________________
૬. અશુચિભાવના | શ્લોક-૩ શ્લોક :
कर्पूरादिभिरचितोऽपि लशुनो, नो गाहते सौरभं, नाजन्मोपकृतोऽपि हन्त पिशुनः सौजन्यमालम्बते । देहोऽप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विस्रतां,
नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा, पुष्टोऽपि विश्वस्यते ।।३।। શ્લોકાર્થ :
કર્પરાદિ સુગંધી પદાર્થોથી આર્ચિત પણ લસણ સૌરભને પ્રાપ્ત કરતો નથી. ખેદની વાત છે કે જન્મથી માંડીને સદા ઉપકાર કરાયેલો પણ દુર્જન સૌજન્યનું આલંબન કરતો નથી. તે પ્રમાણે મનુષ્યનો આ દેહ પણ સ્વાભાવિકી વિસ્ત્રતાને દુર્ગધિતાને, ત્યજતો નથી. અવ્યક્ત પણ= સુગંધી દ્રવ્યોથી વિલેપન કરાયેલો પણ, વિભૂષિત કરાયેલો પણ અને અનેક વખત પુષ્ટ કરાયેલો પણ વિશ્વસનીય નથી. III ભાવાર્થ
દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવા અર્થે અનુભવસિદ્ધ દષ્ટાંતના બળથી મહાત્માઓ ભાવન કરે છે. જેમ લસણ સ્વભાવથી પોતાની દુર્ગધને વિસ્તારે છે, તે લસણને કર્પરાદિ સુગંધી દ્રવ્યથી અર્ચિત કરવામાં આવે તોપણ જેવું કર્પરાદિ દ્રવ્ય ઊડી જાય કે તરત લસણ પોતાની દુર્ગધનો જ વિસ્તાર કરે છે અને કપૂરની સૌરભને પ્રાપ્ત કરતું નથી તેમ મનુષ્યનો દેહ ઉત્તમ દ્રવ્યોથી અર્ચિત કરવામાં આવે તોપણ જેવા તે દ્રવ્યોની સૌરભ ઊડી જાય કે તરત દેહ પોતાની દુર્ગધતાનો વિસ્તાર કરે છે પરંતુ દુર્ગધતાનો ત્યાગ કરતો દેખાતો નથી. લસણ જેવો જ જુગુપ્સનીય આ દેહ છે. એમ વિચારીને મહાત્માઓ દેહ પ્રત્યેના મમત્વના પરિહાર માટે યત્ન કરે છે.
વળી, અન્ય દૃષ્ટાંતથી દેહની અસારતાનું ભાવન કરે છે. જેમ કોઈ દુર્જન હોય અને તેના ઉપર કોઈએ આખા જન્મ સુધી ઉપકાર કર્યો હોય તોપણ દુર્જન પ્રસંગે ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાને બતાવતો નથી પરંતુ તે ઉપકાર કરનારને જ અનર્થ કરવા તત્પર બને છે અને તે ક્યારેય સૌજન્યનું આલંબન કરતો નથી. તેમ સંસારીજીવો દેહને અનેક સુગંધી પદાર્થોથી વિલેપન કરે, ઉત્તમ વસ્ત્રો, અલંકારોથી વિભૂષિત કરે અને તેને અનેક પ્રકારના સુંદર આહાર આપીને પુષ્ટ કરે, તે રીતે પ્રારંભથી માંડીને અત્યારસુધી દેહને અનેક પ્રકારના ઉપકારો કર્યા હોય તોપણ દુર્જન પુરુષની જેમ તેનો વિશ્વાસ રાખી શકાતો નથી; કેમ કે ગમે ત્યારે દેહ રોગથી આક્રાન્ત થઈને જીવને કદર્થના કરે છે, અનેક પ્રકારનાં દુઃખો ઉત્પન્ન કરે છે અને તેના લાલનપાલન માટે જે કાંઈ આરંભ-સમારંભ કરેલ, એનાથી બંધાયેલાં પાપકર્મોનાં અનર્થકારી ફળોને આપે છે. આ રીતે દુર્જન પુરુષની જેમ દેહ પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. તેમ ભાવન કરીને અતિદુષ્કર એવા પણ દેહના મમત્વને દૂર કરવા અર્થે મહાત્માઓ યત્ન કરે છે. આવા