SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્લોક ઃ प्रथममशनपानप्राप्तिवाच्छाविहस्तास्तदनु वसनवेश्मालङ्कृतिव्यग्रचित्ताः । परिणयनमपत्यावाप्तिमिष्टेन्द्रियार्थान्, सततमभिलषन्तः स्वस्थतां क्वाऽनुवीरन् ॥ १ ॥ શ્લોકાર્થ ૧૫. કરુણાભાવના -: શાંતસુધારસ પ્રથમ=જીવનના પ્રારંભકાળમાં, આહાર, પાણીની પ્રાપ્તિની વાંછાથી વિહસ્ત થયેલા=વ્યાકુળ થયેલા, જીવો હોય છે. ત્યાર પછી વસ્ત્ર, ઘર, અલંકારોની પ્રાપ્તિમાં વ્યગ્નચિત્તવાળા હોય છે. લગ્ન, પુત્રની પ્રાપ્તિ, ઇષ્ટ એવા ઇન્દ્રિયોના અર્થોને સતત ઇચ્છા કરતા સંસારીજીવો સ્વસ્થતાને ક્યાં પ્રાપ્ત કરે ? અર્થાત્ સતત બાહ્ય પ્રવૃત્તિમાં વ્યાકુળ હોવાથી અત્યંત કરુણાપાત્ર છે. IIII ભાવાર્થ: કરુણાભાવનાનું ભાવન કરતાં મહાત્મા વિચારે છે કે સંસારીજીવો જન્મે છે ત્યારથી આકુલ-વ્યાકુલવ્યગ્ર જ હોય છે. જન્મ ધારણ કર્યા પછી પ્રથમ અવસ્થામાં તેને ભોજન, પાનની પ્રાપ્તિની વાંછા સતત વર્તે છે અને તેનાથી તેઓ સતત વ્યાકુળ હોય છે. પછી, કોઈક રીતે પગભર થાય, ધનાદિ કમાતા થાય ત્યારે પોતાનાં વસ્ત્રો, પોતાનું ઘર અને પોતાના અલંકારોને પ્રાપ્ત કરવામાં વ્યગ્નચિત્તવાળા તેના ઉપાયભૂત ધનઅર્જુન માટે મનુષ્યભવની સર્વ ક્ષણો પ્રાયઃ પસાર કરતા હોય છે. પરંતુ સ્વસ્થતાથી આત્માના પારમાર્થિક સુખની કલ્પના પણ કરી શકતા નથી. વળી, કોઈક રીતે પુણ્યના સહકારથી પ્રચુર ધન પ્રાપ્ત કરે અને સુંદર ઘ૨, અલંકારો વગેરે ધાર્યા પ્રમાણે પ્રાપ્ત કરે તોપણ લગ્નની ચિંતામાં વ્યગ્ર હોય છે અને કદાચ પુણ્યના સહકારથી ઉચિત સ્ત્રી આદિની પ્રાપ્તિ થાય તો પુત્રની પ્રાપ્તિમાં વ્યગ્નચિત્તવાળા હોય છે. વળી, તેની પણ પ્રાપ્તિ થાય ત્યારે સતત ઇન્દ્રિયોના ઇષ્ટ અર્થોના અભિલાષવાળા હોય છે તેથી સારાં સારાં ભોજન કરવાં, નાટકો જોવાં ઇત્યાદિ બાહ્ય પ્રવૃત્તિમાં જ તેઓ વ્યગ્ર હોય છે. આવી સ્થિતિમાં આત્માની સ્વસ્થતાને તે જીવો ક્યાં પ્રાપ્ત કરી શકે ? અર્થાત્ સંસારીજીવો દરિદ્ર અવસ્થામાં પણ વ્યાકુળ હોય છે અને ધનાઢ્ય અવસ્થામાં પણ કોઈક કોઈક બાહ્ય ઇચ્છાઓમાં સદા વ્યાકુળ હોય છે, પરંતુ ચિત્તની સ્વસ્થતારૂપ સુખ તો ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારે ભાવન કરી મહાત્મા તેવા જીવોની અસ્વસ્થતા પ્રત્યે કરુણાયુક્ત હૃદયવાળા બને છે અને વિચારે છે કે જેઓ ભગવાનના શાસનના પરમાર્થને પામે છે તેઓ જ દરિદ્રઅવસ્થામાં હોય કે ધનાઢ્ય અવસ્થામાં હોય તોપણ ચિત્તની સ્વસ્થતાપૂર્વક આત્માના હિતનો વિચાર કરી શકે છે. તે સિવાય જગતના જીવો મહાત્મા માટે કરુણાપાત્ર છે. IIII
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy