SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા કરનાર ઉપર પણ ક્ષમા રાખવી. આવી રીતે જિનધર્મને સેવતા તમોને ટુંક સમયમાં ચોક્કસ મનોહર દેવની સુખસામગ્રી પ્રાપ્ત થશે. હર્ષઘેલાં બનેલાં તેઓએ મુનિવચન સાંભળી “અમો એ પ્રમાણે કરીશું.” એમ સ્વીકાર કર્યો. સાધુઓ તો ગયા અને તેઓ વધતાં જતાં શુદ્ધ ભાવથી તે પ્રમાણે કરવા લાગ્યા. પણ એક દિવસ પૌષધ પ્રતિમાને સ્વીકારી અનુસ્મરણ કરતા હતા, ત્યાં તો એક વિકરાળ વિધ્યશિખર ઉપર હાથીઓના ગંડસ્થલ ભેદવામાં તત્પર રહેનાર, હાલતાં ડોલતાં પીળાવર્ણની કેશરસટાવાળો ગર્વિષ્ઠ સિંહ આવ્યો ત્યારે શિખરસેને ભયભીત શ્રીમતીને દેખી ડાબા હાથ બાજુ રહેલા ઉદ્દામ ધનુષ્યને ગ્રહણ કર્યું અને કહ્યું કે આ મારા એક બાણથી સાધ્ય છે. (૪૨) ત્યારે શ્રીમતીએ ક્ષમા રાખવાનું કહ્યું અને ગુરુવચન યાદ કરાવ્યું. તે સ્વામીનાથ ! એમાં કોઈ સંદેહ નથી. પણ એમ કરતાં મુનિવચન છૂટી જશે, “કારણ મુનિ મહાત્માઓનો આદેશ છે કે તે દિવસે જો કોઈ શરીરનો નાશ કરે તો પણ તેની ઉપર ક્ષમા કરવી. (તેની ઉપર ક્ષમા. રાખવી) “તો પરલોકમાં બંધુસમાન, ગુણોથી શોભાયમાન, એવાં ગુરુવચનને યાદ કરતાં આપણે તે વચનથી વિપરીત આચરણ કેમ કરીને કરીએ ?” હવે ધનુષને એકબાજુ મૂકી શિખરસેને શ્રીમતીને કહ્યું કે સુતનુ ! તારી વાત સાચી છે, ગુરુ આદેશ અન્યથા કેમ કરાય, પરંતુ તારા મોહથી મુગ્ધ બનેલ હૃદયવાળા મેં આમ કર્યું, હવે આવા અકાર્યથી સર્યું, ગુરુવચનમાં આદર કરીએ, તેથી આદર કરી બેસી ગયા. I૪૭ ' એ અરસામાં સિંહનાદથી નભાંગણને ભરતો ભૂમિ ઉપર પંજો થપડાવી તે સિંહ તેમની પાસે આવ્યો. ત્યારે તે બંને ચિંતવવા લાગ્યા કે “આ પશુરાજા ગુરુ ઉપદેશનું બરાબર પાલન કરો છો કે નહિ?” તેની પરીક્ષા કરવા માટે કસોટી ના પત્થર સમાન હોવાથી અમારો ઉપકારી છે. એવી શુભ વિચારધારામાં મગ્ન બનેલ ક્રોધ વગરનાં તે બંનેને તીક્ષણ નખોથી સિંહે વિદારી નાંખ્યા. બન્ને જણાએ કાયર માણસોને કંપારી છુટાડે એવા અતિભયંકર ઉપસર્ગને સહન કર્યો. અને શુભભાવનાથી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઋદ્ધિમંત પલ્યોપમ આયુવાળા દેવ થયા. તે બન્ને ઇચ્છા મુજબ ભોગોને ભોગવી આયુ ક્ષીણ થતા ત્યાંથી ચ્યવી જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ચક્રપુર નામે નગર છે. જે ઉંચાગઢ અને ધોળા ઘરોથી દેવનગર જેવું લાગે છે. તેનું સૂર્યની જેમ શ્રેષ્ઠ ૫૦૦ પુરુષના હજાર નેત્રોરૂપી કિરણવાળો, સદા વૃદ્ધિ પામતા વિષયસુખવાળો, ઈદ્ર સમાન કુરુમૃગાંક નામે રાજા પાલન કરે છે. તેને બાલચન્દ્રા નામે પટરાણી છે. તેની કુક્ષિમાં શિખરસેન ઉપન્યો. શ્રીમતી પણ સુભુષણ રાજાની રાણી કુરુપતિની કુક્ષિમાં ઉપજી. તે બન્ને રાજા રાણીના સેંકડો મનોરથો સાથે સુપ્રશસ્ત દિવસે રૂપાદિગુણોથી યુક્ત તેઓનો જન્મ થયો. કુમારનું સમરમૃગાંક અને કુંવરીનું અશોકદેવી નામ પાડ્યું. અનુક્રમે સર્વકલા ગ્રહણ કરીને હોંશિયાર થયેલા તે બન્ને કામદેવના ભવન સમાન યૌવનને પ્રાપ્ત થતાં સુભૂષણ રાજાએ સમરમૃગાંકને પોતાની દીકરી આપી અને શુભ મુહુર્ત બન્નેનાં લગ્ન થયા. ઇચ્છામુજબ વિષયસુખ ભોગવતાં, હર્ષપૂર્ણ અંગવાળા અરસપરસ વધતા અનુરાગવાળા તે બેઓનો કાળ વીતે છે. એક દિવસ રાણી સાથે વિલાસ કરતા કર્મૃગાંક રાજા ઝરોખામાં બેઠા હતા. ત્યારે રાજાના વાળ સંવારી રાણીએ માથામાં ચંદ્રસરખી કાંતિવાળા વાળને દેખી બોલી હે દેવ ! મારી વિનંતિ સાંભળો,
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy