SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ વિકસિત થયેલા વદનકમલવાળા રાજાએ કહ્યું હે દેવી ! કુરુદેશના સર્વ રાજા રૂપી તારામંડલમાં ચંદ્રસમાન તારો પુત્ર થશે. એમ થાઓ,એમ આનંદ પામી પતિના વચન પછી તરત જ પૂર્ણ થતા સઘળા ઇચ્છિત મનોરથવાળી તેણીએ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. ફેલાતી પોતાના શરીરની કાંતિના સમૂહથી જન્મભવનનાં પ્રદેશને પ્રકાશિત કરનારો તેને દેખી હર્ષાવેશથી ઉત્પન્ન સંભ્રમ વડે સ્કૂલના પામતી ઉતાવળી ગતિના પ્રચારથી ઉઠતા શ્વાસ વડે ભરાયેલા હૃદયવાળી સુદર્શના નામની દાસીએ રાજાને વધામણી આપી. ત્યાર પછી તેના વચન સાંભળી, આનંદ સમૂહથી પરવશ થયેલા મનવાળા, મુકુટવર્જી અંગે લાગેલા સર્વ ઘરેણા વિ.ના તુષ્ટિ દાનથી દાસચેટીને તુષ્ટ કરી. પછી ઈષ્ટપુત્રનો જન્મ અભ્યદયનો દશદિવસનો માંડેલ વધામણી મહોત્સવને સુખથી અનુભવતા રાજાને પુત્રનું નામ પાડવાનો દિવસ આવ્યો. સ્વપ્ન અનુસારે કુરચંદ્ર નામ પાડ્યું. મોટો થયો ને લગ્ન થયા. અને પ્રવજયા લેવા તૈયાર થયેલા રાજાએ તેના ઉપર રાજય ભાર નાંખ્યો. તે પંચડ આજ્ઞા (શાસન) વાળો રાજા થયો. આ બાજુ સુધન, ધનદ મરી અનુક્રમે વસંતપુરમાં વસંતદેવ, કાર્તિકપુરમાં કામપાલ નામના પ્રધાન શ્રેષ્ઠી પુત્ર થયા. યુવાન થયા, ધનપતિ, ધનેશ્વર અનુક્રમે શંખપુર અને જયંતી નગરમાં મેરા અને કેશરા નામની રતિના રૂપલાવણ્યને જીતનારી ઇભ્યકુલની પુત્રીઓ થઈ અને યૌવનમાં આરુઢ થઈ. (તરુણ તરુવર ઉપર ચઢી) એક વખત વસંતદેવ ઉંટ બળદ વિ. વાહનયુક્ત મોટા સાથે સાથે વાણિજય માટે જયંતીનગરમાં ગયો. વસંતવર્ણન.... એ અરસામાં લંકાવાસ જેમ વિકસંત રાક્ષસવાળો હોય તેમ વિકસિત થતા પલાશવૃક્ષવાળો, જિનમુનિના મનનો અભિપ્રાય જેમ પ્રગટ રૂપે શોક અફસોસ વગરનો હોય, તેમ વિકાસ પામતા અશોકવૃક્ષવાળો, સ્ત્રીનું ભાલતટ જેમ તિલકથી શોભે છે, તેમ શોભતા તિલકવૃક્ષવાળો, વાચા વગરનો પુરુષ જેમ ખરાબ અવાજ કરનારો હોય છે, તેમ વિકસતા કુરબકવૃક્ષવાળો, ઈન્દ્ર જેમ વિકસતા લાલરંગવાળો હોય તેમ વિકસતા આંબાના વૃક્ષવાળો, શૂન્યગૃહનો ઉપરનો ભાગ જેમ ફેલાતી કરોલીયાની જાલવાળો હોય છે. તેમ ફેલાતા પ્રવાહવાળો વસંત મહીનો આવ્યો. વાયરા વશે હાલતી ચાલતી કોમલ લતારૂપી બાહુ દંડોથી જાણે નાચતો ન હોય, વિવિધ પ્રકારના પક્ષીઓનાં કલકલ અવાજથી જાણે ગાતો ન હોય, વિલાસ માણતી શ્રેષ્ઠ આંબાની કળીરૂપી મનોહર ચંચલ હાથના વિલાસોથી જાણે બોલાવતો ન હોય, મલય પવનથી કંપિત થઈ નમતા શિખરનાં મહાવૃક્ષરૂપી મસ્તકોથી જાણે નમસ્કાર કરતો ન હોય. નવા વિકસિત પુષ્પસમૂહ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. ડીંટ-બંધન તૂટી જવાથી નીચે પડતા સિંદુવારના પુષ્પ રૂપી આંસુથી જાણે રડતો ન હોય. શુક સારિકાના સ્પષ્ટ અક્ષરવાલા ઉચ્ચારથી જાણે ભણતો ન હોય એવો વસંત મહીનો આવ્યો. સર્વત્ર અનેક જાતના વિલાસ રસથી ભરેલી ડગલે ને પગલે નાચતી યુવાનોની હર્ષ ક્રીડાઓ
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy