________________
૧૯૦
મૂળશુદ્ધિ ભાગ-૧
અને હજમ થઈ ગયું, જેમ તપેલા તવા ઉપર જલબિંદુ. વર્ષાકાલ પૂરો થતાં સાર્થ ઇચ્છિત નગરે પહોંચ્યો.
રાજાનું સન્માન કર્યું. પોતાનો માલ વેંચી ધાર્યા કરતાં વધારે લાભ મેળવ્યો. બીજો માલ લઈ પોતાને ઘેર હેમખેમ પાછો આવ્યો. લીલાપૂર્વક પોતાનાં મનોરથોને પ્રાપ્ત કરવામાં તત્પર વિષયસુખોને અનુભવતો તેનો કાલ સુખપૂર્વક જાય છે. એ પ્રમાણે અનુક્રમે આયુષ્ય પૂરું થયે છતે દેહનો ત્યાગકરીને દાનનાં પ્રભાવે યુગલિક થયો.
ઉત્તરકુરૂમાં મનોહર રૂપવાળો, બત્રીસ લક્ષણથી યુક્ત, સમાન રૂપ અને યૌવનવાળી શ્રેષ્ઠ સ્ત્રીથી યુક્ત, કલ્પતરુથી પ્રાપ્ત થયેલા મનને ઈષ્ટ એવાં વિષયસુખ સંગમમાં એક તાન બનેલો ત્રણ પલ્યોપમ આયુ ભોગવી સૌધર્મ નામના શ્રેષ્ઠ વિમાનમાં સુંદર શરરીવાળો, પગ સુધી લટકતી માળાવાળો, ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. સૌધર્મથી ચ્યવી મહાબલ થયો. આ પ્રમાણે “દેવ અને મનુષ્યો વડે જેમના ચરણ કમલ વંદાયા અને છેલ્લે કર્મ ખપાવીને મોક્ષને પામ્યા ત્યાં સુધી ત્રષભસ્વામીનું ચરિત્ર કહેવું. ઘીના દાનથી ધનસાર્થવાહ તેરમાંભવે તીર્થંકર થયા. માટે સ્વશક્તિથી દાન આપવું જોઈએ. શેષભવો શ્રેયાંસ કથામાં કહીશું. “ધનસાર્થવાહ કથા સમાપ્ત”
(ગ્રામચિન્તકનું દષ્ટાન્ત) જંબુદ્વીપનાં વિદેહમાં રાજાએ એકને ગામનો ચિંતક તરીકે નીમ્યો. એક દિવસ રાજાની આજ્ઞાથી ભાત પાણી લઈ ઘર યોગ્ય લાકડા લેવાં પાંચશો ગાડા લઈ મોટા વનમાં ગયો. આ બાજુ સાર્થથી ભ્રષ્ટ થયેલાં ભૂખતરસથી પીડાયેલા શરીરાળા સાધુઓ આમ તેમ ભમતાં તે ગાડાના ચીëથી તેજ ભાગમાં આવ્યા, સંભ્રમથી તેમની પાસે ગયો. ભાવપૂર્વક વાંદ્યા તેમાં શરદઋતુનો સમય જેમ ધૂળ વગરનો હોય મોટો રાજા વેગ વગરનો હોય, આપત્તિથી ભંગાયેલો માણસ જેમ આનંદ વગરનો હોય, ઘરડો માણસ દાંત વગરનો હોય, સુવૈઘ જેમ રોગમાં રત હોય, તેમ રાગ વગરના,ચંદ્ર જેમ હરણવાળો હોય, ક્રોધી ગર્વવાળો હોય, જૈન સિદ્ધાંત જેમ સુંદર આશયવાળો હોય, દારુ પીધેલ જેમ નશાવાળો હોય તેમ જ્ઞાનવાલા સૂરીને જોયા.
ગ્રામ ચિંતકે પુછયુ કે ભગવન ! આપ આ ભયંકર જંગલમાં કેમ આવ્યા ? સૂરી બોલ્યા - અમો માર્ગ ભૂલી ગયા છીએ. પોતાનાં આવાસે લઈ ગયો. ભક્તિ ભાવથી વહોરાવ્યું અને વિચારવા લાગ્યો. અહો ! આ જંગલમાં અચિંત્ય ચિંતામણી સમાન મહાસત્ત્વશાળી સુપાત્ર એવા મને સાધુ પ્રાપ્ત થયા. તે મારો પુણ્યોદય કહેવાય, મારે જંગલમાં આવવાનું ક્યાંથી હોય? અથવા દૈવયોગે વિષમદશાને પ્રાપ્ત થયેલાં સાધુઓ અહીં ક્યાંથી આવે ? આવી સામગ્રી ભાગ્યશાળી પુરુષોને જ પ્રાપ્ત થાય. તેથી હવે મારે ચોક્કસ કલ્યાણ પરંપરા ચાલુ થશે. જે પાપમલથી મેલા હોય એઓને આવાં અવસરે સાધુઓનું દર્શન મળી શકતું નથી. એમ વિચારતાં ફરીથી તેણે ચરણયુગલને વંદન કર્યું. જમ્યા પછી તલવાર લઈ માર્ગ દેખાડવા ગયો.ઘણાં ભોળા ભાવવાળો