SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા ચિંતાથી ઉંડો નસાસો મૂકી કુમારને વિસર્જન કર્યો. ઘેર ગયો ત્યારે રાણીએ પુછયું કુમારને આવો સરસ કોણે શણગાર્યો, ત્યારે પરિજને કહ્યું, તમારી બેનપણીએ, પણ તમે કુમારને લુણ ઉતારો કારણ કે કુમાર ઉપર ચંદ્રપ્રભાએ નીસાસા નાંખ્યા હતા. રાણીએ કહ્યું આવું બોલશો મા; તેણીના નિસાસા પણ કુમારને આશીર્વાદ રૂપ થશે. - ત્યારે બધા ચુપ થઈ ગયા. રાણીએ વિચાર્યું કુમારને જોઈને તેણીએ નસાસા કેમ મૂક્યા હશે ? હાહા ખબર પડી તે પુત્ર વગરની છે. તો શું દોસ્તીના નાતે તેણીને પોતાનો પુત્ર આપી તેના મનોરથો ન પૂરાય ?? આવી ચિંતાતુર હતી ત્યારે રાજા આવ્યો અને ઉદ્વેગનું કારણ પૂછયું - રાણીએ સર્વ હકીકત જણાવી. રાજાએ કહ્યું તું ચિંતા ન કર, હું એવો ઉપાય બતાવીશ કે જેથી તારી સખીને પુત્ર થશે. દેવીએ કહ્યું હે નાથ, મોટી મહેરબાની. બીજા દિવસે રાજાએ શેઠને કહ્યું તારે પુત્ર નથી તો તેના માટે મારી કુળદેવી ત્રિભુવનશ્રીને આરાધ. તે પ્રગટ પ્રભાવી છે. આરાધતા જે માંગો તે આપશે. શેઠે કહ્યું, આ કરવાની શી જરૂર, જો પૂર્વના કર્મમાં લખેલું હશે તો પુત્ર થશે.રાજાએ કહ્યું તમારી વાત સાચી પણ મારા આગ્રહથી આમ કર. ત્યારે રાજાભિયોગ માની સર્વ સ્વીકારી શેઠ ઘેર આવ્યા. શેઠાણીએ કહ્યું નાથ ! આમ કરવાથી સમકિતને લાંછન લાગશે.શેઠે જવાબ આપ્યો રાજાભિયોગથી કરવામાં સમકિત મલિન ન થાય તેથી બીજા દિવસે સર્વ પૂજા સામગ્રી લઈ પત્ની સાથે ત્રિભુવનશ્રીના મંદિરે ગયો.સ્નાન વિલેપન પૂજાદિ કરાવીને દેવીને કહ્યું હે ભગવતી ! રાજા કહે છે કે દેવી પાસે પુત્ર માંગ તેથી તું મને પુત્ર આપ, દેવીએ વિચાર્યું અહો ! આની નિરપેક્ષતા કેવી છે. છતાં પણ પોતાની પ્રસિદ્ધિ ખાતર પ્રભાવ દેખાડું, એમ વિચારી દેવીએ કહ્યું છે ભદ્ર ! તારે પુત્ર થશે. શેઠે કહ્યું એમાં ખાતરી | સહેલાણી શું ? થોડોક દુભાવું એમ વિચારી દેવીએ કહ્યું જયારે ગર્ભ થશે ત્યારે તારી પત્ની સ્વપ્નમાં દેવ વાંદવા સારુ જિનાલયમાં પ્રવેશતી જિનાલયને પડતું દેખશે. પુત્ર ધર્મનો શત્રુ થશે એથી થોડોક દુભાયેલો મનવાળો શેઠ ઘેર ગયો. એક વખત દેવીએ કહેલું સ્વપ્ન જોઈ શેઠાણી જાગી શેઠને જઈને કહ્યું મેં તે સ્વપ્નમાં થોડું વિશેષ જોયું છે. કે હું પૂજાના ઉપકરણ લઈને જિનાલયમાં જાઉં છું તેટલામાં મને જિનાલય પડતું દેખાયું ઉપરના પડવાના ભયથી મેં ઉપર દેખતા દેખતા પ્રભુની પૂજા કરી અને બહાર નીકળું છું. ત્યારે સર્વ નવું બનેલું તેમજ પહેલા એક ધ્વજા હતી પાછળથી શ્રેષ્ઠ પાંચ ધ્વજાથી શોભતું જિનાલય જોઈ હું જાગી. હવે આપ કહો તે પ્રમાણે શેઠે કહ્યું શરૂઆતમાં કડવું છતા સુંદર પરિણતિવાળું છે. તેથી તારો પુત્ર પ્રથમ આપત્તિ ભોગવી પાછળથી મહાઋદ્ધિવાળો થશે. શેઠાણીએ હા કહી અને સ્વપ્નગ્રંથી બાંધી. ત્યારપછી પૂર્ણથતાં સર્વ મનોરથવાળી શેઠાણીએ સર્વાગ સુંદર પુત્રને જન્મ આપ્યો, શુભંકર નામની દાસીએ શેઠને વધામણી આપી. તેણીને ઇનામ આપી, વધામણીનો ઉત્સવ કર્યો. ગંભીર શબ્દવાળા વાજિંત્રો વાગે છે. નર્તકીઓ નાચે છે. શત્રુને પણ શત્રુરૂપે ગણ્યા વગર
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy