SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૪ મૂળશુદ્ધિ ભાગ-૧ વિચારથી તે હકીકત જાણવા દાસીને મોકલી, તેણીએ જાણીને કહ્યું કે કોંજના વાસી સુદત્તનો પુત્ર વરદત્તને પંચનંદિએ કેશરા આપી છે. તે નિમિત્તે આ વધામણી છે. ગંભીર અવાજવાળા વાજીંત્રો વાગે છે. મંગલ ગીતો ગવાય છે. અક્ષતના પાત્ર-થાળ સાથે નગરવાલાઓ પ્રવેશ કરી રહી છે, મુખે કરાયેલા કંકુના લેપવાળી તંબોલ પાન ચાવતી કન્યાઓ પાછી નીકળી રહી છે. તે સાંભળી મૂચ્છથી વ્યાકુલ શરીરવાળો વસંતદેવ પડ્યો. આટલામાં પ્રિયંકરા આવી પવન નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું કે કેશરાએ મને મોકલી છે. મને સંદેશો મોકલ્યો છે કે તમારે આ બાબતમાં ખીજાવુ નહિ. કારણ કે હું પૂર્વ અનુરાગને વિપરીત આચરણ નહિં કરું. વડિલો મારા ચિત્તને જાણતા નથી. તમને છોડી મારા બીજા નાથ નથી. જો અન્યથા થશે તો હું ચોક્કસ મરી જઈશ. તેથી કાલોચિત આચરણ કરવું જોઈએ. તે સાંભળી હરખાયેલા . હૃદયવાળા તેણે કહ્યું “અમારી આજ ગતિ છે.' એમ કહી પ્રિયંકરાને રવાના કરી મેળાપનો ઉપાય શોધવા તત્પર બનેલા તેઓનો કેટલોક કાલ વીતી ગયો. એક દિવસ “જાન આવી, તેથી આવતીકાલે લગ્ન થશે” એમ સાંભળી દુભાયેલા મનવાળો વસંતદેવ નગરથી નીકળી ગયો. જંગલ વચ્ચે પહોંચ્યો ત્યાં વિચારવા લાગ્યો. “પુરુષો અન્ય રૂપે મનોરથોને વિચારે છે, અને ભાગ્યથી સ્થાપિત કરાયેલા સભાવોવાળી કાર્યોની ગતિઓ અન્યરૂપે થાય છે. હર્ષથી અવસરમાં ઉદ્યત થયેલાં હૃદયવડે અન્ય રૂપે વિચારણા કરાય છે, પણ વિધિવશાત્ કાર્યારંભ અન્યરૂપે પરિણમે છે. તેથી આ કેવી રીતે પરિણમ્યુ? પૂર્વકમ દોષથી જો આ પ્રમાણે થશે તો પ્રિયા ચોક્કસ મરી જશે. તે પહેલા જ અશોકવૃક્ષ (આસોપાલવન) ના વૃક્ષની શાખાએ શરીરને ફાંસો લગાડી પોતાનાં પ્રાણોને છોડી દઉં. એમ વિચારી આસોપાળના ઝાડ ઉપર ચડી ફાંસો તૈયાર કરી એમાં પોતાની ડોક ફીટ કરી દીધી. અને ઝંપલાવ્યું તેથી દિશામાં અદ્ધર ભમ્યો. (લટકવા લાગ્યો) સ્વર માર્ગ રૂંધાઈ ગયો. અને લોચન યુગલ બીડાઈ ગયા. એટલામાં “સાહસ કરીશ મા.” એમ કહી કામપાલે ત્યાં આવી પહેલા તેનો ફાંસો છેલ્લો, વાયરો નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું હે ભદ્ર ! પોતાની આકૃતિને વિરુદ્ધ આ તે શું કર્યું ? ત્યારે વસંતદેવે દુઃખપૂર્વક કહ્યું કે હે ભદ્ર ! દુઃખાગ્નિની જવાલા સમૂહનો કોળિયો બનેલી અમારી આકૃતિની (શરીરની) કાંઈ જરૂર નથી. કામપાલે કહ્યું હે ભદ્ર જો આમ હોય તો પણ તારું દુઃખ કહેતો ખરો, જેથી તેના સ્વરૂપને જાણી તેને દૂર કરવાનો હું ઉપાય વિચારીશ. ત્યારે અહો ! આ કેવો પરોપકારી છે. એમ વિચારી વસંતદેવે સર્વ બીના કહી સંભળાવી. કામપાલે કહ્યું એમાં ઉપાય છે અને તને રોજ તેણીનું દર્શન થશે. તેથી તે ધન્ય છે. ત્યારે પુણ્યવગરનાં મારે તો કોઈ ઉપાય જ નથી. છતાં પણ હું પ્રાણી છોડતો નથી. કારણ જીવતા માણસો ક્યારે ભાગ્ય યોગે કલ્યાણી પામે. કહ્યું છે કે – અનુકૂલ થયેલુ ભાગ્ય અન્ય દેશથી, સમુદ્રના મધ્યથી, ધરતીના છેડાથી પણ ઇષ્ટ વસ્તુ લાવીને ઘડી આપે છે. વસંતદેવે કહ્યું તારે કેવુ દુઃખ છે. કામપાલે કહ્યું - કાર્તિકપુરનો વાસી
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy