SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ યુદ્ધ થયું. (૧૭૩) યુદ્ધવર્ણન.... બાણથી વીંધાયેલા ધ્વજાના ચિહ્નો પડી રહ્યા છે. ખુંખાર અવાજ કરનારા (કૂદતા) વિવિધ ધડો નાચી રહ્યા છે, ગંડસ્થલ ભેદાવાથી હાથીઓ ચીસ-ચિંઘાડ પાડી રહ્યા છે. કરાગ્ર-આંગળીઓ છેદાવાથી હાથમાં લીધેલી વસ્તુ પડી રહી છે. મસ્તકરૂપી કમળની વેલવડે ધરણીતલ પૂજાઈ રહ્યાં છે. લોહીના પ્રવાહથી મડદાઓ કાળા થઈ રહ્યા છે. ઘોડેસવાર મરી જવાથી ઘોડાઓ હષારવ કરી રહ્યા છે, ભયથી ધ્રુજતા કાયરો ભાગી રહ્યા છે. કાગડા અને ગીધડાઓ વડે આભ ઢંકાઈ રહ્યું છે. ચમત્કૃત થઈ દેવસમૂહ જોઈ રહ્યો છે. માંસ લુ શીયાળીયાઓ ચિચિયારી પાડી રહ્યા છે. ઘણના ઘાથી રથો ચૂરાઈ રહ્યા છે, શસ્ત્રના ખણ ખણ અવાજથી ગભરાયેલી દેવાંગનાઓ પોતાના પતિને ભેટી રહી છે. ત્યારે વિમલાક્ષના સૈન્યથી ભંગાયેલું શૂરરથનું સૈન્ય નાશવા લાગ્યું. (૧૭૭) તે દેખી શૂરરથે બાણોની વર્ષા કરી તેટલામાં કુમાર તેની સામે આવી ચડ્યો. બન્ને વચ્ચે ભારે યુદ્ધ થયું અને વિવિધ (કરણોથી) પોતાની કલા દેખાડીને કુમારે હસ્ત ચાલાકીથી શૂરરથને બાંધી લીધો, ત્યારે યુદ્ધને જોનારાં દેવોએ કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને જય જય શબ્દ બોલી, આશ્ચર્ય ચકિત થયેલા દેવો પોતાના સ્થાને ગયા. (૧૮૧) ત્યારે કુમારને ઓળખી ચારણજનો તેના વખાણ કરતા કહેવા લાગ્યા કે.... શત્રુ ઉપર જેણે જય મેળવ્યો છે, અને જે રૂપમાં કામદેવની તુલનાએ આવે છે એવો કુમાર જયપામો શ્રી કીર્તિવર્મરાજાનો પુત્ર જેનું નામ વિજયવર્મ છે તે જય પામો. હે કુમાર ! હે ગુણના ભંડાર ! હજાર જીભવાળો અસંખ્યવર્ષની ઉંમરવાળો પણ તારા ગુણ તો ગાવવા સમર્થ નથી; તો બીજો કયો તારા ગુણોનું વર્ણન કરી શકે ?” તે સાંભળી “અહો ! આ તો મારા મિત્રનો પુત્ર છે.” એમ કહી જેનાં દેહમાં હરખ સમાતો નથી એવો વિમલા તેને ભેટી પડ્યો. અને ઘાયલ થયેલા આશ્રિત પુરુષોની પાટા પીંડી કરવાનો આદેશ કરી, જેણે શૂરરથને છોડી દીધો છે એવા કુમારની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કુમારના સમાગમથી ખુશખુશાલ, આનંદના આંસુથી ભીના નયણવાળા રાજાએ સમસ્ત નગરમાં વધામણી મહોત્સવનો આદેશ કર્યો. અવસર દેખી શૂરરથને વૈરનું કારણ પૂછ્યું. શૂરરથે કહ્યું કે રાજન્ ! તમે સાંભળો રે (આ) ચાર દાંતવાળો ચંદ્રશેખર નામે શ્રેષ્ઠ હાથી હતો તેને યુદ્ધ કરીને કીર્તિવમેં હરણ કર્યો હતો, તે વેરને યાદ કરી સૈન્યને નીરખવા નીકળેલા મેં કુમારને એકલો દેખી આ આચર્યું. (૧૯૦) ત્યારે રાજાએ કુમારને એકલવાયાનું કારણ પૂછ્યું તે બોલ્યો કે તાત ! ધ્યાનથી સાંભળો હું હાથી, ઘોડા ઉપર રોજ ફરતો હતો. તેમાં એક દિવસ આ હાથી ઉપર ચઢેલો પણ તે વરસેલા પાણીની ગંધથી બેકાબુ બની ગયો. હસ્તિરત્ન જાણી કરુણાથી તેનો ઘાત ન કર્યો, આના લોભથી કરણ = એક જાતનો કીમીયો આપીને (દાવ પેચ કરી) ઉતર્યો, મન-વચન અને ઘોડા જેવા વેગવાળો, અનુક્રમથી આવતો આ હાથી તે નગર બહાર રહેલ સૂરરથની નજરમાં આવ્યો. તેની આગળનો વૃત્તાંત તમને ખબર જ છે, એટલામાં કુમારની શોધ કરતો કીર્તિવર્મ રાજા ત્યાં આવ્યો, તે જાણી બધા સ્વાગત કરવા સામે ગયા અને વિમલાક્ષ રાજાએ ભવ્ય નગર પ્રવેશ કરાવ્યો. થોડા દિવસ આનંદથી રહ્યા. અવસરે વિમલાક્ષ રાજાએ પરોણારૂપે આવેલ કુમારને ગુણથી સંપન્ન એવી ચન્દ્રવર્મા રાજકુમારી આપી. કિર્તિવર્ષે પણ કુમાર માટે તે ચંદ્રવર્માનો સ્વીકાર કર્યો અને શુભદિવસે
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy