________________
૮૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૫૮ સમાયુક્ત મનના દઢ ઉપયોગપૂર્વક, અપાયના પરિહારથીઃદૃષ્ટિ આદિને અન્યત્ર પ્રવર્તાવવાના પરિહારથી, કરવું જોઈએ. ર૧૧” (યોગદષ્ટિસમુચ્ચય શ્લોક-૧૧).
ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧૮/૪૨પા ભાવાર્થ
પૂર્વસૂત્રમાં કહ્યું કે અકાળ સુક્ય આર્તધ્યાન રૂપ હોવાથી સદા નિરુત્સુકતાથી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ; કેમ કે જેઓ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય તેઓને પ્રવૃત્તિકાળમાં સુક્ય હોતું નથી.
અહીં પ્રશ્ન થાય કે જે પ્રવૃત્તિમાં પોતાની શક્તિ હોય તે પ્રવૃત્તિનું સમાલોચન કરીને તે પ્રવૃત્તિ જે રીતે ફળનિષ્પન્ન થતી હોય તે રીતે કોઈ વિવેકી પુરુષ તેના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તેમાં ઔસ્ક્યના અભાવ છે તેમ કેમ નક્કી થાય ? એથી કહે છે –
બુદ્ધિમાન પુરુષ આ કાર્યનો આ ઉપાય છે અને આ રીતે આ ઉપાયને સેવન કરવાથી આ કાર્ય થાય છે તેવો નિર્ણય કરીને તે ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે પ્રવૃત્તિના ફળ વિષયક સૂક્ષ્મ ધારણ કરતા નથી; કેમ કે તેઓને સ્પષ્ટ બોધ છે કે આ ઉપાય આ કાર્યને નિષ્પન્ન કરીને જ અટકશે, તેથી પોતાના સેવાતા ઉપાયથી અવશ્ય ફળ મળશે તેવો નિર્ણય હોવાથી ઉપાયના પ્રવૃત્તિકાળમાં તેઓને ફળ વિષયક ઔસ્ક્ય થતું નથી.
આ કથનને જ દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જે કારણ જે ફળના સાધન ભાવથી વ્યાત છે તે કારણ તે કાર્યની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારકાળમાં નિયમથી પોતાની સત્તાને બતાવે છે. જેમ ઘટની નિષ્પત્તિના ઉપાયને જાણનાર કુંભાર મૃતિંડાદિમાંથી ઘટ બનાવે છે ત્યારે તે મૃતિંડ પ્રથમ ભૂમિકામાં મૃપિંડરૂપ હોય છે ત્યારપછી સ્થાશ, કોષ, કુસુલ આદિ અવસ્થાને પ્રાપ્ત કરીને ઘટ રૂપે પરિણમન પામે છે; તે રીતે જે મહાત્મા પોતાની ભૂમિકાનું સમાલોચન કરીને સામાયિક આદિ ઉચિત અનુષ્ઠાનની ઉચિત વિધિને જાણીને તે વિધિમાં દઢ ઉપયોગપૂર્વક સામાયિક આદિ અનુષ્ઠાન કરે છે, ત્યારે તે ક્રિયાકાળમાં તે તે ક્રિયાથી નિષ્પાદ્ય ઉચિત ભાવોને કરીને, જ્યારે સામાયિકને ગ્રહણ કરે છે ત્યારે અવશ્ય સામાયિકના પરિણામને પ્રાપ્ત કરે છે. જેમ મૃતિંડ વચલી અવસ્થાઓના પ્રાપ્તિના ક્રમથી ઘટ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
વળી, સામાયિકના પરિણામને પ્રાપ્ત કર્યા પછી ઉચિત સ્વાધ્યાય આદિ ક્રિયા દ્વારા તે મહાત્મા શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત રહે તો અવશ્ય સ્વાધ્યાય આદિ ક્રિયા દ્વારા તે સામાયિકના પરિણામને પુષ્ટ પુષ્ટતર કરે છે, તેથી બુદ્ધિમાન એવા સામાયિક આદિ કરનાર શ્રાવક સામાયિકરૂપ પરિણામની નિષ્પત્તિના ઉપાયની પ્રવૃત્તિકાળમાં સુજ્યને ધારણ કરતા નથી, તેથી સુક્ય એ સામાયિક નિષ્પત્તિનું કારણ નથી તેમ નક્કી થાય છે, પરંતુ સામાયિકના પરિણામની નિષ્પત્તિને અનુકૂળ વિધિનો બોધ અને તે વિધિ અનુસાર અપ્રમાદથી યત્ન, સામાયિકની નિષ્પત્તિનું કારણ છે.