SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ મૂળશુદ્ધિ ભાગ-૧ અને આકાશમાંથી શિલાઓ પડવા લાગી, તે દેખી દિશાપાળકો નાઠા, તેની પાછળ ખણનારા પુરુષો પણ દોડ્યા, સાધક પણ ચલચિત્તવાળો મંત્ર જપતો બેઠો છે. તેને જોરથી હુંકારો કરીને ધરણીતલે પાડી, ખાડાને પુરી દેવતા સ્વસ્થાને ગયો. એટલામાં રાત પુરી થઈ ગઈ અને અનેક સિદ્ધવિદ્યાવાળો શિવભૂતિ સિદ્ધ પુરુષ ત્યાં આવ્યો. તેને મંડલ સામગ્રી અને ઘણાં માણસોના પગ દેખ્યા. ત્યારે નજીકમાં જઈને જોયું તો પાસે રહેલ પોથીવાળો જેના હાથમાં રુદ્રાક્ષની માળા રહેલી છે, જેનું શરીર થર-થર ધ્રુજી રહ્યું છે, જેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે, તેમજ ભૂમિ ઉપર આળોટતાં શ્રીધરને જોયો, શિવભૂતિએ જોયું આ વિદ્યાસાધક અસિદ્ધવિદ્યાવાળો વિદ્યાદેવીવડે ફેંકાયો લાગે છે. બિચારો મરે નહિં એવી અનુકંપાથી શિખાબાંધી માંડલું દોર્યું અને દિશાઓ બાંધી સાતવાર પાણીના છાંટણા તેના ઉપર કર્યા. અને તરત જ તે ઉભો થયો, ત્યારે શિવભૂતિએ આશ્વાસન આપ્યું, અને તેની શિખા ફરીથી બાંધી અને વૃત્તાંત પૂછ્યો તેને સર્વ હકીકત કહી. સારા સ્થાને પુસ્તક પોથી મેળવી છે જેથી ત્યાં જ શિવભૂતિએ જીવવાનું શરું કર્યું. અને તે કોઈક અનેક વિજ્ઞાન કલાના અતિશયથી યુક્ત હતો, (પૂર્વમાં હશે) તેનાં સંબંધીનું આ પુસ્તક હોવું જોઈએ, એમાં લખેલું બધું સાચું જ હશે તેથી આની માંગણી કરું. એમ વિચારી શિવભૂતિએ તેને કહ્યું અરે ! ભો ! અનેક ઉપદ્રવ આપનારી આ પોથીનું તારે શું કામ છે ! આના પરિપાલનનો ઉપાય તું જાણતો નથી. એમ હોય તો તમેજ ગ્રહણ કરો. કારણ તમે પ્રાણ આપનારા હોવાથી મારા ગુરુ છો. અને અત્યારે તમે કહેશો એમ કરીશ. હાં કહી પોથી લીધી. ખન્યવાદ મંત્ર અને સાધનનો ઉપાય જોયો, અને સર્વવિધિ કરી આ આ પ્રમાણે જ છે. એમ નિશ્ચય કરી નિધાન ગ્રહણ કરવાનો ઉપાય આરંભ્યો, દ્રઢ હોવાથી નિધાન દેવતા તેમને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો, પ્રગટ થઈ નિધાન પ્રગટ કર્યું તે નિધાનને ગ્રહણ કર્યું. અતિથિ દેવતાની પૂજા કરી. મોજમજા માણી અને પ્રસિદ્ધિને પામ્યો “ઈતિ શ્રીધર કથા સ્માપ્તમ્” એ પ્રમાણે શંકા આ લોકમાં અનર્થ કરનારી છે અને સમકિતના દૂષણભૂત શંકા તો ઉભયલોકમાં આપત્તિના પહાડ ઉભા કરનારી છે. માટે અપ્રમત્ત બની તે શંકાને દૂરથી સલામ કરવા. એ પ્રમાણે શંકા દ્વાર પુરું થયું. કાંક્ષા દ્વાર કહે છે.. બીજા બીજા દર્શનને ગ્રહણ કરવા તે આકાંક્ષા જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી અનિશ્ચિત ચિત્તવાળા જે અપરાપર દર્શનમાં કહેલાં અનુષ્ઠાનને કરે તે. ચકાર દેશ અને સર્વ કાંક્ષાનું સૂચક છે. ત્યાં દેશ કાંક્ષા શાક્યાદિ એક દર્શનની કાંક્ષા, સર્વ દર્શનોની કાંક્ષા તે સર્વ કાંક્ષા, તેનાં વિષે ઐહિક દ્રષ્ટાંત કહે છે. ઈન્દ્રદત્ત કથા આ ભરતક્ષેત્રમાં ધન અને જનથી સમૃદ્ધ માલવ નામે નગર છે. ત્યાં સર્વ પ્રજાનું પરિપાલન કરવામાં તત્પર પ્રતાપી, શત્રુપક્ષને આક્રાંત કરનાર, પૃથ્વીપાલ નામે રાજા છે. તેને પોતાનાં રૂપથી રિતને ઝાંખી પાડતી રિતસુંદરી નામે પટ્ટરાણી છે, તે જ નગરમાં બુદ્ધિ સંપન્ન દાક્ષિણ્યનો દરિયો,
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy