SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ (પૃથ્વીસાર-કીર્તિદેવકથા) ૫ ત્રણેકાલ, નવપદ સહિત છ દ્રવ્ય, છ લેશ્યા, છ જીવનિકાય, પાંચ-વ્રત, સમિતિ, ગતિ-જ્ઞાન ચારિત્રનાં ભેદો, અને પાંચ બીજા અસ્તિકાય, ત્રિભુવનપતિએ આને મોક્ષનું મૂળ તરીકે ફરમાવ્યું છે. એને જે બુદ્ધિશાળી જાણે, શ્રદ્ધા કરે, અને આચરણ કરે તે શુદ્ધ દ્રષ્ટિવાળો જાણવો. (૪૧) જો મોક્ષસુખની સંપત્તિ ઇચ્છતા હો તો તે ત્રણેમાં યત્ન કરો એવા ગુણવચન સાંભળી પિતા સહિત બંને ભાઈએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. શ્રાવકધર્મમાં ભારે પ્રયત્ન કરતા તેઓ સમય પસાર કરે છે. પણ એક વખત અશુભ કર્મનો ઉદય થવાથી વીરચંદ્રને વિચિકિત્સા જાગી. તે વિચારવા લાગ્યો જિનવંદન, સાધુસેવા, સામાયિક વિગેરે ક્રિયા દ્વારા શરીરને હું કષ્ટ આપું છું. તથા જિનપૂજામાં, મુનિને વહોરાવામાં, દીનાદિને દાનમાં હું ઘણો ખર્ચ કરું છું. અને એ વાત તો ચોક્કસ છે કે અરિહંતની આજ્ઞા પ્રમાણે વર્તનારને સ્વર્ગ, મોક્ષ મળે તો છે. શું મને “આનાથી સ્વર્ગ કે મોક્ષ મળશે કે નહિં અહિં કાંઈ પ્રત્યક્ષ તો દેખાતું નથી.” અને જોઈ શકાતું નથી. એ પ્રમાણે વિચિકિત્સાથી સમય પસાર કરે છે. થોડા કાલ પછી સૂરચંદ્ર તપથી સુકાયેલાં શરીરવાળા, માત્ર નસોવાળા, લોહિ માંસ વગરના, જેમાં સુકા હાડકાનો અવાજ થાય છે. જાણે હાડકાનો માળો હોય એવા શરીરવાળા, સાધુ યુગલને દેખી વિચિકિત્સા જાગી અને વિચારવા લાગ્યો, કે જેમ બીજાને પીડા કરવાની નથી. તેમ આત્માનેય પણ પીડા આપવી યુક્ત નથી. બીજા ઘણાં શુભ - સાધુની સેવા, દાનદયા વિગેરે સરલ મોક્ષસાધક અનુષ્ઠાન છે, તો તપથી આત્માને કષ્ટ આપવાની શી જરૂર ? અન્ય દર્શનીઓએ પણ સુકર અનુષ્ઠાનથી મોક્ષ કહ્યો છે. તો ભગવાને પણ તેમ કહ્યું હોત તો શું બગડી જવાનું હતું ? એમ સમકિત વિરાધી મિથ્યાત્વ આપનાર બોધિ પ્રાપ્તિ ન થાય તેવું કર્મ બાંધી મરીને વ્યંતર થાય છે. શેઠ પણ કાળ કરી સૌધર્મ દેવલોકે ગયો, ત્યાંથી ચ્યવી સોભાંજણી નગરીમાં શ્રીદેવ શેઠની યશોધરા પત્નીની કુક્ષિમાં અવતર્યો. તેનું સિંહ એવું નામ પાડ્યું, કલાકલાપાદિથી પ્રકર્ષને વહન કરતો યૌવનને પામ્યો. સમાનકુલ, શીલ, રૂપ, યૌવન, લાવણ્યવાળી, રૂપિણી કન્યાને પરણ્યો. તેની સાથે દોગુંદક દેવની જેમ સર્વ ઈન્દ્રિયોને આનંદદાયક અને મનોહર વિષયસુખને અનુભવતાં કાળ જઈ રહ્યો છે. એક વખત વર્ષાઋતુની શોભાને દેખવા પ્રસાદ શિખર ઉપર આરુઢ થયો. તેની પાછળ ચઢતી રૂપિણી ઉપર વિજળી પડી અને મરણને શરણ થઇ. હાહારવ થયો. તે દેખી સિંહ વિલાપ કરવા લાગ્યો. હાહા પ્રિયે ! સુરૂપાળી ! અરે મારા હૃદયને આનંદ આપનારી ! સુભગા ! શરદપૂર્ણિમાના ચંદ્રસરખા મુખવાળી ! નીલકમળના પાંદડા સરખા નયનવાળી ! કોમલ ચક્રદાર કાળા, વાંકા, દીર્ઘ, સુસ્નિગ્ધ વાળવાળી ! ગુણનો ભંડાર ! દુઃખી અનાથ એવા મને મૂકીને ક્યાં ગઈ ?’ સ્વજનોએ સર્વ મૃતકૃત્ય સમાપ્ત કર્યું. છતાં સિંહ તો શોકાકુલ જ રહે છે. એટલામાં નભસ્તલથી ચારણ ઋષિ અવતર્યા, સિંહે અભ્યુત્થાન કર્યું અને આસન આપ્યું. ઋષિએ દેશના ના બહાને તેને અનુશાસન (હિતશિક્ષા) આપ્યું. સંસાર અસાર છે કારણ કે અહિં મૃત્યુ સ્વછંદચારી છે. કહ્યું છે કે
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy