SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા જોવાની ઉત્કંઠાથી પોત પોતાનાં ઘેરથી આવવા માંડ્યા, પુરુષો રાજાને વખાણે છે, નારીઓ રાણીને. ત્યાં વળી કેટલાક યુવાનો કહેવા લાગ્યા કે આ રાજા પુણ્યશાળી છે, કે જેથી આ રાજાને ત્રણે લોકની સુંદરીઓના લાવણ્યને ઝાંખુ પાડનાર, સંસાર સુખની ખાણ, મહાપ્રભાવશાળી આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું છે. ૩૧ વૃદ્ધો કહેવા લાગ્યા આ બધી પ્રાપ્તિ પૂર્વે કરેલ કર્મનું ફળ છે. માટે ધર્મ કરવો જોઈએ જેથી આ પ્રાપ્તિ થાય. “બાળકો પણ હાથી ઉપર ફળો દેખી બોલવા લાગ્યા અરર અહો! આ અનેક જાતનાં ફળો અમને કેવી રીતે મળશે ? કોઈક સ્ત્રી કહેવા લાગી અરે સખી! આણીનો અતિશય તો જો, બીજી બોલી જો આ બધો દેવનો પ્રભાવ છે. વળી બીજી બોલી.રાણીની રૂપ સંપદા જો, બીજી બોલી વસ્ત્ર અને ઘરેણાંથી આવું રૂપ શોભી રહ્યું છે. બીજી નારી - આ નારીજ જીવલોકમાં જય પામો કે જે રાજા સાથે એક જ આસને બેઠી છે. ત્રીજી નારી - “હે સુંદર શરીરવાળી! તું આને કેવી રીતે વખાણે છે ?” કે જે લોકોની સામે રાજાની સાથે બેસતા શરમાતી નથી” કેટલીક નારીઓ કહેવા લાગી કે “હાથી ઉપર બગીચો બહુ સુંદર લાગે છે” આ તો બહુ મોટું આશ્ચર્ય છે. બીજી બોલી - આમાં કોઈ આશ્ચર્ય કરવા જેવું નથી, કારણ કે દેવના પ્રભાવથી બધુ સંભવી શકે છે. એમ અનેક રીતે બોલતા નગરજનો ની વચ્ચેથી રાજા પોતાના વિશાળ રાજમંદિરે પહોંચ્યો. રાજમહેલની અંદર પેસતા તે બગીચો પણ તરત જ મહેલ ઉપર દેવપ્રભાવથી સ્થિત થયો. રાજા પણ તેની સાથે દોગંદુક (વિલાસી ઋદ્ધિશાલી) દેવની જેમ વિષયસુખ અનુભવતાં કેટલો કાળ ગયો તે પણ જાણતો નથી. ૪રા આ બાજુ તેની સાવકી માતાને પુત્રી થઈ. યૌવન પામી તેણીએ વિચાર્યું જો આરામશોભા ન રહે તો તેના ગુણનો અનુરાગી રાજા મારી પુત્રીને પણ પરણશે. માટે આરામશોભા ન રહે તેવો ઉપાય કરું. ત્યારે બ્રાહ્મણને કહ્યું તમે યોગ્ય ભાથું લઈ આરામશોભાને આપો. અગ્નિશર્માએ કહ્યું. “આપણાં ભાથાથી તેણીને શું થવાનું હતું ? તેણીને શી ખોટ છે?” સાવકી મા - તમારી વાત સાચી તેણીને કોઈ ઉણપ નથી, પણ મારું મન શાંત થતુ નથી, ત્યારે બીજી પત્નીનો આગ્રહ જાણી કહ્યું “જો એમ હોય તો કાંઈક બનાવ.” ત્યારે હર્ષથી વિકસિત આંખવાળી તે સાવકીમાએ પણ સિંહકેસરીયા લાડુ બનાવ્યા, તેમાં ઘણા મસાલા નાંખ્યા અને ઝેરથી મિશ્રિત કર્યા અને પછી નિચ્છિદ્ર ઘડામાં મૂકી બ્રાહ્મણને ભલામણ કરી કે “આ લાડુ તમે જાતે લઈ જાઓ, કે જેથી રસ્તામાં બીજી કોઈ આપત્તિ આવે નહિ” ત્યારે તે બ્રાહ્મણ સરળ સ્વભાવવાળો હોવાથી બ્રાહ્મણીનાં દુષ્ટભાવને સમજી ના શક્યો. અને એકલીએજ સીલ કરીને ઘડાને બ્રાહ્મણના માથા ઉપર ઉપડાવ્યો. અને જતાં જતાં કહ્યું કે “આ મારું ભાથું આરામશોભાને જ આપજો અને કહેજો કે હે બેટી ! આ તારે જાતે જ ખાવાનું છે, બીજા કોઈને આપતી નહીં, કે જેથી લાડુનું વિરૂપ દેખીને રાજકુલમાં કોઈ મશ્કરી કરે નહિ. “તું કહે છે તેમ કહીશ” એમ કહી અગ્નિશમાં ચાલ્યો. “ત્રણે સંધ્યાએ સાવધાન રહેતો, સીલને બરાબર સંભાળતો, રાત્રે સુતી વખતે ઓશીકા નીચે મૂકી દેતો.” એમ કરતાં અનુક્રમે પાટલીપુત્ર નગરની બહાર આવી પહોંચ્યો. ત્યાં થાકી ગયો હોવાથી એક વટવૃક્ષ નીચે સુતો. કર્મ-ધર્મ સંયોગે તેજ વૃક્ષમાં ક્રીડા માટે પેલો નાગદેવ રહેલો હતો. ત્યારે લાંબી મુસાફરી અને લાંઘણના શ્રમથી અશક્ત શરીરવાળો આ મુસાફર કોણ છે? ત્યારે તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy