SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મૂળશુદ્ધિ ભાગ-૧ તેઓએ સૂરિ પાસે આવી જણાવ્યું સર્વે ક્ષેત્ર વિહાર યોગ્ય છે. અને જ્ઞાનાદિનું પોષણ થઈ શકે એમ છે. તેઓ ધર્મદેશનાથી ભદ્ર પરિણામી બન્યા. નિશીથ સૂત્રમાં કહ્યું છે કે... શ્રમણરૂપધારી સુભટોથી ભાવિત તે દેશોમાં એષણા વિ. યોગના લીધે સાધુઓ સુખેથી વિચારવા લાગ્યાં. તેનાથી અનાર્યો ભદ્ર બન્યાં. //૫૭૫૮ . ઉન્નત જોરાવર ઘણા યોદ્ધાના કારણે સિદ્ધસેનાવાળો તે રાજાએ શત્રુસેના ઉપર વિજય મેળવ્યો છે. તેણે વિકટ એવા આંધ્ર અને દ્રવિડ દેશમાં ચારે તરફથી સાધુઓને સુખપૂર્વક વિહારકરાવ્યો. I/૫૭૫૮ એકવાર સંપ્રતિએ પૂર્વભવનું દારિદ્ર સ્મરી નગરનાં ચારે દરવાજે મોટી દાનશાળાઓ ખોળી. - ત્યાં શત્રુમિત્રનો ભેદભાવ રાખ્યા વિનાં બધાને મોટા પ્રમાણમાં દાન આપવાનું શરૂ કર્યું. અને વધેલું રસોઈયાને મળે છે. રાજાએ તેઓને પૂછ્યું વધેલું કોને આપો છે. હે રાજનું! વધેલુ તો અમે રાખીએ છીએ. ત્યારે રાજાએ તેમણે કહ્યું કે તમે સાધુઓને આપો, હું તમને દ્રવ્ય આપીશ. તેઓ રાજાશાને સ્વીકારી તેમ કરવા લાગ્યા. નગરમાં પણ કંદોઈ, વણિક મંત્રી, કાપડના વ્યાપારી વિ. લોકોને કહ્યું તમે સાધુઓને જે ઉપયોગી હોય તે આપો. અને તેનું મૂલ્ય હું તમને આપીશ. લોકો તેમ કરવા લાગ્યા. આર્યસુહસ્તિસૂરિ આ જાણવા છતાં શિષ્યનાં અનુરાગથી તેમને રોકતાં નથી. આ બાજુ આર્યમહાગિરી બીજા ઉપાશ્રયમાં હતા. તેમને આર્યસુહસ્તિસૂરીને કહ્યું કે આર્ય ! તમે જાણવા છતાં રાજપિંડ અને અષણીય આહારાદિ કેમ પ્રહણ કરો છો, ? આર્યસહસ્તિસૂરીએ કહ્યું “જેવો રાજા તેવી પ્રજા” આ ન્યાયથી રાજાની પાછળ પાછળ આ લોકો પણ વહોરાવે છે. આ તો માયાવી છે. એમ રોષે ભરાઈ આર્યમહાગિરીએ કહ્યું આર્યસુહસ્તિસૂરિ !આજથી તમારે અને મારે ગોચરી વ્યવહાર બંધ છે. આ હકીકત નિશીથસૂત્ર ગાથા (૫૭૫૧)માં દર્શાવી છે. આગમમાં કહ્યું છે કે – સરખા કલ્પવાળા, સમાનચારિત્રવાળા, અથવા વિશિષ્ટચારિત્રવાળા, ચારિત્રયુક્ત જ્ઞાની સાધુઓ સાથે પરિચય કરવો જોઈએ. અને તેઓનાં ભક્તપાન ઉપાદેય છે. અને તેઓને મળેલાં આહારાદિથી ખુશ કરવા જોઈએ. આ સાંભળી આદરપૂર્વક આર્યસુહસ્તિસૂરિએ મિચ્છામિ દુક્કડમ્” આપ્યો. અને કહ્યું ફરી આવી ભૂલ કરીશ નહિં. અમારા એક અપરાધને ક્ષમા કરો. ત્યારે ફરી ગોચરી વ્યવહારને ચાલુ કર્યો. સંપ્રતિ રાજા રાજય કરી વિશુદ્ધ શ્રાવક ધર્મ આરાધી દેવલોકમાં ગયો. ઉત્તમ મનુષ્ય વિ. નાં ભવ પ્રાપ્ત કરી સિદ્ધિ સુખ પામશે. Il૩થા ઈતિ સંપ્રતિ કથા સમાપ્ત અન્ય કરેલાં ચૈત્યનાં વિશે જે કરવાનું છે તે અને પ્રકરણનો ઉપસંહાર ગાથા વડે કહે છે. देज्जा दवं मंडल - गोउलाइं, जिण्णाइँ सिण्णाई समारएज्जा । नट्ठाई भट्ठाइँ समुद्धरिज्जा, मोक्खंगमेयं खु महाफलं ति ॥३८॥ ચૈત્યના નિર્વાહ માટે દ્રવ્ય (ધન) દેશ, ગોકુળો - (ગાયના વાડાઓ) આપવા. જુના થયેલા ભેજ વિ. નાં કારણે દુર્બલ પડેલાં ચૈત્યોનું સમારકામ કરાવે. નાશ પામેલાં એટલે ત્યાં માત્ર જમીન દેખાતી
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy