________________
૧ ૨૫
ઉપદેશપદ : ભાગ-૧
अथ खड्डगत्ति द्वारम्खड्डगमंतिपरिच्छा, सेणियगम सुमिण सेट्ठि णंद भए । मुद्दा कूवतडग्गह, छाणुग जणणीपवेसणया ॥८२॥
अथ संग्रहगाथाक्षरार्थ:-'खड्डग' त्ति द्वारपरामर्शः । 'मंतिपरिच्छा' इति मन्त्रिणः परीक्षायां प्रक्रान्तायांअभयो दृष्टान्तः । कथमयंजात इत्याह-'सेणियगम'त्ति श्रेणिकस्य कुमारावस्थायां पित्रावज्ञातस्य बिन्नातटे गमो गमनमभूत् ।'सुमिणसेट्टिनंदभए' इति तत्र चैकेन श्रेष्ठिना निशि स्वप्नो दृष्टो यथा रत्नाकरो मद्गृहमागतः । ततस्तेन नन्दाभिधाना दुहिता तस्मै दत्ता ।तस्यांचासावभयकुमारं पुत्रमजीजनत् । प्रस्तावेच श्रेणिकः स्वराज्यं गतः ।अभयकुमारोऽपि समये स्वजननीं बहिर्व्यवस्थाप्य राजगृहं प्रविशन् सन् 'मुद्दाकूव' त्ति मुद्रां खड्डुकमङ्गलीयकमित्यर्थः कूपे पतितं ददर्श, लोकं च पप्रच्छ । स चावोचत्यस्तटस्थित इदमादत्ते तस्मै राजा महान्तं प्रसादमाधत्ते इति । ततोऽभयकुमारेण छाणुग' त्ति छगणको गोमयस्तदुपरि प्रक्षिप्तः, उदकं च प्रवेशितम् । ततः कथानकोक्तक्रमेण गृहीतं तत् । राज्ञा च दृष्टः । तदनु'जणणीपवेसणया' इति जनन्या अभयकुमारसवित्र्याः प्रवेशनं नगरे कृतं राज्ञा इति ॥८२॥
હવે નિર્જળ કૂવો' એ દ્વાર કહેવાય છે
ગાથાર્થ- સૂકો કૂવો, મંત્રીની પરીક્ષા, શ્રેણિકનું જવું, શેઠને સ્વમ આવવું, નંદાને પરણાવવી, અભયનો જન્મ, મુદ્રાને કૂવામાં નાખવી, કાંઠે રહી હાથથી ગ્રહણ કરવી, છાણનો પ્રયોગ અને માતાનો નગર પ્રવેશ. (૮)
સૂકા કૂવામાં વીંટી કાઢવા વિશે અભયકુમારનું દૃષ્ટાંત -
આ ભરતક્ષેત્રમાં પર્વતના રમ્ય પરિસરથી વીંટળાયેલ પ્રદેશવાળું રાજગૃહ નામનું નગર હતું. તેમાં પ્રસેનજિત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને રાજના સર્વ લક્ષણોથી યુક્ત શ્રેણિક નામનો પુત્ર હતો, જે સર્વે પુત્રોમાં ઉત્તમ અને સ્વભાવથી ગુણવાન હતો. આવી લોકવાયકા છે કે પુણ્ય હોવા છતાં પણ રાજ્ય પરાક્રમ સાધ્ય છે, તેથી હું પુત્રોની પરીક્ષા કરું એમ વિચારીને રાજાએ બધા પુત્રોને કહ્યું કે તમારે બધાએ ભેગા મળીને ભોજન કરવું. એમ કરવાથી પ્રીતિ કરેલી થાય છે, અર્થાત્ ભાઈઓની પરસ્પર પ્રીતિ થાય છે. મહારાજા જે કહે છે તે કરવું જોઇએ એમ મસ્તકે હાથ જોડીને પુત્રોએ વાત સ્વીકારી અને ઉચિત સમયે ભોજન કરવા બેઠા એટલે ખીરથી ભરેલી થાળીઓ પીરસવામાં આવી. જેટલામાં તેઓએ ખાવાનું શરૂ કર્યું છે તેટલામાં શિકારી કૂતરાઓ છોડવામાં આવ્યા. વાઘના પગ જેવા ભયંકર પગવાળા કૂતરાઓ જેટલામાં થાળીઓ પાસે આવ્યા તેટલામાં શ્રેણિક સિવાય બધા કુમારો ભયથી નાશી ગયા. પણ શ્રેણિકકુમારે