SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શાંતસુધારસ રત્નત્રયીના પરિણામ રૂપ અંતરંગ સમૃદ્ધિ પ્રત્યે સંતોષ ધારણ કરે અને તે સંતોષ રૂપ મોટા સેતુ વડે અનાદિથી ધસમસતા લોભના પ્રવાહનો તું નિરોધ કર. આ રીતે ભાવન કરીને રત્નત્રયીના પરિણામમાં જ સંતોષ ધારણ કરવા માટે મહાત્મા ઉદ્યમશીલ થાય છે. આ પ્રકારની ભાવનાથી જે જે પ્રકારના ઉપયોગનો પ્રકર્ષ થાય છે તે તે પ્રકારે ક્રોધ આદિ ચાર કષાયથી વિરોધી એવા ક્ષમાદિ પ્રત્યેના પક્ષપાતના સંસ્કારોનું આધાન થાય છે જેના બળથી તે તે અંશથી તે મહાત્મા સંવરભાવને પ્રાપ્ત કરે છે. IIaI શ્લોક : गुप्तिभिस्तिसृभिरेवमजय्यान, त्रीन् विजित्य तरसाऽधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ।।४।। શ્લોકાર્ધ : આ રીતે જેમ શ્લોક-૩માં ક્રોધાદિના વિરોધ માટે કહ્યું એ રીતે, જીતવા માટે અશક્ય એવા અધમ ત્રણ યોગોનો ત્રણ ગુતિઓ વડે શીઘ વિજય કરીને સુંદર સંવરપથમાં તું યત્ન કર. જેથી અનીતિ નહિ ધારેલું, ઈદ્ધપ્રકાશમાન, એવું હિત તું પ્રાપ્ત કરીશ. ll૪|| ભાવાર્થ - સંવરભાવનાની વિશેષ પ્રકારની નિષ્પત્તિ અર્થે મહાત્મા વિચારે છે કે આત્માના ત્રણ પ્રકારના અધમયોગોને જીતવા અતિ દુષ્કર છે. આથી જ તે યોગો દ્વારા જીવ અનેક પાપો કરીને દુર્ગતિઓની પરંપરા પ્રાપ્ત કરે છે. તે અધમયોગોની અધમતાનું સમ્યગુ સમાલોચન કરીને જિનવચનાનુસાર મન-વચન-કાયાને પ્રવર્તાવવા રૂપ ત્રણ ગુપ્તિઓથી તું તે અધમયોગોનો જય કર. જેથી તને સુંદર સંવરપથ પ્રાપ્ત થાય; કેમ કે જિનવચનથી નિયંત્રિત થયેલા ત્રણે યોગો ઉત્તરોત્તર સંવરની વૃદ્ધિ કરીને વીતરાગભાવની અભિમુખ જનારા બને છે અને તેવા સંવરપથમાં જો તું યત્ન કરીશ તો ધાર્યું નથી એવું શ્રેષ્ઠકોટિનું હિત તને પ્રાપ્ત થશે; કેમ કે જેમ જેમ સંવરની વૃદ્ધિ થાય છે તેમ તેમ આત્માની મોહની આકુળતા દૂર થાય છે, અંદરની સ્વસ્થતાની વૃદ્ધિ થાય છે અને દેશસંવરથી પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે. જેના વડે ઉત્તમ એવા દેવભવની અને માનવભવની પ્રાપ્તિ કરીને અંતે પૂર્ણ સંવરની પ્રાપ્તિ થાય છે. જેથી જીવ સર્વકર્મ રહિત થઈને પરમસુખી બને છે માટે હિતનો અર્થ એવો તું દુર્જય એવા યોગોને જીતવા માટે સતત ઉદ્યમશીલ થા. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા સંવરની ધારાને તીક્ષ્ણ કરે છે. Iકા શ્લોક : एवं रुद्धष्वमलहृदयैराश्रवेष्वाप्तवाक्यश्रद्धाचञ्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली । शुद्धोगैर्जवनपवनैः प्रेरितो जीवपोतः, स्रोतस्तीवा॑ भवजलनिधेर्याति निर्वाणपुर्याम् ।।५।।
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy