SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૦૫ હવે કુકડાના દ્વારને કહે છે કુકડાને દુશ્મન કુકડા વિના લડાઈ કરાવવી એમ રાજાની આજ્ઞા થઈ અને તે અરીસા (દર્પણ)માં પ્રતિબિંબ બતાવવા પૂર્વક પાલન કરવામાં આવી. (૫૭) ઔત્પારિક બુદ્ધિ ઉપર કુકડાનું ઉદાહરણ મારા કુકડાને તમારે બીજા શત્રુ કુકડા વિના લડાવવો એમ રાજાની આજ્ઞા થઈ. ઇતિ શબ્દ ભિન્નક્રમમાં છે અને તેનો પ્રયોગ આજ્ઞા શબ્દ પછી જાણવો. પછી તે કુકડો અરીસામાં પોતાના જ પ્રતિબિંબને શત્રુ કુકડાની કલ્પના કરી લડવા લાગ્યો. આ રીતે રોહક વડે રાજાની આજ્ઞાનું પાલન કરાયું પરંતુ બીજો કોઈ પ્રયોગ ન કર્યો. તે કુકડો પોતાની અજ્ઞાનતાથી પોતાના જ પ્રતિબિંબને શત્રુ કુકડો માનીને તીવ્ર મત્સરથી ગુસ્સાવાળો થયેલો લડે છે પરંતુ કંઇપણ ભંગાતું નથી. (૫૭) तिल्लसममाणगहणं, तिलाण तत्तो य एस आदेसो।। आदरिसगमाणेणं, गहणा संपाडणमिमस्स ॥५८॥ तैलसमेन मानेन ग्रहणं तिलानाम, इदमक्तं भवति-येन मानेन मदीयानेतांस्तिलान कश्चिद् गृह्णाति तेनैव तैलमप्यस्य दातव्यम्, आत्मवञ्चना च रक्षणीया, ततश्च पूर्वोक्तादेशानन्तरं पुनरेष आदेशः प्रेषितो महीपालेन । रोहकबुद्ध्या च आदर्शकमानेन दर्पणलक्षणेन प्रमाणेन ग्रहणात्तिलानाम्, उपलक्षणत्वात्तैलप्रदानाच्च संपादनमस्यादेशस्य कृतं ग्रामवृद्धैः। आदर्शकेन हि तिलेषु गृह्यमाणेषु दीयमाने च तैले ग्रामेयकाणां न कदाचिदात्मवञ्चना संपद्यते, यदि परं तिलस्वामिनो राज्ञः ॥५८॥४॥ પછી જે માપથી તલ લેવામાં આવે તે માપથી માપીને તેલ આપવું એવો રાજાએ આદેશ કર્યો ત્યારે અરીસાના માપથી તલ કે તેલની લેવડ દેવડ કરીને આ આદેશનું પાલન કર્યું. (૫૮). ઔત્પારિક બુદ્ધિ ઉપર તલના માપનું ઉદાહરણ તલના માપથી તેલનું ગ્રહણ કરવું. કહેવાનો ભાવ એ છે કે જે માપથી કોઈક મારા તલને લે તે જ માપથી તેને તેલ પણ આપવું, આમ કરીને પણ આત્મવંચના ન કરવી, અર્થાત્ આપ લે કરતી વખતે કોઇને નુકશાન ન થાય તે રીતે કરવું. પૂર્વના આદેશ પછી રાજાએ આવો આદેશ મોકલ્યો અને રોહકની બુદ્ધિથી અરીસાના માપથી તલનું ગ્રહણ કર્યું. આ ઉપલક્ષણ છે. આથી આનાથી તેલનું પ્રદાન કર્યું એમ પણ સમજવું. આ રીતે રાજાના આદેશને ગામના વૃદ્ધોએ પૂરો ૧. શબ્દના ત્રણ પ્રકારના અર્થો થાય છે. (૧) વાર્થ (૨) લક્ષ્યાર્થ અને (૩) વ્યંગ્યાર્થ. (૧)વાચ્યાર્થ-બોલેલા શબ્દનો ચોખ્ખો (મૂળ=મુખ્ય) અર્થ અથવા શબ્દની અભિધાશક્તિથી નીકળતો મૂળ અર્થ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy