SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પૃથ્વીસાર અને કીર્તિદેવકથા ઉદરવાળી, પૈડાનો ગોળાકાર મધ્યભાગ જેમ સુંદર નાભિવાળો હોય તેમ સુંદર ઘૂંટીવાળી, વર્ષાકાળની શોભા સુંદર વાદળાવાળી હોય તેમ સુંદર સ્તનવાળી, કાવડને સારા માણસો વહન કરે છે તેમ સુંદર ભારને વહન કરનારી, પ્રજાપાલક રાજાની સંપત્તિ જે યોગ્ય કર(ટેક્સ)વાળી હોય છે તેમ સુંદર હાથવાળી, રામાયણ કથા જેમ સુગ્રીવવાળી હોય તેમ સુંદર ગળાવાળી, જાતિમંત સારિકા (એના) જેમ સુંદર વચનવાળી હોય તેમ સુંદર મુખાકૃતિવાળી, મહાધનવાળા સાધુ અને વાણિયા જેમ હીન નાસિકાવાળા (આબરુ વગરના) ન હોય તેમ અહીણ = બરાબર યોગ્ય પ્રમાણની નાસિકાવાળી, રવિપુરુષ જેમ સુંદરનેત્રવાળો હોય તેમ સારા નામવાળી શ્રાવિકા જેમ સારું શ્રવણ કરનારી હોય તેમ સુંદર કર્ણવાળી, જેમ સુશિષ્યો આદેશ વચનને સાક્ષાત ગુરુ માનનારા હોય તેમ સુંદર શીર્ષવાળી, બાળા જેમ ઘણી મુગ્ધ હોય તેમ સુંદર માથાવાળી. જન્માંતરમાં ઉપાર્જિત વિષયસુખને અનુભવનારા રાજા - રાણીનો કાળ પસાર થઈ રહ્યો છે. તેને એક સાથે પુત્ર યુગલને જન્મ આપ્યો. પૃથ્વીસાર અને કીર્તિદેવ નામ પાડ્યા. રાજા રાણી શ્રાવક શ્રાવિકા હતા. તેથી તેઓ પુત્રને જિનપ્રતિમા અને ગુરુના પગે નમાવે છે. પણ પડતા નથી. અને જબરજસ્તીથી પગે પડાવીએ તો રડવા લાગે છે. તેઓ આઠ વર્ષના થયા ત્યારે બોત્તેર કલા શીખ્યા, છતાં ધર્મમાં જરા પણ પ્રયત્ન કરતા નથી. હે વત્સ ! ત્રણે કાળ ચૈત્યવંદન કરો, સાધુઓની સેવા કરો, એમ પિતા પ્રેરણા કરવા છતાં કાંઈ પણ સ્વીકારતા નથી. એમ કરતાં યુવાન બન્યા. ત્યાં પૂર્વ કર્મોદયથી કીર્તિવર્મનું શરીર એકદમ કુશ-નબળુ પડી ગયું, કે જે તણખલું પણ દૂર કરી ન શકે. અને મહાવેદનાથી ઘેરાયો. વૈદ્યોના પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. મંત્ર તંત્ર પણ ઉખર ભૂમિમાં વાવેલ બીજની જેમ નકામા થયા. ત્યારે બાપે-રાજાએ કહ્યું કે વત્સ ! તારો રોગ વિષમ લાગે છે. પુરુષાર્થથી સાધ્ય નથી. તેથી જિનાલયોમાં મહાપૂજા કરાવ, સાધુઓને વહોરાવ, દીન, અનાથાદિને મહાદાન આપ, સમક્તિપૂર્વક અણુવ્રતોને સ્વીકાર, યથાશક્તિ તપ કર, ભાવનાઓ ભાવ ઈત્યાદિ જિનભાષિત અનુષ્ઠાન આચરવા કહ્યું, પણ તે સ્વીકારતો નથી. ત્યારે રાજા વિચારવા લાગ્યો, અહો ! ભારે કર્મનું કેવું માહાસ્ય છે, કે જેથી આપત્તિ સમયે પ્રેરણા કરવા છતા તેઓ ધર્મમાં પ્રવૃત્ત થતાં નથી. આ અરસામાં કલ્યાણદેવ ઉદ્યાનપાલકે જણાવ્યું કે હાથમાં રહેલ કુવલય ફળની જેમ સંપૂર્ણ ત્રણે લોકનાં સમસ્ત પદાર્થ સમૂહનાં વિસ્તાર અને પરમાર્થને જાણનારાં, અનેક સાધુઓથી પરિવરેલા, દેવદાનવ નરવંદથી વંદિત ચરણકમળવાળા “સંયમસિંહસૂરિ' નામે કેવલી ભગવંત આજે ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી તરત જ કદંબપુષ્પની જેમ રોમાંચિત અંગવાળા રાજાએ “સર્વસામગ્રી તૈયાર કરો” એમ આદેશ કર્યો, સંપાડિઓ - દરબારીઓએ રાજાના આદેશને સંપાદિત કર્યો. તે બધુ કર્યું. અને રાજા વંદન માટે ગયો. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરીને શુદ્ધભૂમિ ઉપર બેઠો. કેવલી ભગવંતે ધર્મરસનું પાન કરાવવાનું શરૂ કર્યું. ધર્મ સુખરૂપી વૃક્ષનું મૂળ છે. દુઃખરૂપી પર્વતને દળવામાં ધર્મ વજસમાન છે. યથાચિંતિત અર્થ સંપાદન કરી આપવા ધર્મ ચિંતામણી રત્નતુલ્ય
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy