SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા ૧૫૩ જિતશત્રુ નામે રાજા છે. નગરીમાં રાજકુમાર મૂળદેવ ગુટિકા પ્રયોગથી વામન રૂપ કરી વિચિત્ર કથાથી, ગાંધર્વકલાથી અને વિવિધ પ્રયોગથી નગરજનોને વિસ્મય પમાડે છે. અને તેથી તે ચારે બાજુ પ્રખ્યાત થઈ ગયો છે. આ બાજુ તે નગરમાં રૂપ લાવણ્ય અને વિજ્ઞાનના ગર્વવાળી દેવદત્તા નામે પ્રધાન વેશ્યા છે. ચોસઠ કલામાં કુશલ, ચોસઠ વિલાસીના ગુણવાળી, બત્રીસ પ્રકારના પુરુષના ઉપચારમાં અત્યંત કુશલ, ઓગણત્રીસ અતિશયમાં રમનારી, શ્રેષ્ઠ ચતુરાઇથી યુક્ત, એકવીસ રતિ ગુણધારી, અઢાર દેશની ભાષા જાણનારી, એ પ્રમાણે સર્વશાસ્ત્રમાં સારી રીતે બરાબર તૈયાર થયેલી વેશ્યા એવી હોંશીયાર છે કે તેણીને સામાન્ય પુરુષતો ખુશ ન કરી શકે. તેથી કૌતુકથી મૂળદેવે દેવદત્તાને ક્ષોભ પમાડવા સારુ પરોઢીએ નજીકમાં રહેલાએ મધુર ઘણાં ભંગવાળું ફરતા ફરતા કંઠે (ક્યારેક સ્ત્રીના અવાજે, ક્યારેક પુરુષના અવાજે, શ્રેષ્ઠ ગાયકના કંઠની તુલના કરતો) અસમાન વર્ણના સંવેધથી મનોહર ગાંધર્વ ગીત વારંવાર ગાવાનું શરૂ કર્યું. તે સાંભળી દેવદત્તાએ વિચાર્યું અહો! આ તો કેવો અપૂર્વ અવાજ છે, તેથી આ કોઈ દેવ હોવો જોઇએ. આ મનુષ્ય ન હોઈ શકે. દાસીઓ પાસે તપાસ કરાવી, તપાસ કરી દાસીએ કહ્યું કે સ્વામિની ! આ તો વસંતઋતુના ઉત્સવનું અનુસરણ કરનાર, સર્વ વિજ્ઞાનનો ભંડાર નગરજનોના મનને હરનાર, કોઈ બહારથી આવેલો ગાવાના બહાને માણસોને વશ કરે છે. ત્યારે દેવદત્તાએ માધવી નામની કુબડીદાસીને મોકલી અને તેણીએ જઈને વિનય પૂર્વક કહ્યું કે હે મહાસત્ત્વશાળી ! અમારી શેઠાણી દેવદત્તા વિનવે છે કે આપ મહેરબાની કરી અમારા ઘરે પધારો. તેણે પણ (વિદગ્ધતાથી) હોંશીયારીથી કહ્યું કે મારે વેશ્યાસંગની જરૂર નથી, તેમજ વિશિષ્ટ પુરુષો માટે વેશ્યાસંગનો નિષેધ કરાયેલો છે. કહ્યું છે કે, વિચિત્ર જાર પુરુષોના ઓષ્ઠના અગ્રભાગથી ખરડાયેલી, માંસ મદિરામાં રત, સાવ હલકી, વચનમાં કોમલ અને મનમાં દુષ્ટ ભાવવાળી એવી વેશ્યાને વિશિષ્ટ પુરુષો સેવતા નથી.(૨૭૯) - અગ્નિશિખાની જેમ તાપ ઉપજાવનારી, મદિરાની જેમ ચિત્તને મોહ પમાડનારી, છુરીની જેમ દેહને કાપનારી અસલિકા-લોઢાની જેમ વેશ્યા ગઈ લાયક છે અહો ! ગણિકા અન્યને સંકેત આપે છે, બીજાને જુએ છે, તેના ઘરમાં બીજો કોઈ, ચિત્તમાં બીજો અને પાસે બીજો કોઈ માણસ બેઠો હોય છે. સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી મીઠા કર્મો કરે છે. સાર નીકળી ગયા પછી નિર્લક્ષ (દુષ્ટ માણસ) અળતાને છોડી દે છે, તેમ તગેડી મૂકે છે. (૨૮૨) એથી મને ત્યાં જવાની ઈચ્છા નથી. તે (દાસી) પણ અનેક પ્રકારનાં વચનની ચતુરાઈથી ચિત્તને આકર્ષી આગ્રહથી હાથ ઝાળીને ઘેર લઈ ગઈ. રસ્તામાં જતા કલા કૌશલ્ય અને ક્રિયા) વિદ્યા પ્રયોગથી ઝાટકો મારીને કુબડી દાસીને સીધી કરી દીધી. તેથી તે વિસ્મયમાં પડી, તેની જોડે તે મૂળદેવ વેશ્યા ભુવનમાં પ્રવેશ્યો. વામન
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy