SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ૧૬. માધ્યષ્યભાવના | શ્લોક-૪-૫ ભાવાર્થ મધ્યસ્થભાવનાને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે તીર્થકરો અતુલબળવાળા છે અને કેવલજ્ઞાન પામ્યા પછી મહાશક્તિથી યુક્ત છે છતાં પણ કોઈ જીવોને ધર્મ કરવાનો પરિણામ ન થાય તોપણ પોતાના શક્તિના બળથી તેના ઉપર દબાણ કરીને ધર્મ કરાવતા હતા ? અર્થાતુ ક્યારેય તીર્થકરોએ કોઈની પાસેથી તે પ્રકારે ધર્મ કરાવ્યો નથી. તેથી કોઈ જીવો પ્રમાદવશ ઉચિત ધર્મ ન કરતા હોય તે જોઈને મારે અસહિષ્ણુ સ્વભાવ ધારણ કરવો જોઈએ નહીં. અને તેને અનિચ્છાથી પણ ધર્મ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. પરંતુ જીવની ધર્મ કરવાને અભિમુખ ધર્મની પરિણતિ ન જણાય તો લેશ પણ દ્વેષ કર્યા વગર મધ્યસ્થભાવ ધારણ કરવો જોઈએ. વળી, તીર્થકરોએ પણ ધર્મનો શુદ્ધ ઉપદેશ આપ્યો અને યોગ્ય જીવો તે સાંભળીને સ્વઇચ્છાથી ધર્મને સેવીને દુસ્તર એવા સંસારથી નિસ્તારને પામે છે તેથી મારે પણ યોગ્ય જીવ જણાય તો તેને તેના હિત અર્થે ઉચિત ઉપદેશ આપવો ઉચિત છે. પરંતુ તેઓની ધર્મની અપ્રવૃત્તિ જોઈને પોતાનો અસહિષ્ણુ સ્વભાવ પુષ્ટ થાય તેવો યત્ન કરવો જોઈએ નહીં. પણ તે જીવોની તે પ્રકારની ભવસ્થિતિ છે જેથી હજી પણ ધર્મ કરવા માટે ઉત્સાહિત થતા નથી એવું ભાવન કરીને તે જીવો પ્રત્યે મધ્યસ્થભાવ ભાવન કરવો જોઈએ. અહીં કહ્યું કે ભગવાને બતાવેલા ધર્મને કરનારા જીવો દુસ્તર એવા સંસારના નિસ્તારને પામે છે તેથી એ પ્રાપ્ત થાય કે અનાદિકાળથી જીવે મોહની પ્રવૃત્તિ કરીને મોહનીયકર્મ દઢ કરેલાં છે, જ્ઞાનાવરણીયાદિ કર્મ દઢ બાંધેલાં છે જેને દૂર કરવાં અતિ દુષ્કર છે. છતાં ભગવાનના ઉપદેશને સાંભળીને સંસારથી ભય પામેલા યોગ્ય જીવો પોતાની શક્તિના પ્રકર્ષથી અપ્રમાદ સેવીને ગાઢ એવા તે કર્મને તોડવા માટે સદા પ્રયત્ન કરે છે જેથી અનાદિના મોહના સંસ્કારો હોવા છતાં તે મોહના સંસ્કારો તે જીવને પ્રેરણા કરી શકતા નથી. પરંતુ જિનવચનથી પ્રેરાઈને જ તે મહાત્માઓ સદા ઉદ્યમ કરે છે તેથી ધર્મને સેવીને દુસ્તર એવા સંસારસાગરથી તે મહાત્માઓ તરે છે. III શ્લોક - तस्मादौदासीन्यपीयूषसारं, वारं वारं हन्त सन्तो लिहन्त । आनन्दानामुत्तरङ्गत्तरङ्गीवद्भिर्यद् भुज्यते मुक्तिसौख्यम् ।।५।। શ્લોકાર્ધ : જે કારણથી જીવતા એવા સંસારવતી જીવો વડે=ઉદાસીનભાવના પરિણામને પામેલા સંસારવત જીવો વડે, આનંદના ઉત્તરગ એવા તરંગોથી-ઉચ્છળતા એવા તરંગોથી મુક્તિનું સુખ ભોગવાય છે તે કારણથી હે સતપુરુષો ! તમે વારંવાર ઔદાસીન્યરૂપી અમૃતના સારનું આસ્વાદન કરો. શ્લોકમાં હજ શબ્દથી સાપુરુષોને આમંત્રણ છે. પI
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy