SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતસુધારસા આશય એ છે કે આત્માને સુખ જોઈએ છે અને આત્મા સર્વ કર્મોથી રહિત થાય ત્યારે આત્મા પરમ મહોદયવાળો બને છે અર્થાત્ પરમ જ્ઞાનમય બને છે અને જીવની તે જ્ઞાનમય અવસ્થા પરમ સુખરૂપ છે. વળી, શુદ્ધાત્માની અવસ્થા ઉદિતવિવેકવાળી છે=પ્રગટ વિવેકવાળી છે પરંતુ સંસારીજીવોની જેમ અવિવેકવાળી નથી. વળી, વિભુ એવો આત્મા એક પાવન છે; કેમ કે પોતાના ઉપર પોતાનું પ્રભુત્વ હોવાથી વિભુ છે અને એવો આત્મા કર્મના કલંક વગરનો હોવાથી પાવન છે એમ ચિંતવન કરીને એવા આત્મામાં લીન થવા તું પ્રયત્ન કર, અસાર એવા દેહમાં લીન થઈને તારો મનુષ્યભવ વ્યર્થ કર નહીં. એ પ્રકારે આત્માને જાગ્રત કરવા માટે મહાત્માઓ ભાવન કરે છે. આવા શ્લોક : दम्पतिरेतोरुधिरविवर्ते, किं शुभमिह मलकश्मलगर्ने । भृशमपि पिहितः स्रवति विरूपं, को बहु मनुतेऽवस्करकूपम् ।।भावय० २।। શ્લોકાર્ય : દંપતિના વીર્ય અને રુધિરના વિવર્ત સ્વરૂપ મલકશ્મલ ગર્તાવાળા=મલના કાદવરૂપ ગર્તાવાળા, અહીં આ શરીરમાં, શું શુભ છે? અર્થાત્ કાંઈ શુભ નથી. અત્યંત પણ પિધાન કરાયેલ શરીરના યત્નપૂર્વક અશુચિ બહાર ન આવે તે રીતે ઢાંકીને રાખેલ શરીર વિરૂપનેઅશુચિ પદાર્થને, ઝરે છે=બહાર કાઢે છે. તે અવકર કૂપને ગંદકીના સ્થાનને, કોણ બહુ માને ? અર્થાત્ કોઈ વિચારક તેના પ્રત્યે રાગ કરે નહીં. શા ભાવાર્થ - મનુષ્યના ભોગોની ક્રિયા અત્યંત અસાર છે અને વિચારકને લજ્જા ઉત્પન્ન થાય તેવી છે તે પ્રકારે ભાવન કરીને મહાત્મા વેદના ઉદયને અત્યંત શમન કરવા અર્થે સ્ત્રીના ભોગના સ્થાનને અત્યંત અશુચિમય છે તેમ ભાવન કરે છે અને વિચારે છે કે મલરૂપી કાદવની ગર્તા જેવું તે અશુચિ સ્થાન છે. જેમાં પુરુષ અને સ્ત્રીના શુક્ર અને લોહીના વિવર્તે વર્તે છે, તેમાં શુભ એવી કોઈ વસ્તુ નથી કે જેથી તેના પ્રત્યે જીવને મોહ થાય. આમ છતાં તત્ત્વને જોવામાં મતિને પ્રછન્ન કરે તેવા કામના ઉદયને કારણે જ જીવ વાસ્તવિક રીતે સ્પષ્ટ દેખાતા પણ તે પદાર્થને તે રીતે જોઈ શકતો નથી તેથી તેવા અશુચિમાં સ્થાનો પ્રત્યે પણ રાગ કરે છે. વળી મહાત્મા વિચારે છે કે તે સ્ત્રીનું અશુચિ સ્થાન અત્યંત પિધાન કરવામાં આવે તોપણ વિકૃત એવા અશુચિય પ્રવાહીને ઝરાવે છે તેથી પણ તે અત્યંત અશોભન છે. તેવા ગંદા પદાર્થના ફળને કોણ વિવેકી પુરુષ બહુમાને ? અર્થાત્ સુખનું કારણ છે તેમ માને ? ફક્ત વેદના ઉદયને કારણે જ અસાર એવા ભાવમાં પણ જીવને તે પ્રકારની પ્રવૃત્તિ કરવાનો અભિલાષ થાય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્માઓ સ્ત્રીના દેહ પ્રત્યે મમત્વના ત્યાગ માટે યત્ન કરે છે.
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy