SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ૧૦. ધર્મ સવાખ્યાતભાવના-ગીત / શ્લોક-૧ શ્લોક : प्राज्यं राज्यं सुभगदयिता नन्दना नन्दनानां, रम्यं रूपं सरसकविताचातुरी सुस्वरत्वम् । नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिं, किंनु ब्रूमः फलपरिणति, धर्मकल्पद्रुमस्य ।।७।। શ્લોકાર્ચ - વિશાળ રાજ્ય, સુંદર સ્ત્રી, પુત્રોના પુત્રો, રમ્યરૂપ, સુંદર કવિતાની ચતુરાઈ, સુસ્વરત્વપણું, નીરોગીપણું, ગુણનો પરિચય, સજ્જનપણું, સુબુદ્ધિ, ધર્મરૂપ કલ્પદ્રુમની ફળપરિણતિ, અમે શું કહીએ=શું સ્તુતિ કરીએ ? અર્થાત્ સ્તુતિ કરવા યોગ્ય છે. પણ ભાવાર્થ : જે મહાત્માઓ શ્લોક-૧ અને શ્લોક-રમાં બતાવેલ દસ પ્રકારનો ધર્મ નિરાશસભાવથી સેવે છે તે ધર્મના અંતિમફળ રૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી સુદેવ અને સુમાનુષત્વમાં જાય છે. વળી, તેવા જીવો ધર્મસેવનના ફળ રૂપે મનુષ્યભવમાં વિશાળ રાજ્યની, સંપદા, કુલશીલસંપન્ન વગેરે અનેક ગુણોથી યુક્ત સુંદર સ્ત્રીની પ્રાપ્તિ કરે છે. વળી, તેને ઘણા પુત્રોના પુત્રો થાય છે. વળી સુંદર રૂપ, સુંદર કવિતાની ચતુરાઈ, સુસ્વરત્વપણું, આરોગ્યવાળો દેહ, પ્રકૃતિથી ગુણોને સેવવાની મનોવૃત્તિ, સજ્જનપણું, નિર્મલબુદ્ધિ, વગેરે ધર્મ-કલ્પવૃક્ષના ફળ રૂપે તે જીવોને પ્રાપ્ત થાય છે અને અંતે ઉત્તરોત્તર સદ્ગતિઓની પરંપરાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવા સુંદર ફળવાળા ધર્મની અમે શું સ્તુતિ કરીએ ? એ પ્રમાણે કહીને મહાત્મા ધર્મ પ્રત્યેનો પોતાનો આદર અતિશયિત કરે છે જેથી અત્યંત પ્રણિધાનપૂર્વક ધર્મ સેવવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. શા ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત) શ્લોક : पालय पालय रे पालय मां जिनधर्म ! मङ्गलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन, भवभयबाधन, जगदाधार गंभीर ।।पालय० १।। શ્લોકાર્ચ - હે જિનધર્મ! તું મારું પાલન કર અર્થાત્ અત્યંત પાલન કર. તે જિનધર્મ કેવો છે એ સ્પષ્ટ કરે
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy