________________
૧૫૨
ઉપદેશપદ : ભાગ-૧ नित्यमसौ भक्तं मुञ्चति । द्वौ च वानरौ तन्मस्तकोपरि भक्तं ग्राहयति । तदभ्यासौ च तौ संजातौ ।अन्यदा च तथाविधोत्सवप्रवृत्तौ निमन्त्रणा भोजननिमित्तं वञ्चकवयस्यचेडकयोः कृता ।गोपितौ च तौ तेन ।न समर्पयति च पितुः । उत्तरंच कुरुते-'किं मन्दभाग्या वयं कुर्मः, येन पश्यत एव मे त्वत्सुतौ वानरौ जातौ' ।अश्रद्दधानश्च तद्गृहमागतः उपवेशितो लेप्यस्थाने अग्रत एव प्रसारिततत्प्रतिबिम्बेन तेन । मुक्तौ च वानरौ किलकिलारावं कुर्वाणारूढौ तच्छिरसि । भणितश्च स तेन, यथाऽपुण्यैर्निधिः परावृत्तः, तथैतावपि त्वत्पुत्राविति । ज्ञातं च तेन 'शठं प्रति शठं (शाठ्यं ) कुर्यात्' इति वचनमनुष्ठितमेतेन । तदनु दत्तो निधिभागः । प्रतिसमर्पितावितरेणापि पुत्राविति ॥१०१॥
ગાથાર્થ– દાસ, નિધાનનો લાભ, ભદ્ર દિવસ નક્કી કર્યો. અંગારાનું ગ્રહણ, અપુણ્યવાન, બીજાને લેપ્યનું બનાવવું, વાનરનું નિમંત્રણદાસનું પુણ્ય.
ચેટક’ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. ક્યાંક કોઈક પ્રેમપરાયણ બે મિત્રો વસતા હતા. તે બેને ક્યારેક કોઈક શૂન્યારાદિમાં હિરણ્યથી પૂર્ણ નિધાનનો લાભ થયો. તે બંનેએ કોઈ સારા દિવસે તેને ગ્રહણ કરવાનું નક્કી કર્યું. ત્યારપછીનો બીજો દિવસ સારો આવતો હતો એટલે બંને ઘરે ગયા. પછી બેમાંથી એક બદ ઈરાદાથી તે જ રાત્રે નિધાનની જગ્યાએ કોલસાને મૂકીને નિધાન હરી ગયો. અને પ્રભાતે જેટલામાં બંને લેવા આવે છે, તેટલામાં કોલસાને જોયા. અહીં એકાએક અન્યથા શું થયું ? જેટલામાં પરસ્પર આ પ્રમાણે બોલે છે તેટલામાં નિધિને તફડાવનારે કહ્યું: અહો ! આપણા બેનો કેવો પાપનો ઉદય છે ! અહીંયા જ એક રાત્રિમાં નિધિ અંગારા રૂપે પરિણામ પામ્યો. પછી બીજાએ જાણ્યું કે ખરેખર આ માયાવીનું પરાક્રમ છે.
પછી તેણે પોતાના ઘરમાં વંચકમિત્રની પ્રતિકૃતિ બનાવરાવી અને તેના મસ્તક ઉપર હંમેશા ભોજન મૂકે છે. બે વાંદરાઓ તેના મસ્તક ઉપરથી દરરોજ ભોજન ગ્રહણ કરે છે (ખાય છે). તે બે વાંદરા તેવા પ્રકારના ભોજનના અભ્યાસી થયા. અને કોઈક વખતે પર્વ દિવસે તેવા પ્રકારનો ઉત્સવ પ્રવૃત્ત થયે છતે વંચકમિત્રના બે બાળકોને ભોજનનું નિમંત્રણ કર્યું. તેણે તે બે બાળકોને છુપાવી દીધા અને તેના પિતાને ન સોંપ્યા અને બાનું કાઢે છે કેઅમે મંદભાગી શું કરીએ, કેમકે મારા દેખતા જ તારા બે પુત્રો વાંદરા થયા છે. શ્રદ્ધા નહીં કરતો તે તેના ઘરે ગયો. અગાઉથી જ તેના પ્રતિબિંબને દૂર કરીને તેના સ્થાને તેને બેસાડ્યો અને બે વાનરોને છોડ્યા અને કિલકિલારવ કરતા તેના માથા ઉપર ચડ્યા. મિત્રે કહ્યું: પાપોના ઉદયથી જેમ નિધિ બદલી જાય તેમ તારા આ બે પુત્રો પણ વાંદરા થયા. પછી તેણે જાણ્યું કે “જેવાની સાથે તેવા થવું એ વચનનો આણે અમલ કર્યો છે. ત્યાર પછી તેણે નિધિનો ભાગ આપ્યો. પેલાએ તેના બંને પુત્રો પાછા આપ્યા. (૧૦૧) ૧. સારો દિવસ એટલે કાર્ય કરવા માટે વિહિત કરેલા તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ જેમાં પ્રાપ્ત થતા
હોય તેવો શુભ દિવસ, અર્થાત્ દિનશુદ્ધિપૂર્વકનો દિવસ.