SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ મૂળશુદ્ધિ ભાગ-૧ મહાસ્વપ્નથી સૂચિત વૈદ્યજીવ પુત્રરુપે (ઉપન્યો) અવતર્યો. તેનું નામ વજનાભ પાડ્યું. કનકનાભ, રુણ્યનાભ બાહુ સુબાહુ અથવા કનકનાભ અને રુષ્યનાભના પીઠ મહાપીઠ એ બીજા નામ હતા (આસક્ત) તેના ચાર ભાઈ થયા. અને હું અભયઘોષ નામે ત્યાં જ રાજપુત્ર થયો. હું બાલ્યપણાથી વજનાભમાં ઘણો લીન-તન્મય બનેલો હતો. અને તેનો સારથી થયો. વજનાભને રાજ્ય સોંપી વજસેન રાજાએ તીર્થંકર રૂપે દીક્ષા લીધી. વજનાભને પણ ચક્રાદિ રત્નો ઉપન્યા અને ચક્રવર્તી થયો. કનકનાભ વિ. મહાસામંત થયા. લાંબા સમય સુધી રાજય ભોગવી કામભોગથી નિર્વેદ પામેલા પોતાના પિતાશ્રી તીર્થકર લક્ષ્મીના ભોક્તા છે, તેમની પાસે દીક્ષા લીધી. વજનાભ ચૌદ પૂર્વી થયા. પ્રભુએ આચાર્યપદે આરૂઢ કર્યો. શેષ ૧૧ અંગ ભણ્યા ત્યાં બાહુ વૈયાવચ્ચ કરે છે, પાંચસો મુનિઓની ગોચરી તેમજ વસ્ત્ર પાત્ર કંબલ દંડ વિ. લાવે છે. ઔષધ, પાટ, પાટલા, સંથારા વિ. જેણે જે ઇચ્છા હોય તેને સર્વ જરા પણ ખેદ પામ્યા વિના લાવી આપે છે. બીજો સુબાહુ સ્વાધ્યાય, અધ્યયન ધ્યાન અને તપસ્યા કરનારની થાક્યા પાક્યા વિના સેવા કરે છે. એથી બાહુએ ભોગફળ અને સુબાહુએ બાહુબલનું કર્મ ઉપાર્જન કર્યું. જે ઉત્કૃષ્ટ સ્વરૂપે દેવોને પણ ચમત્કારે કરાવનારું હતું. પીઠ મહાપીઠ તો સતત સ્વાધ્યાય કરે છે. સૂરી પહેલાં બેની સતત પ્રશંસા કરે છે. ત્યારે બીજા બે વિચારવા લાગ્યા, ગુરુ રાજસ્વભાવને મૂક્તા નથી. જે કામ કરે તેની પ્રશંસા કરે છે. આવી માયાથી ગુરુ ઉપર અપ્રીતિના કારણે સ્ત્રીગોત્ર બાંધ્યું. અમે બધાએ ઘણાં કાલ સુધી વ્રત પાળ્યું. સમાધિથી મરી છએ જણ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપન્યા. તેત્રીસ સાગરોપમ સુધી સુખ ભોગવી પૂર્વભવે બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી ત્યાંથી ચ્યવી પ્રથમ નર-દેવ જેમના ચરણ કમળમાં નમે છે એવા આ પ્રત્યક્ષ પિતામહ પહેલા નંબરના વજનાભ ઋષભનાથ નામે તીર્થંકર થયા. શેષ અનુક્રમે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી થયા. ત્યાં વિદેહમાં જિનેશ્વરે મને કહ્યું હતુ વજનાભ ભારતમાં પ્રથમ તીર્થંકર થશે. અને શેષ મનુષ્યપણુ પામી મોક્ષે જશે. તેથી જો ! જિનેશ્વર લિંગ દેખી મને જાતિ યાદ આવી, તેનાં દ્વારા ભિક્ષા દાન પણ જાણ્યું તે સાંભળી રાજા વિ.ના રોમહર્ષ ખડા થઈ ગયા. અને મારી પ્રશંસા કરી ઘેર ગયા. પ્રભુના પારણાના સ્થાનને કોઈ ઓળંધે નહિ તે માટે શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠીક કરાવી અને ત્રણે કાલ પૂજે છે.લોકો પણ તેમ કરવા લાગ્યા. કાલ જતાં સંચપુરપીઠિકા તરીકે તે પ્રસિદ્ધ થઈ. પ્રભુ પાસે દીક્ષા લઈ શ્રેયાંસ મોક્ષે ગયો. મૂલ્યવાન સુપાત્ર દાને ભવનને ધનથી ભુવનને યશથી ભર્યો. અને ભગવાન ને રસથી ભર્યા. આત્માને નિરૂપમ સુખમાં મૂક્યો. “શ્રી શ્રેયાંસ કથાનક સમાપ્ત” (ચન્દનાસતી. કથાનક) , અંગ દેશમાં આભે આંબતા મોટા ખુલ્લા મકાન, નગર કોટના દરવાજા, ઝરોખા, તોરણ, ભવન,દેવકુલથી શોભાયમાન ચંપા નામે નગરી છે. જેમ શ્રેષ્ઠ પર્વત વનરાજી (જંગલ)થી શોભિત, ગેંડાવાળો, સિંહ યુક્ત, શ્રેષ્ઠ વાંસવાળો, સુંદર નાના મૃગલાવાળો, સુંદર મેખલા = શિખર ઉપરથી
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy