SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ મૂળશુદ્ધિ ભાગ-૧ વગરનું (ગૃહ પક્ષે સોનાનાં), શ્મશાનની જેમ બીહામણું, ઘરડા માણસનું મોઢું જેમ દાંત વગરનું હોય તેમ રત્ન વગરનું, સુકુ સરોવર કમલ વગરનું હોય તેમ (કમલા-ધનવગરનું), વિંધ્યાચલ પહાડ જેમ હાથીઓથી શોભાયમાન હોય છે તેમ શોભા વગરનું થયેલું એનું પોતાનું ઘર દેખતો શંકા સાથે અંદર પેસે છે. ત્યારે કૃતપુણ્યને આવતો દેખી તેની પત્ની સહસા ઉભી થઈ. તેણીએ આપેલા આસન ઉપર બેઠો અને પાણીએ પગ ધોયા. આંસુ સારી તેણીએ મા બાપની વાત કરી. તે સાંભળી તેણે નરક જેવું દુ:ખ થયું. જાતે જ પોતાને ધીરજ આપી સ્ત્રીને પૂછ્યું. તારી પાસે કાંઈ પણ છે ? તેણીએ પણ પોતાનું ઘરેણું આપ્યું. માલ લઈ દેશાટન જવા તૈયાર થયો. ત્યારે મિત્ર લજ્જાથી થોડા દિવસ ઘેર રહી તેણીએ મોટી પકોડી/ ફળની પોટલી કરી આપી. પણ સાર્થે પ્રયાણ કરી લીધુ હોવાથી નજીકના શૂન્યદેવકુલમાં ખાટલા ઉપર સુઈ ગયો. આ બાજુ તે નગરમાં સુધનુ નામે ઇભ્ય છે, તેને માયા બુદ્ધિથી સ્વેચ્છાચારી-નટખટ મહિમા નામની ઘરવાળી છે. ધનદત્ત નામે પુત્ર છે. ચાર કન્યા પરણાવી બાપ મરી ગયો. તે પણ દોસ્તારો સાથે ચાર પ્રકારનો માલ લઈ દેશાંતર જવા સમુદ્ર કાંઠે આવ્યો. વહાણમાં ચડી પેલે પાર ગયો. ધન કમાઈ પાછો ફર્યો. કાચા કોડિયાની જેમ પર્વત શિખરથી અથડાતા વહાણ તુટી ગયું. ધનદત્ત પણ મરણ પામ્યો. બચી ગયેલા એક પુરુષે ત્યાં આવી મહિમાને તે ગુપ્ત વાત છૂપી રીતે એકાંતમાં કરી. મહિમાએ પુરુષને દાનથી ખુશ કરીને કહ્યું કે આ રહસ્ય છુપુ રાખવાનું. તેણે પણ તેના વચનનો તરત જ સ્વીકાર કર્યો. તેણીએ વિચાર કર્યો કે “વહુઓને બીજો ભરથાર લાવુ કે જેથી સમસ્ત ઘરસારનું રક્ષણ કરનારા વહુઓને પુત્રો થાય. એમ વિચારી રાત્રે નગર બહાર ગઈ અને અંધારી દેવકુલિકામાં સુખે સુતેલાં કૃતપુણ્યને જોયો. પુરૂષો પાસે ખાટલો ઉપડાવી પોતાનાં ઘેર મુકાવ્યો. અનુક્રમે તે જાગ્યો. તેટલામાં મહિમા તેનાં ગળે વળગી., દુઃખપૂર્વક રડતી રડતી એમ બોલવા લાગી હે વત્સ ! બાલપણામાં જ મારા કમભાગ્યે તને હરી લીધો. આખાએ ધરણીતલમાં તપાસ કરી છતાં તારાં સમાચાર પણ ન મળ્યા. મુનિએ આજે તારૂં આગમન કહ્યું હતું.અને સ્વપ્નમાં જોવાયેલું કલ્પવૃક્ષ ઘર આંગણે પ્રાપ્ત થયું. તેથી આજે હે પુત્ર ! તું અમારા પુણ્યથી ખેંચાઈને આવી ગયો છે. આટલો કાલ તું ક્યાં રહ્યો હતો ? કેવા સુખ દુઃખ અનુભવ્યાં ? તે કહે અથવા તો મારૂં હૃદય જ વજ્રથી બનેલું લાગે છે કે જેથી તારો વિયોગ થવા છતા એકદમ ટુકડા ન થયા. હે ગુણસાગર ! હું તારાદેહ ઉપર ઓવારી જાઉં છું. હે વત્સ ! તારા વિરહમાં મેં હ્રદયથી જે વિચાર્યુ તે વૈરિના દેશમાં પણ કોઈ હિસાબે ન થાઓ. કષ્ટમાં પડેલો હોવા છતાં દેવગુરુ દ્વારા તું આટલો કાલ રક્ષણ પામ્યો તેથી મારા જીવનથી પણ તું યુગપ્રમાણ આયુવાળો થઈશ. દેવોના પ્રભાવથી તથા સતીઓના શીલથી પોતાના વંશને વધાર અને ઘરના વૈભવને ભોગવ ! તારી ભાભીઓનો ભરથાર દેશાંતરમાં મરી ગયો છે. ૧ અશુભ તથા દુઃખનું વારણ કરવા આશીર્વાદ આપવાની રીત
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy