SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. બોધિદુર્લભભાવના | શ્લોક–૧–૨ 929 બળથી સદા સ્વભૂમિકા અનુસાર યોગમાર્ગને સેવીને અવશ્ય મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવા માટે સદા ઉદ્યમ કરે છે તેથી તેઓનું બોધિ મુક્ત અવસ્થાનું પ્રાપક છે. વળી, તે બોધિ આત્મામાં જે દ્વંદ્વો છે તેને શાંત કરનાર છે તેથી નિઃસપત્ન છે. વળી, તે બોધિ અત્યંત દુઃપ્રાપ્ય છે; કેમ કે અનંતકાળથી સંસારમાં ભટકતા જીવને અનંતી વખત બાહ્યથી તીર્થંકરનો યોગ કે દેવભવની પ્રાપ્તિ થઈ છે તોપણ પોતાનો જીવ ત્યારે ભારેકર્મી હોવાથી અત્યારસુધી બોધિની પ્રાપ્તિ થઈ નહીં આથી જ જીવ સંસારમાં ચારેય ગતિઓમાં ભટક્યા કરે છે. તેમાં દુષ્પ્રાપ્ય એવું બોધિ કોઈક રીતે પ્રાપ્ત થયું હોય કે બોધિ સન્મુખભાવ પ્રાપ્ત થયો હોય તેવા જીવોને ઉદ્દેશીને ગ્રંથકારશ્રી કહે છે – હે ઉત્તમબુદ્ધિવાળા જીવો ! તમે એવા બોધિરત્નનું અત્યંત સેવન કરો. આ પ્રકારે કોઈ મહાત્મા વારંવાર ભાવન કરે તો તેને બોધિ પ્રત્યેનો પક્ષપાત થાય છે અને બોધિ પ્રત્યેના પક્ષપાતવાળા જીવો જિનવચનઅનુસાર તેની પ્રાપ્તિના ઉપાયો જાણે અને તેમાં સમ્યગ્ યત્ન કરે તો બોધિ પ્રાપ્ત ન થયુ હોય તોપણ અવશ્ય પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયું હોય તો નિર્મળ-નિર્મળતર થાય છે. II શ્લોક ઃ अनादौ निगोदान्धकूपे स्थितानामजस्त्रं जनुर्मृत्युदुःखार्दितानाम् । परिणामशुद्धिः कुतस्तादृशी स्याद्, यया हन्त तस्माद्विनिर्यान्ति जीवाः ।।२।। શ્લોકાર્થ : ખેદની વાત છે કે અનાદિ નિગોદરૂપી અંધકૂવામાં રહેલા અને સતત જ્ન્મમૃત્યુના દુઃખથી દુખિત એવા જીવોને તેવા પ્રકારની પરિણામની શુદ્ધિ ક્યાંથી થાય જેના વડે=જે પરિણામની શુદ્ધિ વડે, તેનાથી=નિગોદરૂપી અંધકૂવામાંથી, જીવો બહાર નીકળે ? ।।૨।। ભાવાર્થ: પૂર્વ શ્લોકમાં કહ્યું કે બોધિની પ્રાપ્તિ દુષ્પ્રાપ્ય છે. કેમ દુષ્પ્રાપ્ય છે ? તેને સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે સંસારીજીવોનો આત્મા અનાદિકાળથી નિગોદરૂપી અંધકૂવામાં હોય છે જ્યાં ગાઢ જ્ઞાનાવરણીયકર્મના ઉદયને કારણે જીવની ચેતના અત્યંત મંદ મંદ વર્તે છે. વળી, દર્શનમોહનીયકર્મના ઉદયને કારણે તત્ત્વના સન્મુખ઼ભાવની પણ પ્રાપ્તિ ત્યાં થઈ શકે તેમ નથી. સતત જન્મ અને મરણનાં દુ:ખોથી દુઃખી તેઓ સદા અસ્વસ્થતાના પરિણામમાં વર્તે છે. માટે નિગોદમાંથી બહાર નીકળી શકાય તેવી કંઈક પણ પરિણામની શુદ્ધિ તેઓને પ્રાયઃ થતી નથી. તેથી જ અનંત અનંત પુદ્ગલપરાવર્તથી નિગોદમાં જન્મે છે, નિગોદમાં જ મરે છે. આપણો પણ આત્મા આ રીતે અનંત અનંત પુદ્ગલપરાવર્તી નિગોદમાં પસાર કરીને આવેલ છે. જ્યાંસુધી તેવા પ્રકારની પરિણામની શુદ્ધિની પ્રાપ્તિ ન થઈ ત્યાંસુધી આપણો પણ આત્મા નિગોદમાંથી બહાર નીકળી શક્યો નહિ અને જે જીવો હજી પણ તેવી પરિણામની શુદ્ધિ પામ્યા નથી તે નિગોદમાંથી બહાર નીકળતા નથી. આ રીતે ભગવાનના શાસનના રહસ્યની પ્રાપ્તિને અનુકૂળ તેવી સામગ્રી પણ
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy