SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ૧૧. લોકવરૂપભાવના / બ્લોક--૭. કાળ આવે ત્યારે તે પ્રકારે તે પુદ્ગલો ઉદ્યમ કરીને તે તે ભાવથી પરિણમન પામે છે. વળી, જીવો અને પુદ્ગલો આ નાટક પોતપોતાના સ્વભાવ અનુસાર કરે છે અને તેથી જે કાળમાં જે પ્રકારનો નાટક કરવાનો સ્વભાવ તે તે જીવમાં અને તે તે પુલમાં વર્તે છે તે કાળમાં તે પ્રકારના સ્વભાવને વશ થઈને તે તે જીવ અને તે તે પુદ્ગલ તે તે ભાવને ભજવે છે. વળી, જીવો પુદ્ગલોને ગ્રહણ કરીને આ નાટક કરવા માટે કર્મરૂપી વાજિંત્રોને ગ્રહણ કરીને જે જે પ્રકારની નિયતિ હોય તે તે પ્રકારની નિયતિ અનુસાર તે તે નાટકો કરે છે. તેથી જે પ્રકારનું નાટક કરવાની જે જીવની જે પ્રકારની નિયતિ છે તે અનુસાર તે પ્રકારનાં કર્મોને બાંધીને તે જીવ તે પ્રકારની નાટકની ક્રિયા સંસારમાં કરે છે. આ રીતે ચૌદરાજલોકરૂપી નાટકની ભૂમિમાં પુદ્ગલો અને જીવો અનેક પ્રકારનાં નાટકો કરે છે તે પ્રકારે તેનું સ્વરૂપ વિચારીને મહાત્માઓ ભવભ્રમણરૂપી નાટકથી ખિન્ન થઈને તેમાંથી નીકળવા માટે બદ્ધ પરિણામવાળા થાય છે. તેથી તે ભવરૂપી નાટકક્ષેત્રમાંથી નીકળવાનો ઉપાય બતાવનાર સર્વજ્ઞનું વચન છે તેમ નિર્ણય કરીને સર્વજ્ઞના વચનના રહસ્યને જાણવા સર્વશક્તિ ઉદ્યમ કરે છે અને જાણીને પોતાની શક્તિ અનુસાર જિનવચનને સેવીને સંસારસાગરથી પાર ઊતરવા માટે માર્ગાનુસારી યત્ન કરે છે. IIકા શ્લોક : एवं लोको भाव्यमानो विविक्त्या, विज्ञानां स्यान् मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः ।।७।। શ્લોકાર્ય : આ રીતે=પૂર્વ શ્લોકમાં કહ્યું, એ રીતે, વિવિક્તિથી=વિભાગથી=જીવ અને પુગલના નાટકના વિભાગથી, ભાવન કરાતો એવો લોકવિજ્ઞાન પુરુષોના બુદ્ધિશાળી એવા પુરુષોના, માનસન્થર્યનો હેતુ છે અને માનસમાં શૈર્ય પ્રાપ્ત થયે છતે આત્મનીના આત્માના હિતને કરે એવી, અધ્યાત્મના સૌષ્યની પ્રસૂતિ અધ્યાત્મના સુખની પ્રાપ્તિ, સમાય જ છે. છતા ભાવાર્થ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે કોઈ મહાત્મા મુગલો અને જીવોનું લોકરૂપી રંગમંડપમાં કઈ રીતે નૃત્ય થાય છે તેનું ભાવન કરે તો સંસારના વાસ્તવિક સ્વરૂપનો સ્પષ્ટ બોધ થાય છે અને તેના કારણે બુદ્ધિમાન એવા તે પુરુષોને બાહ્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટે છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે ઉત્કટ ઇચ્છા થાય છે. તેથી લોકસ્વરૂપભાવનાથી ભાવિત થવાના કારણે તે મહાત્માઓનું માનસ લોકના વાસ્તવિક સ્વરૂપના અવલોકનથી આત્મભાવને અભિમુખ સ્થિરભાવવાળું બને છે અને ચિત્ત લોકના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિરભાવને પામે તો મોહજન્ય આકર્ષણ ઓછાં થાય છે. તેથી આત્માના હિતને કરનારી અધ્યાત્મના સુખની પ્રસૂતિ તે મહાત્મા માટે સુપ્રાપ્ય બને છે. સામાન્ય રીતે સંસારીજીવોને બાહ્ય પદાર્થો પ્રત્યે જ આકર્ષણ થાય છે તેથી પુદ્ગલનાં સુખોમાં જ રમનારા હોય છે. અધ્યાત્મસુખથી તેઓ સદા
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy