SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સંસારભાવના-ગીત | શ્લોક-૨-૩' ભાવાર્થ : સંસારના વાસ્તવિક સ્વરૂપને ઉપસ્થિત કરવા માટે આત્માને સંબોધીને મહાત્મા વિચારે છે કે સ્વજન, પુત્રાદિના પરિચયને કારણે તેઓના તરફથી પોતાને બાહ્ય જે મીઠાશ (લાગણીના) ગુણો પ્રાપ્ત થાય છે તેનાથી તે ફોકટ સ્નેહસંબંધોથી તેઓની સાથે બંધાય છે; કેમ કે સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે કે દરેક સ્થાનમાં નવા નવા અનુભવ થાય છે. તેથી જે પુત્રાદિ પ્રત્યે પોતે સ્નેહ કરે છે તે પુત્રાદિ ક્યારેક તેના પરાભવનું કારણ પણ બને છે. વળી ક્યારેક અનુકૂળતાનું કારણ બને છે છતાં એક ભવમાં બંધાયેલા તે સંબંધો એકાંતે ગુણકર થાય તેવું નથી. ક્વચિત્ કોઈક ભવમાં કોઈકની સાથેનો સંબંધ તે ભવ પૂરતો સારો રહે તોપણ આ ભવના મિત્રો કોઈક ભવમાં શત્રુરૂપે થાય છે તે પ્રકારની સંસારની સ્થિતિ પ્રત્યક્ષથી સિદ્ધ છે. તેથી પોતાનો જીવ દરેક સ્થાનમાં તે તે વ્યક્તિની સાથેના સંબંધમાં નવા નવા અનુભવો કરે છે અને તે તે વ્યક્તિ તરફથી નવા નવા પરાભવો પણ વારંવાર પ્રાપ્ત કરે છે માટે તેમાં તું ઉપગૂઢ છો અર્થાત્ તેવા સંબંધથી તું વ્યાપ્ત છો એ પ્રકારે વિચારીને આવો સ્નેહસંબંધ દૂર કરીને ગુણસંપન્ન એવા વીતરાગ સાથે, વીતરાગના માર્ગમાં ચાલનારા સાધુઓ સાથે, સ્નેહ કરીને તેમના જેવા થવાનો યત્ન કરીશ તો બીજા ભવમાં પણ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થશે. આ પ્રકારે અત્યંત ભાવ કરવાથી સ્વજનાદિ પ્રત્યે ઉચિત વર્તન કરવા છતાં મૂઢની જેમ સ્નેહના બંધનથી બદ્ધ રહીને સંસારની વૃદ્ધિનું કારણ જે પ્રમાદ થાય છે તેનું નિવારણ કરવાનું સદ્વર્ય ઉલ્લસિત થાય છે. આવા શ્લોક : घटयसि क्वचन मदमुन्नतेः, क्वचिदहो हीनतादीन रे । प्रतिभवं रूपमपरापरं, वहसि बत कर्मणाधीन रे ।।कलय० ३।। શ્લોકાર્થ : હે જીવ! ક્વચિત્ હીનતાના કારણે દીન એવા તું છો અહો આશ્ચર્ય છે કે ક્યારેક ઉન્નતિના મદને તું કરે છે. ખેદની વાત છે કર્મને આધીન એવા હે જીવ! તું પ્રતિભાવ અપર અપર રૂપને પ્રાપ્ત કરે છે. Il3II ભાવાર્થ : માનકષાયને તોડવા માટે મહાત્માઓ સંસારમાં જીવની કેવી અવસ્થા છે તેનું ભાવન કરે છે અને વિચારે છે કે કોઈ વખતે ધનાદિની હીનતાના કારણે, કે અન્ય શક્તિઓની હીનતાના કારણે, તે દીન જેવો થાય છે. વળી, દીન એવો તું કોઈક પ્રકારની ઉન્નતિ થાય તો મદને ધારણ કરે છે જે ખરેખર મૂઢતાનું જ કારણ છે. વળી કર્મને આધીન થયેલો તું પ્રતિભાવ અપરાપર રૂપને ધારણ કરે છે અર્થાતુ ક્યારેક અસુંદર ભવની પ્રાપ્તિરૂપ સ્વરૂપને વહન કરે છે તો ક્યારેક સુંદર ભવની પ્રાપ્તિરૂપ સ્વરૂપને વહન કરે છે. તેથી કર્મને આધીન જે સ્વરૂપની પ્રાપ્તિ હોય ત્યાં પોતાની પરાધીનતા જ અભિવ્યક્ત થાય છે. તે કારણથી ઉન્નતિની
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy