SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ વિનયાદિથી આખા ઘરને રજિત કરી દીધું. માણિભદ્ર જિનધર્મ પાળે છે, તેણે જિનમંદિર બંધાવેલ તેમાં તે ભક્તિથી વિલેપન મંડનાદિ કરતી એટલે આંગી વગેરે બનાવતી, સાધુ-સાધ્વીના સંસર્ગથી શ્રેષ્ઠ શ્રાવિકા થઈ, શ્રેષ્ઠિ જેજે ભોજન માટે અને લાગુ-હકનું લવાજમ તેનાં નિમિત્તે દ્રવ્ય આપે તેને રાખી મૂકતી અને તેમાંથી જિનાલયનું રક્ષણ કરતી, શેઠ પણ ખુશ થઈ બેત્રણ ગણું દ્રવ્ય આપવા લાગ્યા. તે દ્રવ્યના ત્રણ છત્ર બનાવ્યા જે સોનાથી બનાવેલી નાની મોટી માળાવાળા રત્નથી મંડિત ઝુલતા મુક્તાફળવાળા, વિવિધ સોનાના હારોથી શોભતા, સાપની કાંચળી સરખા રેશમીવસ્ત્રથી આચ્છાદિત અને મણિરત્નોથી ચિતરેલાં અને સોનાથી ઘડેલા દંડવાળા હતા, આવા છત્ર બનાવી વિવિધ વિભૂતિથી જિનમંદિરમાં અર્પણ કરે છે, અને બીજું યથાયોગ્ય તપદાનાદિ પણ કરે છે. એ પ્રમાણે ચતુર્વિધ સંઘની પૂજા કરે છે, અને સ્વાધ્યાયમાં ઉદ્યમ કરે છે. એક વખત શેઠને ચિંતાસાગરમાં ડૂબેલા જોઈ પરમવિનયથી કારણ પૂછ્યું કે તાત ! આજે ચિંતા પિશાચથી વધારે પરવશ થયેલા કેમ દેખાઓ છો ? “તેમને કીધુ કે હે પુત્રિ ! મારી ચિંતાનું કારણ સાંભળ, જિન ભવનનો ફળ-ફૂલથી લીલોછમ બગીચો વિનાનિમિતે સુકાઈ ગયો છે અને કોઈ પણ હિસાબે વિકસતો નથી. માટે હું વધારે ચિંતાતુર બન્યો છું. ત્યારે બાલાએ કિધુ હે તાત ! આના માટે તમે ખેદ કરશોમા ૧૫લા ત્યારે શેઠે વારવા છતાં તેણીએ નિશ્ચય કર્યો કે “મારા શીલ પ્રભાવથી બાગ નવપલ્લવિત ન થાય ત્યાં સુધી અન્નજલ ત્યાગ.” અને શાસનદેવીને મનમાં ધારી જિન ભવનમાં બેઠી, ત્રીજા દિવસે રાત્રિમાં શાસનદેવીએ આવીને કહ્યું કે તું ખેદ ના કર, બગીચો સવારે નવપલ્લવિત થઈ જશે. - તારી શક્તિ દ્વારા શત્રુ વ્યંતરના ઉપદ્રવથી આ બગીચો મુક્ત થયો છે૧૬૩ એમ કહીને જેટલામાં દેવી પોતાનાં સ્થાને જાય તેટલામાં રાત પુરી થઈ ગઈ. અંધકારનો શત્રુ સૂર્ય એકાએક ઉદય પામ્યો. તેણીએ સવારે શેઠને રાત્રિનો વૃત્તાંત કહ્યો. વિકસિત નેત્રવાળા શેઠે જોયું તો જિનાલયનો બાગ અપૂર્વ પત્ર, ફળ ફૂલથી શોભતો, પાણીવાળા વાદળા સરખા વર્ણવાળો બની ગયો હતો. તે દેખી શેઠ જલ્દી નિર્નામિકાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા છે બેટી ! તારા પ્રભાવથી મારા મનોરથો પૂરા થયા. તેથી હે ગુણથી વિશાળ ! ઉઠ, ઘેર આવ અને પારણું કર, એમ કહી શેઠ સમસ્ત શ્રીસંઘ સાથે વાજતે ગાજતે લોકોની સમક્ષ ઘેર લઈ જાય છે૧૬૮ લોકો કહે છે.... આના શીલનો મહિમા તો જુઓ, કે જેથી શુષ્ક બગીચો પણ ક્ષણવારમાં નવપલ્લવિત થઈ ગયો. તેથી આ પુણ્યશાળી છે, ધન્યા છે, આનું જીવન સફળ છે. જેણીને દેવતાઓ પણ આવું સાંનિધ્ય કરે છે.અથવા આ શેઠ પણ ધન્ય છે કે જેના ઘેર ચિંતામણિ જેવી આ વસે છે. એમ બધા વડે વખાણ કરાતી ઘેર પહોંચી. અને ચતુર્વિધ સંઘને પ્રતિભાભીને (ભક્તિ કરીને) પારણું કર્યું. ૧૭રી. 1. એક વખત રાત્રે છેલ્લા પહોરમાં જાગીને પૂર્વહકીકત યાદ કરીને વિચારવા લાગી. તેઓ ધન્ય છે જેઓ વિષયસુખને છોડીને દીક્ષા લઈ નિસંગ બની તપ સંયમમાં ઉદ્યમ કરે છે. ત્યારે વિષયસુખલુબ્ધ એવી હું તો અધન્ય છું, તે વિષયોની પ્રાર્થના કરતી પાપિણી એવી મને તે પણ પ્રાપ્ત થતા નથી. એટલું તો મારું ભાગ્ય છે કે મને જિનધર્મ મળ્યો છે. તે ધર્મની તોલે બીજો કોઈ ધર્મ ન આવી શકે, તેમજ આ ધર્મ ભવસમુદ્રથી પાર ઉતારવા માટે નાવ સમાન છે. આવો ધર્મ પ્રાપ્ત કરી સર્વવિરતિ લેવી ઉચિત છે, પણ હું તેમ કરવા સમર્થ નથી૧૭૭ી.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy