SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ મૂળશુદ્ધિ ભાગ-૧ - ત્યારે રોહિતૈયે કહ્યું - જુઓ મેં પૂર્વભવમાં સુપાત્ર દાન વિ. આપેલું, જિનભવન, વિ. કરાવેલા, તેમાં જિનબિમ્બોની પ્રતિષ્ઠા કરાવેલ. વિવિધ પૂજા યાત્રા કરી સજજન સ્વજન બંધુ વિ. નું સન્માન કર્યું. ગુરુની સેવા કરી ધર્મદેશના સાંભળી, પુસ્તકો લખાવ્યા. શીયળ પાળ્યું, બધાને આત્મસમાં ગયા હતા, ખોટું બોલ્યો નથી, ચોરી કરી નથી, પરસ્ત્રીઓને માતા સમાન ગણી, ધનાદિમાં સંતોષ રાખ્યો. ભાવનાઓ ભાવી આવા પ્રકારનાં સદ્અનુષ્ઠાનો મેં કર્યા હતા. દરવાને કહ્યું આ તો સુંદર કહ્યું, હવે ખરાબ આચર્યું હોય તે કહો. તે બોલ્યો મેં કાંઈ ખરાબ આચર્યું નથી. પ્રતિહારે કહ્યું એક સ્વભાવથી જન્મ પુરો ન થાય. કાંઈક તો અશુભ આચર્યું હશે. તેથી જે કાંઈ ચોરી, પરસ્ત્રીગમન કર્યું હોય તે વિના સંકોચે કહી દો. તેણે કહ્યું શું અશુભ આચરણથી દેવલોક મળે ? તેઓએ સર્વ હકીકત અભયને જણાવી, તેણે શ્રેણીક રાજાને કહ્યું હે રાજનું ! ખાત્રી વગરનો ચોર સાહુકાર સમાન છે. જો આ ઉપાયથી પણ તે ન જણાય તો તે ચોર કેવી રીતે હોઈ શકે ? આને મુક્ત કરી દો. રાજાએ કહ્યું જો એમ હોય તો તારે જેમ કરવું હોય તેમ કર. અભયે તેને ભવનમાંથી બહાર કાઢી છોડી મૂક્યો. રોહિશ્નેય ચોર રાજગૃહીને જોઈ વિચારવા લાગ્યો. પિતાનો ઉપદેશ સારો નથી. કારણ કે ભગવાનનાં એક વચનનું આટલું મહત્ત્વ છે, જેનાં કારણે આલોકમાં પ્રાણદંડથી બચી ગયો નહિતર કુમારે કેવી રીતે માર્યો હોત તો કોઈને ખબર પણ ન પડત. એ ચોરી કરવાથી પરલોકમાં પણ કાંઈ સારું થશે નહિં. તેથી આ બાપનો ઉપદેશ અનર્થવાળો હોવાથી મારે ન જોઈએ. એમ વિચારી ભગવાન પાસે ગયો અને વાંદીને ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. સર્વ પ્રાણીઓનાં રક્ષક ! મોહ રાજાના સૈન્યનો નાશ કરનાર ! પ્રસરતાં કેવલજ્ઞાનથી જ્ઞાનાદિ સદ્દભાવોને જાણનારા ! સઘળી ભાવનાઓને ભાવનારા ! બધા દુઃખરૂપી કમલને ઉખેડવામાં હાથી તુલ્ય ! ત્રણ ભુવનના માલિક ! મહાતેજસ્વી ! મહાનું કાર્યવાળા જિનેશ્વર! ઋણ વગરનાં ! (૨૯) જે સદા આપનાં વચનરૂપ અમૃતનું પાન કરવામાં લાલચું હોય તે જીવો આ જગતમાં ધન્ય અને તેમનું જીવન સફળ છે. હું તો અત્યન્ત પાપિઇ છું. તમારાં વચનો સાંભળતી વખતે કાન ઢાંકીને (બીડીને) ભાગી ગયો હતો. હે નાથ ! ઈચ્છા ન હોવા છતાં મને એક વચન સંભળાઈ ગયું જેના દ્વારા હું આવ્યો. તેમજ ભવથી નિર્વેદ પામ્યો. તમને હે સ્વામી ! નમસ્કાર હો ! હવે એવું કરો કે જેથી ભવનને ઓળંઘી જલ્દી સિદ્ધપુરમાં પહોંચી જાઉં. (૩૩) ભગવાને ભવનિર્વેદને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપી. તે સાંભળી ઘણાં લોકો બોધ પામ્યા. તે વખતે રોહિૌયનું જીવવીર્ય ખીલી ઉઠયું. રોમરાજી વિકસિત થઈ અને ગાઢ કર્મ જાલ દળાઈ (છેદાઈ) જવાથી ચારિત્રના પરિણામ જાગ્યા. ત્યારે તેણે હસમુખ ચહેરે પ્રભુને વિનંતી કરી હે ભગવન્! હું દીક્ષાને યોગ્ય છું કે નહિ? પ્રભુએ કહ્યું તું પૂરેપૂરો યોગ્ય છે. તેણે કહ્યું તો હું દીક્ષા લઉં. પણ મારે શ્રેણીક રાજા સાથે વાત કરવી છે. રાજાએ કહ્યું જે તને ગમે તે વિના સંકોચે બોલ, તેણે કહ્યું ઓ ! મહારાજા તે હું જ રોહિૌય ચોર છું. એક પછી બીજા
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy