SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩. મૂળશુદ્ધિ ભાગ-૧ ધન્ય કથાનક હું સવિસ્તર અર્થ કહું છું. તે ધ્યાન દઈને સાંભળો. તરત જ બધા સાવધાન થઈ બેસી ગયા. ત્યારે રત્નપ્રભા બોલી. આ શ્રીવર્ધન નગરની તો બધાને જાણ છે જ. આ જ નગરમાં જન્મથી દરિદ્ર દરરોજ લાકડા વેચી આજીવિકા ચલાવનારો ભમ્મલિક નામે કાવડિયો-કઠિયારો છે. તેને ધન્યા નામની સ્ત્રી હતી. તે બંને પ્રતિદિવસ રાત્રિનાં છેલ્લા પહોરે મહોદયા નદીમાં ઉતરી કાઇ લાવે છે. અને માથે ઉપાડી ઉદ્યાનની નજીકના આ વટવૃક્ષની છાયામાં વિસામો લઈ નગરમાં પ્રવેશે છે. એક દિવસ વિસામો ખાવા બેસેલી ધન્યાએ પતિને કહ્યું નાથ ! તરસથી મારું ગલું સુકાય છે. જો તમે કહેતા હો તો નદીમાં જઈ પાણી પીને આવું. ત્યારે ભગ્ગલિક કઠિયારો કહે ભદ્રે ! આપણું ઘર નજીક જ છે માટે આપણે જઈએ. ધન્યા કહે મને બહુ તરસ લાગી છે. ભગ્ગલિક કહે જો એમ હોય તો જલ્દી જઈ આવ. ધન્યા ગઈ, પાણી પીને જેટલામાં પાછી આવે છે. તેટલામાં આ સોહામણો બગીચો જુએ છે. ત્યારે ઉદ્યાનની ઉચ્ચકોટિની શોભા જોઈ તે વિચારવા લાગી કે મંદભાગી એવા અમે અંધારામાં જતા હોવાથી અને પાછા વળતા ભારથી અભિભૂત હોવાનાં થાકીને લોથપોથ થઈ જવાના કારણે ક્યારેય પણ આ બાગને નજરથી સારી રીતે નિહાળ્યો નથી. દર્શનીય વસ્તુને જોવી આ જ દ્રષ્ટિયુગલનું ફળ છે, માટે અત્યારે ઉદ્યાનશોભા જોઈને નેત્રો સફળ કરું. - વિસ્મયથી વિસ્ફારિત નેત્રોવાળી, નમેલી ડોકવાળી, વળેલી ખાંધવાળી, વિવિધ શોભાને નિહાળતી આ પ્રદેશે આવી પહોંચી. ત્યારે આ જિનમંદિરને સાક્ષાત નિહાળ્યું. અહો ! આ તો કોઈ આશ્ચર્યકારી દેવગૃહ લાગે છે. તેથી “અંદર જઈને જોઉં' એમ વિચારી પ્રવેશીને જોવા લાગી કે - રત્નનિર્મિત સોપાન પંક્તિવાળું, મણિમય ભૂમિતળવાળું, સુવર્ણમય થાંભલામાં કોતરાયેલી વિવિધભંગીઓવાળી પુતલીયોવાળું, ઈશ્વરગૃહ જેમ રમ્ય અને અનેક રૂપિયાથી ભરપૂર હોય તેમ અનેક રમ્ય આકૃતિ-ચિત્રોથી વ્યાપ્ત, સુંદર શિલ્પવાળા પાત્રથી ભોજન મંડપ જેવું. તારલાવાળા આકાશની જેમ વિસ્તૃત સચિત્ર ચંદરવાવાળુ, કિલ્લાથી યુક્ત શ્રેષ્ઠ નગર જેવું, દેવતાઓથી યુક્ત સ્વર્ગના વિમાન જેવું જિનગૃહને દેખતી દેખતી જ્યારે અંદર પ્રવેશી ત્યારે રાગ અગ્નિને શાંત કરવામાં મેઘસમાન ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ જોઈ સહસા ભક્તિવશ રોમાંચિત થયેલી ધન્યા પ્રભુનાં ચરણે પડી અને વિનંતિ કરવા લાગી હે નાથ ! તારાં ગુણોને અને વંદનવિધિને હું જાણતી નથી. પણ તારી ભક્તિનું ફળ મને મળો. તેણીએ વિચાર્યું કે સ્નાનપૂર્વક પૂજા કરીને વંદન કરું તો સારું. પણ અમારા જેવા કમભાગીને પુષ્પાદિ સામગ્રી ન હોવાથી આ આશા કેવી રીતે પુરી થાય? એમ વિચારતાં તેના મનમાં જંગલમાં દેખેલા સફેદ કમલપત્રો સ્કૂર્યા. (એટલે તે પત્રો તેને યાદ આવ્યા) કાલે વિધિથી પૂજા કરીશ. એમ અધૂરા મનોરથવાળી પતિ પાસે ગઈ. તેને પૂછયું આટલો બધો સમય કેમ લાગ્યો. તેણીએ કહ્યું મેં કોઈ દેવનું અતિ અદ્ભૂત બિમ્બ જોયું. તેને જોતાં આટલો સમય સરકી ગયો. તેથી તમે ત્યાં જઈને વાંદીને નિજનયન, જન્મ અને જીવનને સફળ કરો !
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy