાય છે. અને એક બાજુના ઘાસને ખાવાથી તે એક આંખે કાણી છે. તથા ત્યાં મૂત્રની ધારા વિશેષથી જ જણાય છે તે એકલી છે અને સ્ત્રી-પુરુષ તેના ઉપર બેઠેલા છે. જે સ્ત્રી છે તે પરિપૂર્ણ ગર્ભવતી છે, કેમકે ભૂમિ ઉપર હાથના ટેકાથી ઉભી થઇ છે. તેનો જમણો પગ ભારે પડેલો છે તેનાથી જણાય છે કે તેને પુત્ર થશે. જમણી બાજુની કુક્ષિમાં રહેલો પુરુષ હોય છે. તથા માર્ગના કાંઠે રહેલા વૃક્ષમાં લાલ દશીઓ લાગેલી દેખાય છે તે સૂચવે છે કે આને પુત્ર થશે, કારણ કે માર્ગમાં જવા પ્રવૃત્ત થયેલી ગર્ભવતી સ્ત્રી સંબંધી માર્ગના વૃક્ષોમાં ભરાઈ ગયેલી લાલદશીઓ નિમિત્તશાસ્ત્રોમાં પુત્રના જન્મને સૂચવનારી કહેવાઇ છે.
તથા તે જ બે સિદ્ધપુત્રો નદીના કાંઠે જેટલામાં પાણી પીને ઊભા રહ્યા, તેટલામાં પાણીથી ભરેલો ઘડો છે જેના હાથમાં, આ નૈમિત્તિકના પુત્રો છે એવા સ્વરૂપનું જેને જ્ઞાન થયું છે, લાંબા સમયથી પરદેશ ગયો છે પ્રિય પુત્ર જેનો એવી એક સ્થવિરાએ તે બંનેને પુત્રના આગમન વિષે પુછ્યું: “મારો પુત્ર ઘરે ક્યારે આવશે ? તે ક્ષણે પૂછવામાં વ્યગ્ન હોવાથી સ્થવિરાના હાથમાંથી ઘડો છટકીને ભૂમિ પર પડીને ફુટી ગયો. એકે કહ્યું: માટીમાંથી ઉત્પન્ન થયેલો માટીમાં વિલિન થયો અને પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલો જીવ પંચમહાભૂતમાં વિલીન થયો.’ ઇત્યાદિ શ્લોકને કહી કહ્યું કે— તારો પુત્ર મરી ગયો. નહીંતર કેવી રીતે આ ઘડો એકાએક ભાંગી જાય? બીજાએ કહ્યું: હે વૃદ્ધે ! તું ઘરે જા. હમણાં જ તારો પુત્ર ઘેર આવી ગયો છે. તે ઘરે ગઇ. પુત્રને જોઇ મનમાં હર્ષ પામેલી વૃદ્ધા બે વસ્ત્ર અને રૂપીયાને લઇને ગૌરવ પૂર્વક બીજા સિદ્ધપુત્રનો સત્કાર કર્યો અને પ્રથમનો ફળકથનમાં ખોટો પડવાથી વિલખો થયેલો ગુરુની પાસે આવીને કહે છે- જેમ કે “હું ભક્તિવાળો હોવા છતાં પણ પહેલા શિષ્યની જેમ મને નિમિત્તશાસ્ત્રનો સદ્ભાવ કેમ કહેતા નથી? ગુરુએ બંનેને પુછ્યું. બંનેએ સર્વ યથાર્થવૃત્તાંત જણાવ્યો.’” ગુરુએ કહ્યુંઃ તેં તેને મરણ થયું છે એમ કેમ કહ્યું ? તેણે કહ્યુંઃ ઘટના ભાંગી જવાના જ્ઞાનથી. બીજાએ કહ્યું: ‘તપ્નાયેળ ય તાયં તનિષે ય