SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ૧૩. ત્રિીભાવના-ગીત | શ્લોક-૪-૫ પુષ્ટ એવા હે જીવ!તું, વિવેકરૂપી કલહંસતાને તત્ત્વાતત્ત્વના વિભાગને પૃથફ કરવા રૂપ હંસતાને, ધારણ કર. ll૪ll ભાવાર્થ : વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – જેમ સમુદ્રમાં રહેલી માછલી સમુદ્રને છોડીને બહાર આવવા યત્ન કરતી નથી તેમ તત્ત્વના ભાવનથી ભાવિત થયેલ એવો તું પણ સમરસમાં અવગાહન કરનાર બનેલો છે તેથી સદા ચિત્તને તત્ત્વથી ભાવિત કરીને સમતાની વૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો થયો છે છતાં કોઈક તેવા પ્રકારના બાહ્ય નિમિત્તને પામીને કોઈક જીવના કોઈક વર્તનને જોઈને કલહ પરિણામવાળો બને છે. વસ્તુતઃ સંતપુરુષોને માટે અન્ય જીવોના અનુચિત વર્તનને જોઈને ચિત્તમાં ક્લેશ કરવો ઉચિત નથી માટે તું આત્માને તે રીતે ભાવિત કર કે જેથી કોઈ જીવોના, કોઈ પ્રકારના વર્તન આદિના નિમિત્તને પામીને ચિત્તમાં કલહનો પરિણામ ન થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ સ્થિર થાય તેવો દઢ યત્ન કરે છે; કેમ કે અન્ય જીવોના તે પ્રકારના વર્તન આદિના નિમિત્તને પામી જો ચિત્તમાં કલહનો પરિણામ થાય તો સર્વ જીવોના હિતને અનુકૂળ જે મૈત્રીભાવના કરી છે તે નાશ પામે છે. તેથી તે મૈત્રીભાવનાના રક્ષણ માટે અને વૃદ્ધિ માટે પણ તું તેવા કલહપરિણામનો ત્યાગ કર. વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ પરિણામરૂપ ગુણનો પરિચય કરીને તેં તારા આત્માને પુષ્ટ કર્યો છે તેથી ગુણ પ્રત્યેના પક્ષપાતના પરિણામથી પુષ્ટ થયેલા હે આત્મન ! તું વિવેકરૂપી કલહંસતાનો સ્વીકાર કર. અર્થાત્ વિચાર કર કે જગતમાં સર્વ જીવો સ્વરૂપથી સમાન જ છે. કર્મના ઉપદ્રવથી જીવોમાં જે કોઈ વિકૃતિઓ થયેલી છે તેને વશ જ તે તે જીવો તે તે પ્રકારનાં અનુચિત વર્તન કરે છે અને તે અનુચિત વર્તન કરીને વર્તમાનમાં ચિત્તના કાલુષ્યને પામે છે જેનાથી ક્લિષ્ટ કર્મો બાંધી ફળરૂપે દુર્ગતિઓના અનર્થોને પ્રાપ્ત કરે છે. જે જીવો આ રીતે દુઃખી થતા હોય તેઓ પ્રત્યે તારે કરૂણા કરવી જોઈએ તેના બદલે તું ક્લેશ કરે છે તે કઈ રીતે ઉચિત કહેવાય ? એ પ્રકારના વિવેકને પ્રગટ કરાવે તેથી નિર્મળ દૃષ્ટિનો તું આશ્રય કર. જેથી તું જે ગુણના પરિચયથી પુષ્ટ થયો છે તે ગુણનો પરિચય અતિશય-અતિશયતર થાય. પરંતુ અન્ય જીવોના વર્તનને જોઈને પ્રાપ્ત કરાયેલી ગુણસંપત્તિનો નાશ કરનાર તું ન બન. IIઝા શ્લોક - शत्रुजनाः सुखिनः समे, मत्सरमपहाय । सन्तु गन्तुमनसोऽप्यमी, शिवसौख्यगृहाय ।।विनय० ५।। શ્લોકાર્ચ - શત્રુ લોકો મત્સરનો ત્યાગ કરીને મારા પ્રત્યેના મત્સરભાવનો ત્યાગ કરીને, સમપરિણામમાં
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy