SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શાંતસુધારસ શ્લોકાર્ય : તારી કૃપાથી=ધર્મની કૃપાથી, ગહન એવું વન દ્રગતિસમૃદ્ધ એવું નગર થાય છે, કૃશાનુ=અગ્નિ, જલ થાય છે અને સમુદ્ર શીધ્ર સ્થલ થાય છે. સર્વ કામિત સિદ્ધિને આપનાર સર્વ ઈચ્છિત ફળને આપનાર, ધર્મ છે. પર એવા બહુ વડે ધર્મથી અતિરિક્ત બાહ્ય એવી ધનધાન્યાદિ એવી બહુ સામગ્રી વડે શું ? IIછા ભાવાર્થ ધર્મની કૃપાથી ગહન એવું વન પણ સમૃદ્ધ નગર બને છે. આથી જ કોઈ પુણ્યશાળી જીવ કોઈક રીતે જંગલમાં એકલો પડી જાય અને રક્ષણની જરૂર હોય તો તેના તપતા પુણ્યના કારણે આવર્જિત થયેલા કોઈક દેવને પણ તેને સહાય કરવાનું મન થાય છે અને તે અટવીમાં પણ મહાસમૃદ્ધિવાળું નગર કરી આપે છે તે ધર્મની જ કૃપા છે. વળી અગ્નિ જીવને બાળીને ભસ્મ કરે છે છતાં કોઈક પુણ્યશાળી જીવ દાવાનળમાં ફસાયેલો હોય તો તેના તપતા પુણ્યને કારણે તે દાવાનળ જ જલરૂપે થાય છે તે ધર્મની જ કૃપા છે. વળી મોટા સમુદ્રને પણ ક્ષણમાં ધર્મ કોઈક દેવતાદિની સહાય પ્રાપ્ત કરાવીને સ્થલ રૂપે કરે છે તેથી તે જીવના તપતા પુણ્યથી તે જીવની સુરક્ષા અર્થે દેવાદિ કોઈક સ્થલ ઊભું કરે છે. જે ધર્મની જ કૃપા છે. માટે સર્વ કામિત વસ્તુની સિદ્ધિને દેનાર ધર્મ છે. તેથી બહુ એવા અપર વડે=ધનધાન્યાદિ વડે શું? અર્થાત્ વિચારક જીવે ધનધાન્યાદિમાં રાગને ધારણ કરીને તેને જ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવો જોઈએ નહીં પરંતુ સર્વ ઇષ્ટ વસ્તુને આપનાર એવા ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ ધનના અર્થી જીવોને ધન આપે છે, કામના અર્થી જીવોને કામ આપે છે અને સુંદર રીતે સેવાયેલો ધર્મ જે અર્થ, કામ આપે છે તે અર્થકામ પણ જીવને આ લોકમાં અને પરલોકમાં સુંદર ફળ પ્રાપ્ત કરાવે તેવા હોય છે અને અંતે પૂર્ણ સુખરૂપ મોક્ષને આપે છે. આમ, સર્વ ઇષ્ટ વસ્તુને આપનાર એવા ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. આવા શ્લોક : इह यच्छसि सुखमुदितदशाङ्ग, प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ।।पालय० ८।। શ્લોકાર્ચ - હે ધર્મ ! તું અહીં મનુષ્યના ભવમાં, ઉતિ દશાંગવા[=પ્રગટ થયેલા દશ અંગવાળું, સુખ આપે છે. પ્રત્ય=જન્માંતરમાં, ઈન્દ્રાદિ પદોને આપે છે અને ક્રમથી નિઃશ્રેયસ સુખ દેનારા એવા જ્ઞાનાદિ=સમ્યફ દર્શન, જ્ઞાન, ચારિત્રને, આપે છે. IIkI ભાવાર્થમહાત્માઓ પોતાના ચિત્તમાં ધર્મનું માહાત્મ અત્યંત સ્થિર કરવા અર્થે ધર્મને ઉદ્દેશીને કહે છે હે ધર્મ !
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy