SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પાત્રોની આગળ ધોળા વસ્ત્રથી ઢંકાયેલ પાત્ર આવે છે, અને જાય છે. બૌદ્ધ ઉપાસકોએ ભરેલા પાત્રો જેટલામાં આકાશમાં ઊડે છે તેટલામાં સૂરિએ વચ્ચે શિલા વિકર્વી તેની સાથે અથડાતા સર્વ પાત્રો ભંગાઈ ગયા. ક્ષુલ્લક પણ આ સાંભળી જરૂર મારા ગુરુ આવ્યા લાગે છે. માટે ભયથી ભાગ્યો. શ્રી આર્યખપૂટસૂરિ પણ બુદ્ધ વિહારમાં ગયા. ત્યારે ભિક્ષુઓ બોલ્યા. આવો વંદન કરો. ત્યારે આચાર્યું કહ્યું હે પુત્ર ! આવ હે શુદ્ધોદની પુત્રો ! હે બુદ્ધો ! મને વંદન કરો ત્યારે બુદ્ધ પ્રતિમા ઊડીને સૂરિનાં પગમાં પડી. તે બૌદ્ધ વિહારના દ્વાર ઉપર સૂપ હતો. તેને પણ કહ્યું કે મને વંદન કરો, ત્યારે તે પણ પગમાં પડ્યો. નીચે નમીને ઊભો રહે ત્યારે તે પ્રમાણે સ્થિર થયો. તેથી નિયંઠોણામિત એવું નામ પ્રસિદ્ધ થયું. આશ્ચર્યથી ખીલેલાં નયનવાળા લોકો પણ જિનશાસનનાં રાગી બની બોલવા લાગ્યા કે – ભો ! જિનધર્મનું અતિશય સ્વરૂપવાળું આશ્ચર્ય તો દેખો કે જેથી અજંગમ દેવો પણ (પ્રતિષ્ઠિત મૂર્તિરૂપ દેવો) અહા ! સૂરિના પગે પડે છે. જેમનાં શાસનને ભક્તિસમૂહથી નમેલાં મસ્તકવાળા દેવો પણ વાંદે છે. તે શ્રી વિરપ્રભુ જય પામો ! ઘણું કહેવાથી શું? જો સઘળી-તમામ જાતની સંપત્તિની ઈચ્છા હોય તો જિનેશ્વરે કહેલાં ધર્મ પર હંમેશને માટે આદર કરો || | “આર્ય ખપૂટાચાર્યની કથા પૂરી” - તેથી આ પ્રમાણે જે શાસનની પ્રભાવના કરે છે. તેનું સમક્તિ શોભાયમાન બને છે. એમ અન્ય દષ્ટાંતો પણ સમજી લેવાં. બીજું ભૂષણ કહ્યું હવે ત્રીજું ભૂષણ કહે છે. “તિર્થી નિસેવણા'.... જેનાં વડે પ્રાણીઓ સંસાર સાગર તરે તે તીર્થ કહેવાય. તે દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી સંસારસમુદ્ર તરાતો હોવાથી જિનેશ્વરની જન્મભૂમિ વિગેરે દ્રવ્યતીર્થ કહેવાય છે. કારણ કે ત્યાંના પરમાણુસ્વરૂપ દ્રવ્યો ભવથી ઉગારવા માટે પ્રેરણાદાયક બને છે. તેની સેવા એટલે તીર્થની યાત્રા કરવી, ત્યાંની સારસંભાળ રાખવી. તેનાંથી સમક્તિ નિર્મળ બને છે. કહ્યું છે કે... મહાનુભાવ એવા તીર્થકરના જન્મ, જ્ઞાન, દીક્ષા અને નિર્વાણ જ્યાં થયાં હોય ત્યાં જનારનું સમક્તિદર્શન શુદ્ધ બને છે. (૨૬) તથા ભાવનાને આશ્રયી આચારંગ નિર્યુક્તિમાં (૩૩૧, ૩૩૨ ગાથામાં) પણ કહ્યું છે કે... આ બે ગાથાની વ્યાખ્યા ત્યાં જ કહેલી છે તે જ અહીં લખે છે... તીર્થકરની જન્મભૂમિઓમાં તથા દીક્ષા, ચ્યવન, જ્ઞાનોત્પત્તિની ભૂમિઓમાં તથા નિર્વાણ ભૂમિઓમાં તથા દેવલોકનાં ભવનોમાં, મેરુપર્વતોમાં, નંદીશ્વર વિગેરે દ્વીપોમાં, પાતાળભવનોમાં જે શાશ્વતા ચૈત્યો છે, તેઓને હું વંદન કરું છું. મેં ૩૩૧ || એ પ્રમાણે અષ્ટાપદમાં તથા ગિરનાર તીર્થ ઉપર ગજાગ્રપદ - દશાર્ણકૂટ ઉપર રહેલ તેમજ તક્ષશિલામાં રહેલ ધર્મચક્ર તથા અહિચ્છત્રામાં પાર્શ્વનાથ પ્રભુની ધરણેન્દ્ર મહિમા કરેલ તે સ્થાને અને વજસ્વામીએ જ્યાં પાદપોપગમન અનશન કર્યું તે રથાવર્ત પર્વત અને જયાં શ્રી વર્ધમાન સ્વામીનું શરણ લઈ ચમરેન્દ્ર ઉર્ધ્વ દેવલોકે ગયો તે; આ સર્વ સ્થાનોમાં યથાસંભવ યાત્રા વંદન પૂજન ઉત્કીર્તન સેવા-ભક્તિ આરાધના આદર વિગેરે ક્રિયા કરતાં દર્શનશુદ્ધિ થાય છે.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy