SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવાંગનાઓથી ભરેલ ઈશાલ કલ્પ છે, તેમાં શ્રીપ્રભ નામે વિમાન છે. તેનો સ્વામી લલિતાંગ દેવ છે. સ્વયંપ્રભા તેની પટરાણી છે. અનુરક્ત તેઓનો દિવસની જેમ ઘણો કાલ વ્યતીત થઈ ગયો. એક દિવસ કરમાયેલા પુષ્પવાળા ચિંતાતુર બનેલા દેવને દેવીએ દેખ્યો. કારણ પૂછ્યું. તે દેવે કહ્યું કે પ્રિયે ! કારણ મોટું છે. જન્માંતરમાં તપ ઓછો કર્યો હતો જેથી તારાથી વિખૂટો પડીશ. તે મહાનું ઉદ્વેગનું કારણ છે. તેણે કહ્યું તમે થોડા તપનું આચરણ કેવી રીતે કર્યું? તેણે કહ્યું - 1 આ જ જંબુદ્વીપના ગંધમાદન પર્વત પાસે ગંધિલાપતિ વિજય મધ્યે વૈતાઢ્ય પર્વતની શ્રેણીમાં ગંધાર દેશના ભૂષણ સમાન વિદ્યાસિદ્ધિ સમૃદ્ધિથી સમૃદ્ધ ગંધસમૃદ્ધિ નામે નગર છે. તેનો રાજા શતબલનો પુત્ર મહાબલ રાજા છે. તેને પૂર્વ પુરુષની પરંપરાથી આવેલો ક્ષત્રિય જિનવચનથી સંસ્કારિત મતિવાળો બાલપણાથી મિત્ર સ્વયંબુદ્ધ નામે મંત્રી છે. બીજો મિથ્યાત્વથી મૂઢ મનવાળો સંભિન્નશ્રોત નામે મંત્રી છે. રાજા ઘણું ખરું કાર્ય તેને પૂછીને કરે છે. એક દિવસ મધુર સ્વરના ઘોલનવાળા તંત્રી તલતાલના અવાજથી વિકસિત ગંધર્વ યુક્ત નાટકના રંગમંચમાં રહેલા શણગાર સજેલા મનોહર નટનટીમાં પરોવેલા ચિત્તવાળો રાજા બેઠો છે. ત્યારે સ્વયંબુદ્ધે કહ્યું હે દેવ “સર્વ ગીત તે વિલાપરૂપે છે. સર્વે નાટક વિડંબના છે.” ઘરેણાં ભાર રૂપે છે. સર્વે કામ દુઃખ આપનારા છે. ત્યારે રાજાએ કહ્યું - કાનને અમૃત સમાન આ ગીત છે, તને વિલાપ રૂપે કેવી રીતે લાગે છે.? નયનની ઉન્નતિ સમાન નાટકને તું વિડંબના કેવી રીતે કહે છે ? દેહને શણગારનારા ઘરેણાંઓને તું ભારરૂપે કેમ માને છે ? અસાર સંસારમાં સાર સમાન કામોને તું દુઃખાવહ કેમ માને છે? ત્યારે સ્વયંબુદ્ધે કહ્યું હે દેવ ! કોઈક સ્ત્રીનો પતિ પરદેશ ગયેલો છે, તેનાં આગમનની કાંક્ષા રાખતી તે સ્ત્રી તેનાં ગુણોને યાદ કરી સવારે સ્તુતિ કરે. તેમ સ્વામીને ખુશ કરવા તેમની આગળ તેમનાં જ ગુણોને વર્ણનારા ગીતને પણ ગાય છે, તેથી તે ગીત પણ વિલાપ જ છે. તેમ ભૂતને વશ થયેલો હાથ પગની અનેક ચેષ્ટાઓ કરે તેમ નાચનારો પણ વિવિધ ચેષ્ટાઓ કરે છે. તેથી પરમાર્થથી આ પણ વિડંબના છે. કોઈ સ્વામીના આદેશથી મુકુટ વિ. અલંકારને ગ્રહણ કરે તેનાં ભારથી પીડાય છે. તેમ શું કોઈએ યોગ્ય અંગોપાંગ ઉપર ઘરેણાં લગાડ્યા હોય તો શું તે ભારને વહન નથી કરતો ? તેમ કામો પણ હરણવિ. થી સેવાતા કામો પણ બહુ દુઃખ આપનારા થાય છે. (જેમ શબ્દ કામથી હરણો જાળમાં ફસાય છે.) નરનારીને આલોકમાં પણ કામો કલેશ, કંકાશ, મહેનત, અને દુઃખ કરનારા છે, અને એ પ્રમાણે પરલોકમાં નરકાદિ માઠી ગતિનાં મહેમાન બનાવે છે. તેથી તે કેવી રીતે દુઃખ આપનારા નથી ? તેથી પરલોકમાં સુખને ઈચ્છનારાઓએ તેમને વિદાય આપવી જોઈએ. સંભિન્નશ્રોતે કહ્યું કે રાજન્ ! સ્વયંબુદ્ધ શુભ નિમિત્તને નહિ દેખનારો પ્રત્યક્ષ જણાતા વિષયસુખને છોડી શિયાળની જેમ માંસ છોડી માછલી લેવા જતાં પાછળથી પસ્તાશે. સ્વયંબુદ્ધ
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy