________________
૫૬
ઉપદેશપદ : ભાગ-૧ अथाष्टमदृष्टान्तसंग्रहगाथाचम्मावणद्धदहमज्झछिड्डदुलिगीवचंदपासणया। अण्णत्थ बुडणगवेसणोवमो मणुयलंभो उ ॥१३॥
अतिबहलत्वनिबिडत्वभावाभ्यां चर्मेव चर्म सेवालसंचयस्तेनावनद्धः सर्वथाच्छादितो यो हृदस्तस्य मध्ये यत् कथंचित् तुच्छप्रमाणं छिद्रं संजातं तेन विनिर्गतया दुले: कच्छपस्य 'ग्रीवया' गलदेशेन 'चन्द्रस्य' नभोमध्यभागभाजो मृगाङ्कस्य 'पासणय'त्ति लोचनाभ्यां कदाचिद्विलोकनमभूत् । ततस्तेन स्वकुटुम्बप्रतिबन्धविडम्बितेन ग्रीवामवकृष्य अन्नत्थ बुड्डण'त्ति अन्यत्र तत्स्थानपरिहारात् स्थानान्तरे बुडनेन निमज्जनेन कथंचित् कुटुम्बस्य मीलने कृते 'गवेसणोवमुत्ति या गवेषणा प्रागुपलब्धरन्ध्रस्य तदुपमस्तत्तुल्यो दुर्लभतया “મનુષ્યનામો'મનુષ્યમurતિ તુઃ પૂરપાર્થ શરૂ I
હવે આઠમા દૃષ્ટાંતની સંગ્રહગાથાને કહે છે
ગાથાર્થ-શેવાળથી છવાયેલા સરોવરના મધ્યમાં પડેલ છિદ્રમાંથી ડોક બહાર કાઢીને જોયેલા ચંદ્રના સ્વરૂપને કહેવા સંબંધી (સ્વજનો) પાસે ગયેલા કાચબાને સંબંધીઓ સહિત ફરી તે જ છિદ્ર મેળવવું દુર્લભ છે તેમ ગુમાવેલા મનુષ્યભવની ફરી પ્રાપ્તિ થવી દુર્લભ જાણવી. (૧૩)
કાચબાની કથા કોઈક એક ગહનવનમાં અનેક જળચરોના સમૂહથી વ્યાપ્ત, અતિ ઊંડુ, અનેક હજાર યોજના વિસ્તારવાળું સરોવર હતું. તેનો ઉપરનો ભાગ અતિ ઘણા ગાઢ શેવાળના થરથી છવાયેલો હતો. જાણે સર્વત્ર ભેંસના ચામડાથી ન મઢેલું હોય એવું લાગતું હતું. ક્યારેક કાળના વશથી ચપળ ડોકવાળો કાચબો પરિભ્રમણ કરતો સપાટી ઉપર આવ્યો અને ડોકને બહાર કાઢી અને તે સમયે ત્યાં શેવાળના થરમાં, (પડમાં) છિદ્ર પડ્યું અને તેણે વાદળ વિનાના આકાશના મધ્યભાગમાં
જ્યોતિષચક્ર મંડળમાં રહેલો, ક્ષીર સમુદ્રના મોજાં સમાન જ્યોનાથી તરબોળ કરાઈ છે દશે દિશાઓ જેના વડે એવા શરદઋતુના પૂર્ણિમાના ચંદ્રને જોયો. પછી આનંદપૂર્ણ આંખવાળો કાચબો વિચારે છે કે આ શું? શું આ કોઈ સ્વર્ગ છે ? અથવા કોઈ અતિ અદ્ભુત વસ્તુ છે? હું એકલો જોઉં તો શું લાભ ? સ્વજન લોકને પણ બતાવું એમ વિચારી સજ્જનોને શોધવા (બોલાવવા) નિમિત્તે ડૂબકી મારી. સ્વજનોને લાવીને જેટલામાં તે પ્રદેશને શોધે છે ત્યારે પવનના વશથી પુરાઈ ગયેલા તે છિદ્રને જોઈ શકતો નથી. શરદઋતુની પૂર્ણિમા પ્રાપ્ત થયે છતે પણ આકાશમાં વાદળના ઉપદ્રવ વિનાનો ચંદ્ર જોવો જેમ દુર્લભ છે તેમ સંસારરૂપી મહાસરોવરમાં ડૂબેલા સર્વ પુણ્યહીન જીવોને ફરી પણ મનુષ્યજન્મ મળવો અતિદુર્લભ છે. (૧૦)