________________
૨૫
૨. અશરણભાવના | બ્લોક-૧-૨ એવા મહાત્માઓ કે શ્રાવકો જિનવચનથી આત્માને સદા ભાવિત રાખે છે અને મૃત્યુ સમયે આત્માને જિનવચનથી અત્યંત ભાવિત કરે છે. જેથી વર્તમાનના ભવમાં સેવાયેલા પ્રમાદનું વારંવાર સ્મરણ કરીને તેની નિંદા કરે છે અને સર્વ પાપસ્થાનકોને સૂક્ષ્મ આલોચનપૂર્વક તે તે પાપસ્થાનક પ્રત્યે તે તે પ્રકારે તીવ્ર જુગુપ્સા કરે છે. આ રીતે સર્વ પાપોથી પર સમભાવના પરિણામને અભિમુખ પોતાનું ચિત્ત યત્નવાળું કરે છે જેથી સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ આદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોવાથી મૃત્યુકાળમાં પણ દીન મુખવાળા થતા નથી. પરંતુ પોતાના શત્રુભૂત મોહના નાશ માટે જ ઉદ્યમશીલ રહે છે જે અશરણભાવનાનું શ્રેષ્ઠ ફળ છે. શ્લોક -
तावदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवशाली ।
यावदक्षमकृतान्तकटाक्षर्नेक्षितो विशरणो नरकीटः ।।२।। શ્લોકાર્થ :
વિશરણ એવો નરરૂપી કીડો=ભગવાનના વચનનું શરણ જેણે સ્વીકાર્યું નથી એવો નરરૂપી કીડો, ત્યાંસુધી જ મદના વિભ્રમથી શોભે છે હું શક્તિશાળી છું, હું ધનાઢ્ય છું ઈત્યાદિ વિભ્રમથી શોભી રહ્યો છે, ત્યાં સુધી જ ગુણગૌરવશાળી છે પોતાનામાં ચાતુર્ય છે, કલા છે, રૂપ છે ઈત્યાદિ ગુણોના ગૌરવથી વર્તતો હોય છે. જ્યાં સુધી અક્ષમ એવા કૃતાંતના કટાક્ષો વડે=કોઈનો મદ અને કોઈનાં સુખો સહન ન કરે એવા ચમરાજના કટાક્ષોથી તે નરકીડો જોવાયો નથી અર્થાત્ જે દિવસે યમરાજ તેને કોળિયો કરવા માટે તત્પર થશે ત્યારે તે અશરણ એવો નરકીટ દીન થશે. સા. ભાવાર્થ :
સંસારીજીવો પ્રાયઃ કરીને પોતાને પ્રાપ્ત સંયોગાનુસાર ધનાદિક અર્જન કરીને પોતાના તે પ્રકારના વૈભવ આદિને કારણે મદને ધારણ કરનારા હોય છે. વળી, પોતાનાં બુદ્ધિ, ચાતુર્ય આદિ દેખાતાં હોય તેનાથી પોતે જગતમાં શોભી રહ્યા છે, તેમ માનતા હોય છે. પરંતુ સંસારની અવસ્થા તદ્દન કર્મને પરતંત્ર ચાલે છે તેથી પોતે પણ કર્મને પરતંત્ર છે અને તેથી અશરણરૂપે જ નાશ પામશે તેનો વિચાર કરતા નથી. આથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવને જિનવચનથી ભાવિત થઈને જિનવચનના શરણે રહેવા માટે સમર્થ બનાવતા નથી. તેવા જીવો ત્યાંસુધી જ જગતમાં મદ આદિ કરે છે, જ્યાં સુધી જગતના જીવોને આ રીતે મહાલતા જોવા માટે અસહિષ્ણુ એવા યમરાજના કટાક્ષથી જોવાયા નથી. જ્યારે જ્યારે તે જીવ યમરાજના મુખમાં પડે છે ત્યારે દીન થઈને અસાર એવા ભવોને પ્રાપ્ત કરીને ચાર ગતિઓના ચોગાનમાં અનેક પ્રકારની વિડંબનાઓ પામે છે. આ પ્રકારે સંસારના સ્વરૂપનું અવલોકન કરીને મહાત્માઓ સદા અરિહંત, સિદ્ધ , સુસાધુઓ, સર્વજ્ઞપ્રણીત ધર્મ જ જગતમાં શરણ છે તેમ માની અરિહંતાદિ ચારના સ્વરૂપથી આત્માને