SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કૃતપુણ્ય કથા ૨૨૩ તારે ઘેર આવ્યા હતા પણ તમે કોઈએ ઓળખ્યા નહિં તેથી થોડી વાર ઉભા રહી નીકળી ગયા, અને પૂર્વભવની માતાએ પારણુ કરાવ્યું. ઇત્યાદિ સર્વ વાત કરી ત્યારે શ્રેણીક સાથે શિલાતલે ગયા, જ્યાં તે બન્ને મહાત્મા રહેલાં છે. ભાવપૂર્વક વાંદી ભદ્રા વિલાપ કરવા લાગી. હે પુત્ર ! ત્યારે તું બત્રીશ કોમલરુની શય્યા ઉપર સુતો હતો, અત્યારે કર્કશ શિલા ઉપર. હા પુત્ર ! ત્યારે તું ગીત વાજીંત્રના શબ્દોથી જાગતો હતો. અત્યારે શિયાળના ભયંકર શબ્દોથી. હા પુત્ર ! પ્રિય વાક્ય બોલનાર પરિજનથી પરિવરેલો રહેતો હતો. અત્યારે સાવ એકલો શૂન્યવનમાં રહેલો છે. હા પુત્ર ! ત્યારે તું રમ્ય સ્ત્રી સાથે પોતાનાં મહેલમાં વિલાસ કરતો હતો, અત્યારે ભયાનક પહાડ ઉપર તું કેવી રીતે રહે છે ? હા પુત્ર ! તું સદા દિવ્યભોગથી લાલન પાલન પામ્યો. અત્યારે શરીરની પણ ફિકર નહિ કરનારો તું ક્યાંથી મારી જોડે બોલે ? અરે રે પુત્ર ! પોતાના ઘેર આવ્યો છતાં પણ તપથી ડુબલા પતલા થયેલ હોવાથી મંદ ભાગ્યવાળા અમે તને ઓળખ્યો નહિં. વિલાપ કરતી ભદ્રાને શ્રેણીક કહેવા લાગ્યો. “હે માતા ! તું આમ વિલાપ શા માટે કરે છે ? મહાસત્ત્વશાળી નરોત્તમ સુર અસુરને વંદનીય ગુણીજનોમાં અગ્રેસર છે, જે તેવા પ્રકારની ઋદ્ધિ છોડી આવું ઉત્કૃષ્ટ કોટિનું વ્રત પાલી રહ્યો છે. તું પુત્રવાળીઓમાં અસાધારણ ગવાશે. કારણ કે જેણીનો આ શાલીભદ્ર મહાત્મા પુત્ર બન્યા. તને અને અમને પણ એણે તાર્યા છે. તેથી હે માતા ! હર્ષના સમયે શોક કેમ કરે છે ? હે મહાભાગ ! ઉઠ જગમાં ઉત્તમ આ મુનિઓને વાંદ, અને આપણે ઘેર જઈએ, કારણ કે સંધ્યાકાલ થઈ ગયો છે. એમ રાજાએ કહ્યું ત્યારે બંને મુનિઓને વંદન કરીને શરીરથી ઘેર ગઈ. પણ ચિત્તતો મુનિને જ યાદ કરે છે. બન્ને સાધુપણ આયુષ્યનો ક્ષય થતા સમાધિપૂર્વક કાલ કરીને સર્વાર્થસિદ્ધ વિમાને ઉપન્યા. સિદ્ધિ સુખનો સ્વાદ ચખાડનાર એવું સુખ તે વિમાનમાં તેત્રીસ સાગરોપમ સુધી ભોગવી ચ્યવીને મૃત્યુલોકમાં સિદ્ધ થશે. શાલીભદ્રનું આ પરમપવિત્ર અતિવિશિષ્ટ ચરિત્રને જે મનુષ્યો ભણે, અનુમોદે, વખાણે તેઓ દેવ મનુષ્યના સુખ ભોગવી મોક્ષે જાય છે. “સંગમ કથા સમાપ્ત” શ્રી કૃતપુણ્ય કથાનક વર-વિજયો (રાજાના પક્ષે) શ્રેષ્ઠ જય યુક્ત, હજારો નદીઓ (રાજાના પક્ષે) હજારો સેનાઓ થી સંકીર્ણ, સુંદર સૂર્ય/ચંદ્ર (રાજાના પક્ષે) સુંદર ઘોડાયુક્ત, સારા પ્રદેશવાળો (રાજાના પક્ષે) સારી પ્રજાવાળો એવો જંબુદ્વીપ છે. તેમાં વળી અર્ધચંદ્રના આકારવાળુ છ ખંડવાળુ ભરતક્ષેત્ર છે. તેમાં દેશના ગુણોથી યુક્ત અને મનોહર એવો મગધ દેશ છે. તેમાં વળી ધરતી રાણીના મુકુટ સમાન રાજગૃહ નામે નગર છે. જેનાં શત્રુ હણાઈ ગયા છે, એવો શ્રેણીક રાજા તેનું પાલન કરે છે. મતિ બુદ્ધિથી યુક્ત, તમામ મંત્રીઓમાં પ્રધાન એવા પોતાના પુત્ર અભયકુમારના શિરે
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy