SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મૂળશુદ્ધિ ભાગ-૧ तम्हा एसो दुहत्ताणं ताणं सत्ताणमागमो ॥४३ पू० આગમથી-જિનેશ્વરો જિનપ્રતિપાદિત પદાર્થો, ત્રણ-સ્થાવર રૂપ ચરાચર જગત, સંસાર, મોક્ષ અને તેમનાં દોષ-ગુણ તથા તેમનાં અનેક પ્રકારનાં કારણો જણાય છે. - ચારે ગતિમાં ભ્રમણ કરવું તેને સંસાર કહેવાય. - જીવનું કર્મથી વિખૂટા થઈને રહેવું તે મોક્ષ કહેવાય. - દુમ્બફળે... વગેરે સંસારના અવગુણ છે કહ્યું છે કે... “સંસારનું ફળ દુઃખ છે. સંસાર દુઃખમાં જકડી રાખે છે. સંસાર જાતે જ દુઃખ રૂપ છે. સંસાર દુઃખનું જ ઘર છે. અરે આ સંસારનું વર્ણન કરતાં ભયથી સંવાટા ઉભા થઈ જાય છે. અનંતસુખ વિ. સિદ્ધિ પદના ગુણો છે. આવશ્યનિર્યુક્તિ માં કહ્યું છે કે – અવ્યાબાધ સુખને પામેલાં સિદ્ધ ભગવંતોને જે સુખ હોય છે તે સુખ મનુષ્ય તથા સર્વ દેવોને પણ હોતું નથી. સઘળાં દેવોનું સર્વકાલનું સુખ ભેગું કરી અનંતગણું કરીએ તો પણ મુક્તિ સુખનાં અનંતમા વર્ગમૂલને પણ આંબી શકતું નથી. સર્વકાલનું ભેગું કરેલું સિદ્ધ ભગવાનનું સુખ અનંતવર્ગથી ભાગાકાર કરીએ તો સર્વ આકાશમાં ન સમાય. (આ.નિં. ૯૮૦-૮૨) સંસારનાં કારણ મિથ્યાત્વ વિગેરે સિદ્ધિનાં કારણ જ્ઞાન વિ. ના અનેક પ્રકાર જિનાગમથી જાણી શકાય છે. ધર્મ અને અધર્મ લૌકિક લોકોત્તર ભેદથી બે પ્રકારે છે. લૌકિક ધર્મ તે ગ્રામધર્મ વિગેરે તે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. લૌકિક ધર્મ કથાનકથી જાણી શકાશે.” (નાગદત્ત કૌટુમ્બિક કથાનક ) આ ભરતક્ષેત્રનાં લાટ દેશમાં ધન્યપૂરક નામે નગર છે. ત્યાંના કુટુંબનાં સ્વામી સમુદાયધર્મપૂર્વક ચાલતાં નથી. તેમાં એક નાગદત્ત નામે પરિવારનો સ્વામી છે. તેણે બધાને સમજાવ્યું કે છૂટા છૂટા થઈને રહેવું સારું નહિ. નીતિશાસ્ત્રમાં પણ યું છે કે... ભેગાં મળીને રહેવું પુરુષોને કલ્યાણકારી છે. (જેમ ડાંગરના છોડ ભેગા કરી પુનઃ રોપવામાં ન આવે તો પાકતા નથી.) વિશેષ કરીને જ્ઞાતિજનો સાથે હળીમળીને રહેવાથી વિશેષ કલ્યાણ થાય છે. તુષનો સાથ છોડવાથી ચોખા ફરી ઉગતાં નથી. છુટા છવાયા રહેનારનું રાજદરબારમાં પણ કાઈ કાજ સરતુ નથી. કુંઢ = આળસુઓ વડે તેઓનું ભક્ષણ (નાશ) કરાય છે. તેથી તમે ખોટી પક્કડ ના રાખો. પણ તેઓએ તેની વાત ન માની. આ ગામનો પરસ્પર સંપ નથી એવું જાણી રાજાના આળસુ પુરુષો (ભાટ નાં પુત્રો) ઉપદ્રવ કરવા લાગ્યા. તેવી પરિસ્થિતિ જોઈને નાગદત્ત નિરુપદ્રવ ઠેકાણું શોધવા ગાડામાં બેસી રંધેજય નામના ગામમાં ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે જાણે કોઈક કારણસર ઉકરડા ઉપર રહેલાં ચોરામાં ૧ કારણ કે સંસાર ભોગવતાં નવી દુઃખકારી પ્રકૃતિઓજ બંધાય છે.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy