SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા ૧૭૫ ઉદાર ભોગોને ભોગવે છે. એ પ્રમાણે દેવધર મહાસમ્રાટ થયો. પૂર્વ અવસ્થા યાદ કરી રાજા-રાણી જિનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. જિનાલયો કરાવે છે, તેમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવે છે. સ્નાત્રપૂજા ઈત્યાદિ તથા અષ્ટાદ્વિકા ઉત્સવો કરાવે છે. અભયદાન વિ.ની ઘોષણા કરાવે છે. રથયાત્રાનું આયોજન કરાવે છે. દીન, અનાથ વિગેરેને અનુકંપા ઇત્યાદિ દાન આપે છે. સાધર્મિક ભક્તિ કરે છે. સાધુ- સાધ્વીને ભક્તિ પૂર્વક મહાદાન (વસ્ત્ર પાત્રાદિનું) આપે છે. આગમ પુસ્તકો લખાવે છે. અને વિધિપૂર્વક પૂજે છે. જિનવાણીને સાંભળે છે. સામાયિક વિ. આવશ્યકને સેવે છે. પર્વતિથિએ પૌષધ આદરે છે. ઘણું શું કહેવું? જે રીતે જિનધર્મનો અભ્યદય થાય તેમ વર્તતા તેઓનો કાળ જાય છે. એક વખત ચાર જ્ઞાનના ધણી યશોભદ્રસૂરિ ત્યાં પધાર્યા, તેમને વાંદવા રાણી સાથે રાજા ગયો અને ભાવપૂર્વક વંદન કર્યું અને શુદ્ધભૂમિ ઉપર બેઠા. આચાર્ય ભગવંતે ધર્મદેશના શરૂ કરી. ઋદ્ધિ સ્વભાવથી ચપલ છે, રોગ અને જરાથી ખખડી જવાના સ્વભાવવાળું આ શરીર છે. પ્રેમ તો સ્વપ્ન સમાન અવાસ્તવિક છે. તેથી ચારિત્રમાં આદર કરો.જિનેશ્વરોએ શાસ્ત્રમાં ગૃહસ્થ ધર્મ અને ચારિત્રધર્મ વચ્ચે મેરુ સરસવ જેટલું અંતર ભાખ્યું છે. વિષયસુખથી નિવૃત્ત થયેલા તથા પરમ તૃપ્તિની આશા નહિ કરનાર સાધુઓને “જે સુખ હોય છે, તે ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? મુનિઓના સમૂહે સેવેલું આ ચારિત્ર અનેક ભવમાં એકઠા કરેલા તીવ્ર અશુભ કર્મો રૂપી પર્વતનો ચૂરો કરવા માટે વજ સમાન છે. હે રાજન ! એક દિવસના દીક્ષિતને પણ રાજરાજેશ્વર પગે પડે છે. આ ચારિત્રનો પ્રત્યક્ષ પ્રભાવ છે. માત્ર એક દિવસ પણ ચારિત્રને અતુટ ભાવથી પાળતા મોક્ષ ન થાય તો વૈમાનિક તો ચોક્કસ બને. સોના તથા મણિના પગથીયાવાળું એક હજાર થાંભલાવાળું સોનાના તળિયાવાળું જે જિનાલય બનાવે તેના કરતા તપ-ચારિત્રનું અધિક ફળ છે. તેથી હે રાજન્ ! સર્વ દૂષણનું મૂળ એવા ગૃહસ્થવાસને છાંડી સંસારનો નાશકરનાર ચારિત્રને સ્વીકાર. તે સાંભળી રાજાને ચારિત્રના પરિણામ જાગ્યા અને વિનંતી કરી કે હે ભગવનું ! રાજશ્રીના પુત્ર ગુણધરને રાજય સોંપી આપે ભાખેલું હું ચારિત્ર લઈશ. પણ અમારો એક સંશય છે. તે દૂર કરો, મને અને રાજશ્રીને બાળપણમાં સ્વજનોનો વિયોગ વિ. તથા દારિદ્ર કેમ આવ્યું? ભગવાને કહ્યું હે મહાત્મા તું સાંભળ... અહીંથી પૂર્વના ભવમાં નંદિવર્ધન ગામમાં કુલવર્ધન નામે કુલપુત્ર હતો. રાણી પણ શાન્તિમતી નામે તારી ઘરવાળી હતી, તમે સ્વભાવથી હળુકષાયવાળા અને દાનરુચિવાળા હતા. એક દિવસ વિહાર કરતા તમારા ઘેર સાધુ યુગલ આવ્યું. તેને દેખી તે કહ્યું હે પ્રિયે ! આ જો દાન નહિ આપનારા તથા કુટુંબ,સુખી સ્વજન પાલન પોષણ કરનાર ન હોવાથી ભિક્ષા માટે ફરે છે. સ્વજન વગરના એઓને વળી તપ શેનો ? શાન્તિમતીએ પણ હામાં હા મલાવી “તેમાં સંદેહ નથી આર્યપુત્રે સારું જાણ્યું તેના નિમિત્તે સ્વજન વિયોગનું ગાઢ કર્મ બાંધ્યું.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy