SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર. શાંતસુધારસા ભાવાર્થ - આત્માને એકત્વભાવનાથી ભાવિત કરવા અર્થે મહાત્માઓ વિચારે છે કે, આત્મા બાહ્ય પદાર્થો પ્રત્યે અનેક પ્રકારની મમતાઓ કરીને ભારે થાય છે અને તે મમતાના પરિણામરૂપ જ પરમાર્થથી પરપરિગ્રહ છે અને જેટલો તેવા પ્રકારના મમતાના પરિણામરૂપ પર પરિગ્રહ જીવમાં વર્તે છે તેટલો જીવ કર્મથી ભારે બને છે. જેમ દરિયામાં રહેલી નાવ વજનના ભારથી દરિયામાં ડૂબે છે તેમ આ જીવ પણ મમતાના ભારથી સંસારરૂપી દરિયામાં ડૂબે છે. આથી જ જેમણે મમતાના પરિણામને નષ્ટપ્રાયઃ કર્યો છે તેવા ચૌદ પૂર્વધરો પણ જ્યારે પ્રમાદને વશ બને છે ત્યારે રસગારવ આદિ સેવીને મમતાના ભારને વધારે છે અને મમતાના પરિણામની વૃદ્ધિથી ભારે કર્મો બાંધીને નિગોદમાં જાય છે, તેથી એકત્વભાવનાથી ભાવિત કરીને મમતાનો ત્યાગ કરવો એ જ સંસારમાં ડૂબતા આત્માને રક્ષણ કરવાનો એક ઉપાય છે. III શ્લોક : स्वस्वभावं मद्यमुदितो, भुवि विलुप्य विचेष्टते । दृश्यतां परभावघटनात्, पतति विलुठति जृम्भते ।।विनय० ४।। શ્લોકાર્ચ - જગતમાં મધથી મુદિત થયેલો જીવ સ્વસ્વભાવનું વિલોપન કરીને વિપરીત ચેષ્ટા કરે છે, અને પરભાવની ઘટનાથી=પરભાવની ચેષ્ટા કરવાથી, પડે છે, આળોટે છે, બગાસાં ખાય છે તે તું જે IIII ભાવાર્થ : સંસારીજીવો પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હોય ત્યારે બુદ્ધિ ઉપર પોતાનો કાબૂ રાખીને ઉચિત રીતે જીવતા હોય છે પરંતુ મદ્યપાન કરે અને તેના નશામાં ચડે ત્યારે પોતાની સ્વાભાવિક સ્થિતિનું વિલોપન કરીને જગતમાં ચેનચાળા આદિ ક્રિયાઓ કરે છે અને મદ્યપાનરૂપ પરભાવના ઘટનથી–તેની અસરથી, જમીન ઉપર પડે છે, આળોટે છે, બગાસાં ખાય છે. હે જીવ! તેને તું જો. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વિચારે છે કે જેમ મદ્યપાનનો નશો આત્માને તદ્દન અસંબદ્ધ ચેષ્ટાઓ કરાવે છે તેમ આત્માથી પર એવા બાહ્ય પદાર્થો પ્રત્યેનો મમતાનો નશો જ્યારે જીવમાં વર્તે છે ત્યારે જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને શિષ્ટજનને ન શોભે તેવી સર્વ અનુચિત ક્રિયા કરે છે. માટે બાહ્ય પદાર્થોના નશાને દૂર કરવા અર્થે તું એકત્વભાવનાથી આત્માને ભાવિત કરે જેથી મઘના નશાવાળા પુરુષની જેમ અનુચિત ચેષ્ટા કરીને વિનાશને પ્રાપ્ત કરતા એવા તારા આત્માનું તું રક્ષણ કરી શકે. III શ્લોક : पश्य काञ्चनमितरपुद्गलमिलितमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं, विदितमेव भवादृशाम् ।।विनय० ५।।
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy