SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતસુધારસ ૧૭૬ જીવો અન્ય દર્શનમાં પણ હોઈ શકે અને જૈન દર્શનમાં પણ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરનારા હોઈ શકે. આવા જીવો કુમતને સેવીને તેના નશાથી એવા મૂર્છિત થયેલા છે કે બાહ્યથી પોતે ધર્મ સેવે છે તેમ માને છે છતાં પરમાર્થથી તો પોતાના સ્વમતિ અનુસાર વિકલ્પોથી જ આત્માને મલિન કરે છે અને જેના ફળરૂપે દુર્ગતિઓમાં પડે છે. આથી જ શિથિલ આચારવાળા પ્રમાદી સાધુઓ પોતાની મતિ અનુસાર યથા-તથા પ્રવૃત્તિઓ કરીને અને યથા-તથા પ્રરૂપણા કરીને ભગવાનના માર્ગનો વિલોપ કરે છે અને સ્વમતિ અનુસાર મદથી વિચારે છે કે અમે ભગવાનના માર્ગનું સેવન કરીએ છીએ. આ પ્રકારના વિપરીત સેવન અને ભાવનના બળથી તેઓ દુરંત સંસારમાં પડે છે જે અત્યંત ખેદજનક છે. આ પ્રકારની ભાવના કરીને મહાત્મા તેઓને પણ સન્મતિ પ્રાપ્ત થાય તેવો અભિલાષ કરે છે અને તેથી વિચારે છે કે હહા ખેદની વાત છે કે તેવા જીવો કોઈક રીતે ભગવાનના વચનને રસપૂર્વક પ્રાપ્ત કરતા નથી. જો તેઓને વીતરાગ પ્રત્યેનો રસ ઉત્પન્ન થાય અને વીતરાગનાં વચનો કઈ રીતે વીતરાગતુલ્ય થવાનું કારણ છે તેમ રસપૂર્વક જાણવા યત્ન કરે તો અવશ્ય જિનવચનને પામીને તેઓનું હિત થાય. આ પ્રકારની ભાવના કરીને મહાત્માઓ કુમતના મદથી મૂર્ચ્છિત જીવોને જોઈને પણ તેમના પ્રત્યે દ્વેષભાવ કરતા નથી પરંતુ તેઓને કઈ રીતે હિતની પ્રાપ્તિ થાય તેની ચિંતા કરે છે અને સ્વપ્રયત્નથી તેવા કોઈ જીવને હિતની પ્રાપ્તિ થઈ શકે તેમ જણાય તો અતિવિવેકપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરીને તેવા જીવોને માર્ગમાં લાવવા માટે પણ યત્ન કરે છે. વળી, જે જીવો માર્ગમાં આવી શકે તેવા નથી તેઓ પ્રત્યે પણ તેઓના હિતની ચિંતાનો જ પરિણામ ધારણ કરે છે, પરંતુ દ્વેષ કરતા નથી. આ રીતે તે મહાત્માનું ચિત્ત સદા અયોગ્ય જીવોના વિષયમાં પણ હિતચિંતાને અનુકૂળ પરિણામ વહન કરે છે અને તેના દ્વારા પોતાના આત્માનું જ હિત સાધે છે. IIII અવતરણિકા : વળી, મહાત્મા અન્ય જીવો વિષયક અન્ય પણ કેવા પ્રકારની હિતચિંતાની ભાવના કરે છે. તે બતાવે છે શ્લોક ઃ परमात्मनि विमलात्मनां परिणम्य वसन्तु । વિનય ! સમામૃતપાનતો, નનતા વિનસન્તુ વિનવ૦ ૮।। શ્લોકાર્થ : - વિમલ આત્માને પરિણમન પમાડીને સંસારીજીવો પરમાત્મામાં વસો. જનતા=જીવો, સમતારૂપી અમૃતના પાનથી વિલાસ કરો. હે વિનય ! તું એ પ્રમાણે ચિંતવન કર. IIII ભાવાર્થ: મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કર્મના વિનયનના અર્થી એવા હે જીવ ! તું જગતના
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy