SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ जीवाइवत्थूपरमत्थसंथवो, सुदिटुभावाण जईण सेवणा । दूरेण वावण्ण - कुदिट्ठिवज्जणा, चउव्यिहं सदहणं इमं भवे ॥११॥ ગાથાર્થ : (૧) જીવાદિક પદાર્થને પરમાર્થથી જાણવા. (૨) સારી રીતે પદાર્થને જાણનારા યતિઓની સેવા,(૩) નષ્ટ દૃષ્ટિવાળા, અને (૪) કુત્સિત દ્રષ્ટિવાળાથી દૂર રહેવું. એમ આ ચાર પ્રકારની શ્રદ્ધા હોય છે. જીવે-પ્રાણોને ધારણ કરે તે જીવ-પૃથ્વી વગેરે ૧૦ પ્રકાર છે, આદિથી અજીવ પુણ્ય પાપ વગેરે તત્ત્વો-પદાર્થો છે, તેઓને પરમાર્થથી વસ્તુ જે રૂપે રહેલી છે તે રૂપે જિજ્ઞાસાવૃત્તિથી જાણવા. પરમાર્થથી જીવાદિ વસ્તુતત્ત્વના વિસ્તારને જાણવાવાળો જીવ તે પદાર્થોમાં શ્રદ્ધા કરે, તેને નિશ્ચયથી સમકિત હોય છે. કૌતુકથી મિથ્યાત્વીઓ પણ જીવાદિ પદાર્થોનો પરિચય કરે છે તેનાં નિરાસ માટે “પરમાર્થ વિશેષણ ગ્રહણ કર્યું. આ પ્રથમ શ્રદ્ધા સ્થાન... સુદિઠભાવાણ' - યથાર્થ રીતે પદાર્થને જાણનાર સાધુઓની સેવા કરવી, તેનાથી પણ સમ્યકત્વની શ્રદ્ધા કરાય છે. સમ્યફ રીતે પદાર્થ નહિં જાણનાર યતિનાં નિષેધ માટે “સુદ્રષ્ટિભાવ” વિશેષણ મુક્યું છે. એટલે અગીતાર્થ યતિની સેવાથી સમકિતની શ્રદ્ધા તો થતી જ નથી, ઉલ્ટ તેની દેશના સાંભળવાથી બંનેને અનર્થ જ થાય છે. આનાથી વધારે દુઃખની વાત કઈ હોઈ શકે? ધર્મસ્વભાવને નહિ જાણનાર મૂઢ જે અન્યને કુદેશના વડે કષ્ટતર પાપમાં પાડે છે. (પંચ વ.) ષોડશકગ્રંથમાં કહ્યું છે કે... જે કારણથી પરમ જ્ઞાનીઓએ અન્યસ્થાનમાં દેશના કરવી તેને પાપ કહ્યું છે. કારણ કે આ વિપરીત દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય છે. સંસાર અટવીમાં દારુણ ફળ આપે છે. વળી અગીતાર્થ દેશના યોગ્ય નથી કેમ કે જે સાવદ્ય અને અનવદ્ય વચનોનો ભેદ જાણતો નથી તે બોલવા પણ સમર્થ નથી. તે દેશના કેવી રીતે કરી શકે ? લાખો ભવનું મથન કરનારા, ભવ્યકમળોને વિકસિત કરનારા, જિનભાષિત ધર્મ યોગોદ્ધહન કરેલા સાધુએ જ કહેવો જોઈએ આ બીજું શ્રદ્ધા સ્થાન. સમકિત વમી ગયેલા નિહનવો વિગેરે અને કુત્સિત, સ્વચ્છન્દ પ્રરૂપણાવાળા યથાછન્દ વિ.ને દૂરથી તજવા, તે પણ સમક્તિની શ્રદ્ધા માટે થાય છે. કહ્યું છે કે.. . નષ્ટ દૃષ્ટિવાળાનો સંગ કરવો યોગ્ય નથી. કારણ કે તેમનાં વચનો સાંભળવાથી તેમાં જ દ્રઢ અનુરાગ થાય છે. જેમ નિહનવ વિ. ના શિષ્યો તેમાં જ અનુરાગ કરે છે. તથા - એથી જ તેઓના ઉપાશ્રયમાં ભૂલના વશથી આવેલો સાધુ તેઓની ધર્મકથામાં બળ હોતે છતે વિઘાત કરે = વાદ કરી નિરુત્તર કરે, શક્તિ ન હોય તો કાન બંધ કરી દે. કારણ કે તેઓનાં વચનો કર્ણમાં ધારવાથી સાધુ પણ મિથ્યાત્વ પામી જાય, તો પછી ધર્મ-અધર્મને નહિં જાણનાર નિર્બળ શ્રાવક શું ન પામે. આ ત્રીજી, ચોથી શ્રદ્ધા થઈ. એમ ચાર પ્રકારની શ્રદ્ધા કહી. ૧૫ હવે આગારની વ્યાખ્યા કરતાં કહે છે....
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy