________________
૧૦૦
મૂળશુદ્ધિ ભાગ-૧
ત્રિદંડ, અન્ય ઉપર જનોઈ મૂકી એમ જે જે આસન ગોઠવેલા હતા (આપ્યા) તે ઉપર વસ્તુઓ મૂકી તે સર્વને રોકી નાંખ્યા. તેથી રાજાએ પગથી પકડાવી બહાર ખસેડ્યો.
અપમાનથી ગુસ્સે થયેલા ચાણક્યે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે “ધનભંડાર ને નોકરોથી મજબૂત મૂળિયાવાળા, પુત્રો અને મિત્રોથી વિશાળ શાખાવાળા નંદવંશરૂપી મોટા ઝાડને ઉગ્રવાયુ જેવો હું ઉખેડીશ !' જ્યાં સુધી એને ઉખેડીશ નહિં ત્યાં સુધી આ ગાંઠ છોડીશ નહિં.૧ એમ બોલી માથામાં ચોટલીએ ગાંઠ મારી. તારા બાપને જે ગમે તે કરજે. એમ કહી રાજપુરુષોએ થપ્પડ મારી બહાર કાઢ્યો. નગરથી નીકળી વિચારવા લાગ્યો. હેરાનગતિનાં કારણે ક્રોધને વશ થઈ માન રૂપી પર્વત ઉપર ચઢી અજ્ઞાનરૂપી અંધકારથી વિવેકનેત્ર અંજાઇ (છવાઈ) જવાથી મેં આ ભારે પ્રતિજ્ઞા કરી, પણ હવે તો પૂરી કરીએ છૂટકો, સમર્થ માણસે પ્રતિજ્ઞા પાર પાડવી અથવા લડતા લડતા મરી જવું બહેતર છે. પણ કુલમાં જન્મેલાએ નિષ્ઠુરમાણસોનો ત્રાસ ન સહેવો. એમ વિચારતાં તેણે પૂર્વે સાંભળેલા (પિતાએ દાંત ઘસી નાંખ્યા પછી ભવિષ્યવાણીરૂપ ઉચ્ચારેલા) ગુરુવચન યાદ આવ્યા. “રાજ્યનો સંપૂર્ણ કારોબાર-સંચારદોરી મારા હાથમાં રહેશે તેવો રાજા હું થઈશ.” તે મહાનુભાવનાં વચનો ક્યારેય બદલાતાં નથી.
કારણ કે - ભલે મેરુ ચૂલિકા ચલિત થાય, સૂરજ પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદાને તોડે, સ્વર્ગ પણ નીચે પડે, નરક ઉપર થઈ જાય, ચંદ્ર અગ્નિજવાલાને મૂકે તો પણ વિશિષ્ટ જ્ઞાની વડે જે દેખાયું હોય તે બદલાતું નથી.
તેથી કોઈ બિંબની - પ્રભાવશાળી શિશુની ગવેષણા કરું. તે માટે પરિવ્રાજક વેશે નંદરાજાના મોરપોષક ગામમાં ગયો. અને આવકાર મળતાં ગામમુખિયાના ઘરે ગયો. ત્યાં સર્વ માણસો ઉદ્વેગ પામેલા દેખ્યા. તેઓએ ચાણક્યને પૂછ્યું. તમે કાંઈ જાણો છો. ચાણક્યે કહ્યું હું બધું જાણું છું. લોકો કહે - તો ગામમુખિયાની પુત્રીનો ચંદ્ર પીવાનો દોહલો પૂરી આપો. કારણ દોહલો પૂર્ણ ન થવાનાં કારણે બિચારીના પ્રાણ કંઠે આવી ગયા છે. તેથી કૃપા કરી મનુષ્યની ભિક્ષા આપો.
ચાણક્યે વિચાર્યું ખરેખર આના ગર્ભમાં મારા મનોરથને પુરવામાં સમર્થ ઉત્તમ આત્મા હોવો જોઈએ. આથી ચાણક્યે કહ્યું હું આના દોહલાને પુરું પણ એક શરત આ ગર્ભ (પુત્ર) મને આપો. “સગાઓએ પણ આ સ્ત્રી જીવતી હશે તો બીજા ઘણાં સંતાન થશે.' એમ વિચારી તેની વાત માન્ય રાખી. ચાણક્યે વચ્ચે સાક્ષી તરીકે માણસોને રાખ્યા. પછી દોહલો પૂરવા વજ્રનો મંડપ બનાવ્યો. પૂર્ણિમાની રાત્રીમાં આકાશમધ્યે ચંદ્ર આવ્યો ત્યારે પટ (વસ) ઉપર છેદ પાડ્યું અને નીચે સર્વરસયુક્ત
૧. ‘‘મુદ્રારાક્ષસ માં’” સર્વાર્થ સિદ્ધ નામે નવકોટિ નો ધની રાજા હતો રાક્ષસ નામે મહામંત્રી, બે રાણી, સુનંદા મોટી, બીજી ચાંડાલ (શુદ્ર) પુત્રી મુરા નામે હતી. રાજાએ રાણી સાથે ઘે૨ પધારેલ તપસ્વીનો પૂજા સત્કાર કર્યો, તેનાં પાદ પ્રક્ષાલનનું પાણી બંને પત્ની ઉપર છાંટ્યું. એક ઉપર નવ બિંદુના છાંટા પડ્યાં. ભક્તિથી નમેલી મુરાના મસ્તકે એક જ બિંદુ પડ્યું. તેને મૌર્ય નામે પુત્ર થયો.
પહેલીને નવ મોઢાવાળી માંસ પેશીઓ નીકળી. રાક્ષસમંત્રીએ તેલમાં રાખી પાલન કરતા નવનંદ થયા. નવને રાજ્ય સોંપી મૌર્યને સેનાપતિ બનાવી રાજાએ ગૃહત્યાગ કર્યો.