SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ મૂળશુદ્ધિ ભાગ-૧ સર્વ ભવ્ય પ્રાણીઓ માટે ચક્ષુ સમાન છે. I૪૬ - આગમ માબાપ છે, તે જણાવે છે. आगमो चेव जीवाणं जणणी णेहणिब्भरा । जोग-खेमंकरो निच्चं आगमो जणगो तहा ॥४७॥ આગમ જીવોની સ્નેહ સભર નયનોવાળી માતા છે; તથા સદા યોગક્ષેમ કરનાર હોવાથી પિતા છે. જેમ માતા પુત્રનું પાલન પોષણ પરિવર્ધન કરે છે. તેમ જિનેશ્વરે ભાખેલો સિદ્ધાંત પણ જીવોનું પાલનાદિ કરતો હોવાથી માતા છે. પૂર્વ પ્રાપ્તગુણોનું રક્ષણ કરવાથી; અપૂર્વ ગુણોને પ્રાપ્ત કરાવવાથી જીવોનો આગમ પિતા સમાન યોગક્ષેમકારી છે. ll૪ળા - સાર્થવાહની ઉપમા દર્શાવે છે. સા-કોર - વસાયાલાવથસંધુને ! एसो संसारकंतारे सत्थाहो मग्गदेसओ ॥४८॥ રાગ, દ્વેષ, કષાય વિગેરે દુષ્ટ જંગલી પશુઓથી ભરપૂર આગમ સંસાર વનમાં સાર્થવાહની જેમ આ માર્ગ દેખાડનાર છે. માર્ગનાં ગુણોને જાણનાર સાર્થવાહ જંગલી પ્રાણીઓથી વ્યાપ્ત જંગલમાં સાર્થના પ્રવાસીઓને નિરુપદ્રવમાર્ગ બતાવે છે. તેમ અનેક આપત્તિઓથી ભરપૂર સંસાર વનમાં જ્ઞાનાદિ સ્વરૂપ નિરુપદ્રવ માર્ગને જૈનાગમ દેખાડે છે. I૪૮ सारीर-माणसाणेयदुक्ख-कुग्गाहसागरे । बुडुंताणं इमो झत्ति हत्थालंबं पयच्छइ ॥४९॥ શારીરિક, માનસિક દુઃખ અને ખોટી પક્કડ સ્વરૂપ નથીભરપૂર) સંસારરૂપી સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને હાથના આલમ્બન રૂપ સમકિતાદિ આપે છે. જેમ સાગરમાં ડુબતાં પ્રાણીઓને કોઈક હાથનું આલમ્બન આપીને બચાવી લે છે. તેમ દુઃખસાગરમાં ડૂબતાં પ્રાણીને જૈનાગમ સમકિત વગેરેના દાન દ્વારા ઉદ્ધરી લે છે. I૪૯H महाविज्जासहस्साणं महामंताणमागमो । भूइट्ठाणं सुदिट्ठाणं एसो कोसो सुहावहो ॥५०॥ આગમ હજારો મહાવિદ્યા તથા (પ્રભાવશાળી પુરુષોથી અધિતિ) અનેક અતિશયવાળા મંત્રોનો સુખકારી ભંડાર છે. * વિદ્યા પ્રજ્ઞપ્તિ વગેરે દેવીઅધિષ્ઠિત હોય છે અને સાધનાથી સિદ્ધ થાય છે. મંત્ર ચેટક વગેરે દેવ અધિતિ હોય છે અને સાધના વિના સિદ્ધ થાય. (આવશ્યક નિર્યુક્તિમાં પણ આમ જ કહ્યું છે.) કોઈને શંકા થાય કે અન્યદર્શનનાં શાસ્ત્રોમાં પણ મહાવિદ્યા વિ. દેખાય છે. તો પછી આ જૈનાગમ જ મહાવિદ્યા ભંડાર કેવી રીતે થયો ?
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy