SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬ મૂળશુદ્ધિ ભાગ-૧ જીવાદિપદાર્થોને યથાસ્થિત ભાખનારો અને તે જીવને કર્મબંધાદિ થાય છે એવું જણાવી તેનાથી છુટવા માટે સાધન બનનારો ધર્મ તાપશુદ્ધ કહેવાય છે. આવી રીતે પવિત્ર થયેલો ધર્મ જ ધર્મપણાનું નામ પામે છે. આ પ્રકારોથી જે ધર્મ નિર્મલ થયેલો નથી, તે બેમાંથી - આલોક | પરલોક કોઈ પણ ઠેકાણે સારો નીવડતો નથી. એવા (અશુદ્ધ) ધર્મનું ફળ નક્કી વિપરીત હોય છે. આ ધર્મ ઉત્તમપુરુષાર્થ હોવાથી આમાં જે ઠગાઈ જાય તે સર્વ કલ્યાણથી દૂર-વિખૂટો રહે છે. તે તે પ્રકારથી આ ધર્મમાં જે ઠગાતો નથી તેના હાથમાં સર્વ કલ્યાણ સામગ્રી આવે છે. તેથી પંડિત પુરુષોએ હંમેશા સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મની પરીક્ષા કરવી જોઈએ. આ ગુરુવયણો સાંભળવાથી કાલક રાજકુમારનો કર્યભાર ઓછો થવાથી ચારિત્રનાં ભાવ જાગ્યા. અને કહેવા લાગ્યો કે ભગવન્! મિથ્યાત્વની જાળમાં ફસાયેલાં મને વાસ્તવિક ધર્મ કહીને આપે ઉગાર્યો છે. તેથી હવે મારે જે કરવા યોગ્ય છે તે ફરમાવો. જ્યારે સૂરીશ્વરે તેનાં ભાવો પરખી ઉત્તમ સાધુ ધર્મ ફરમાવ્યો, તે વાત સ્વીકારી રાજા પાસે કુમાર ગયો. મહા મુશ્કેલીએ મા-બાપ આદિથી પોતાને છોડાવીને અનેક રાજપુત્રો સાથે સંયમ સ્વીકાર્યો. ગ્રહણ, આસેવન શિક્ષા ગ્રહણ કરીને ગીતાર્થ થતાં ગુરુએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપ્યાં. પાંચસો સાધુઓથી પરિવરેલાં ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતાં ઉજૈની નગરીમાં પધાર્યા. નગરનાં ઉત્તર દિશાનાં વનખંડમાં યતિયોગ્ય પ્રાસુક પ્રદેશમાં વસ્યાં. (૧૫) તેમને પધારેલાં જાણી લોકો ઝડપભેરે વંદન કરવા ગયા અને સૂરિને પ્રણામ કરી શુદ્ધભૂમિતલ ઉપર બેઠા. ત્યારે કાલક સૂરીએ દુઃખરૂપવૃક્ષનાં ગીચ વનને ભસ્મસાત્ કરવામાં દાવાનલ સમાન જિનેશ્વરે ભાખેલો ધર્મ ગંભીર ધ્વનિથી કહ્યો. તે સાંભળી સભાજનો અધિક સંવેગ પામ્યા અને સૂરીનાં ગુણ ગાતાં ગાતાં પોતાના ઘેર ગયાં. એ પ્રમાણે ભવ્ય જીવોરૂપી કમળને પ્રતિબોધ કરતાં આચાર્યશ્રી નો કેટલોક કાળ પસાર થયો. ત્યારે ભવિતવ્યતા યોગે ત્યાં સાધ્વી સમુદાય આવ્યો. તેઓમાં સરસ્વતી નામનાં સાધ્વી હતાં... તે કેવાં છે ? સરસ્વતીની જેમ હસ્તા2માં પુસ્તક છે, પણ અકુલીન નથી. (સરસ્વતી પિતા-બ્રહ્માને પરણી હતી તેથી કુલીન નથી) ગૌરીની જેમ મહાતેજસ્વી છે પણ ભવ-સંસારમાં રક્ત નથી. (ગૌરી ભવ-શંકરમાં રક્ત હતી) શરદકાળની નદીની જેમ સ્વચ્છ આશયવાળી છે પણ નદી ગ્રાહ ઝુંડા વિ. દુષ્ટ જલચર પ્રાણીવાળી હોય છે જ્યારે આ ખોટી પક્કડ રાખનારી નથી. લક્ષ્મી જેમ કમલ આલયવાળી છે તેમ આ નિર્મલ સ્થાનવાળી છે. પરંતુ કામના (વિષયવાસના) વિનાની છે ચંદ્રલેખાની જેમ સર્વજનોને આનંદ આપનારી છે, પણ તેની જેમ વાંકી નથી. એટલે કે તે ગુણો અને રૂપથી સર્વનારીઓમાં મુખ્ય છે. વળી સંયમની ક્રિયામાં ઉદ્યમવાળી એવી સરસ્વતી નામની કાલકાચાર્યની નાની બહેન અંડિલ ભૂમિએ જતી ઉજૈનીના રાજા ગર્દભિલ્લે જોઈ. અને એવો
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy