SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત / બ્લોક-૧-૨ ૧૫ (૪) શિવસુખસાધન : વળી, ભગવાનનો કહેલો ધર્મ મોક્ષરૂપી સુખનું સાધન છે; કેમ કે મોક્ષ એ જીવની સ્વભાવરૂપ પરિણતિ છે અને તે સ્વભાવરૂપ પરિણતિને પ્રગટ કરવાનો અંતરંગ ઉચિત વ્યાપાર તે જિનધર્મ છે. માટે જિનધર્મ મોક્ષના સુખનું સાધન છે. (૫) ભવભયબાધનઃ વળી, ધર્મ ભાવભયને બાધન કરે છે. આશય એ છે કે એ ચારગતિના પરિભ્રમણ સ્વરૂપ આ સંસાર છે. નિર્વિચારક જીવો ભવના વાસ્તવિક સ્વરૂપને જોતા નથી. તેથી માત્ર જે ઇન્દ્રિયોને સન્મુખ અનુકૂળ ભાવો છે તેને મેળવવા યત્ન કરે છે અને ઇન્દ્રિયોને પ્રતિકૂળ ભાવોને દૂર કરવા યત્ન કરે છે. આ રીતે પ્રાપ્ત થયેલો મનુષ્યભવ વ્યર્થ પૂર્ણ કરે છે. પરંતુ જેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે તેઓને દેહમાં રહેલો પોતાનો આત્મા શાશ્વત દેખાય છે અને શાશ્વત એવો પોતાનો આત્મા એક ભવમાંથી બીજા ભવમાં ભમીને અનેક કદર્થનાઓ પામે છે તે પણ બુદ્ધિથી દેખાય છે. તેથી ભવના ભ્રમણથી તેઓ ભય પામે છે અને જેઓ ભવના ભ્રમણથી ભય પામેલા છે તેઓના “ભવભ્રમણનું નિવારણ કરનાર ભગવાનનો ધર્મ છે,” તેવો બોધ થાય ત્યારે ભવથી ભય પામેલા એવા તેઓ જિનધર્મને સંવેગપૂર્વક સેવે છે ત્યારે તેઓને અંતરંગ વિશ્વાસ પ્રગટે છે કે હવે મારા માટે ભવનું ભ્રમણ નથી. તેથી તે જીવમાં રહેલ ભવના ભ્રમણનું બાધન કરનાર જિનધર્મ બને છે. (૧) જગદાધાર : વળી, જિનધર્મ જગતનો આધાર છે; કેમ કે જગતવર્તી જીવો કર્મને પરવશ ચારે ગતિઓમાં વિડંબના પામે છે અને તે વિડંબનામાંથી રક્ષણ કરનાર કોઈ નથી. પરંતુ સમ્યગુ રીતે સેવાયેલો ભગવાનનો ધર્મ જ તેઓનું રક્ષણ કરનાર છે માટે ભગવાનનો કહેલો ધર્મ દુર્ગતિમાં પડતા જગતના જીવોનું રક્ષણ કરીને આધાર બને છે. (૭) ગંભીરઃ વળી, ભગવાનનો ધર્મ ગંભીર છે આથી જ તેનું પારમાર્થિક રહસ્ય બુદ્ધિમાન પુરુષો પ્રાપ્ત કરી શકે છે. સ્થૂલ દૃષ્ટિવાળા જીવો તો સ્થૂલ આચરણાત્મક બાહ્ય ધર્મને જોનારા છે. વસ્તુતઃ બાહ્ય આચરણા જિનધર્મ નથી પરંતુ બાહ્ય આચરણાના અવલંબનથી અંતરંગ રીતે ભગવાનનું વચન અને ભગવાનના ગુણો પ્રત્યે પ્રગટ થતો રાગનો પરિણામ જિનધર્મ છે અને તે પદાર્થ અતિ સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રાહ્ય છે. તેથી ભગવાનનો ધર્મ ગંભીર છે. આવા શ્લોક - सिञ्चति पयसा जलधरपटली भूतलममृतमयेन । सूर्याचन्द्रमसावुदयेते, तव महिमातिशयेन ।।पालय० २।।
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy