________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૩૪, ૩૫ આત્માના હિતમાં પ્રવૃત્તિ અને આત્માના અહિતથી નિવૃત્તિ ભાવનાજ્ઞાનપૂર્વક જ થાય છે, અન્ય જ્ઞાનપૂર્વક નહિ, તેથી એ ફલિત થાય કે વિધિવાક્યથી મોક્ષને અનુકૂળ ઉચિત કૃત્યમાં પ્રવૃત્તિ થાય છે અને નિષેધવચનથી મોક્ષને પ્રતિકૂળ કૃત્યમાં નિવૃત્તિ થાય તે પ્રવૃત્તિનો અને નિવૃત્તિનો ઉચિત ઉપાય ભાવનાશાન જ દેખાડે છે, અન્ય જ્ઞાન નહિ. તેથી ભાવનાજ્ઞાનથી અન્ય એવા શ્રુતજ્ઞાનવાળા જીવો સ્કૂલથી મોક્ષને અનુકૂળ ઉચિત ક્રિયામાં પ્રવૃત્તિ કરતા હોય અને સંસારના આરંભોથી નિવૃત્તિ કરતા હોય તોપણ ભાવનાજ્ઞાનવાળા જીવો જે પ્રકારના સૂક્ષ્મ બોધવાળા છે તેવા સૂક્ષ્મ બોધવાળા નહિ હોવાથી તેઓના જેવી વિધિમાં પ્રવૃત્તિ અને નિષેધમાં નિવૃત્તિ અન્ય જ્ઞાનવાળા જીવો કરી શકતા નથી. ફક્ત ભાવનાજ્ઞાનવાળા જીવોને પણ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવામાં બાધક નિકાચિત કર્મ હોય તો તે પ્રકારની પ્રવૃત્તિ-નિવૃત્તિ ન કરી શકે તોપણ સૂક્ષ્મબોધપૂર્વક તે પ્રકારની પ્રવૃત્તિનો તીવ્ર પક્ષપાત અને તે પ્રકારની નિવૃત્તિનો તીવ્ર પક્ષપાત ભાવનાજ્ઞાનવાળા યોગીને
હોય છે.
ЦО
જેમ શ્રુતથી ભાવિત મતિવાળા દશ પૂર્વધર નંદિષણ મુનિને સંયમની પ્રવૃત્તિનાં બાધક કર્મ નિકાચિત હોવાથી તે પ્રકારની પ્રવૃત્તિ-નિવૃત્તિ નંદિષણ મુનિ કરી શકયા નહિ તોપણ સૂક્ષ્મબોધપૂર્વક સંયમનો તીવ્ર પક્ષપાત અને અસંયમથી નિવૃત્તિનો બળવાન અધ્યવસાય ભાવનાજ્ઞાનના બળથી નંદિષેણ મુનિમાં સદા વર્તતો હતો. II૩૪/૪૦૧||
અવતરણિકા :
इदमेवोपचिन्वन्नाह
અવતરણિકાર્થ :
આને જ=ભાવનાજ્ઞાનથી હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે એને જ, પુષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે .
સૂત્રઃ
अत एव भावनादृष्टज्ञाताद् विपर्ययायोगः || ३५/४०२ ।।
આથી જ=ભાવનાજ્ઞાનપૂર્વક જ હિતાહિતની પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે આથી જ, ભાવના વડે દૃષ્ટથી અને જ્ઞાતથી વિપર્યયનો અયોગ છે. II૩૫/૪૦૨।।
સૂત્રાર્થ :
:
ટીકા ઃ
'अत एव' भावनामूलत्वादेव हिताहितप्रवृत्तिनिवृत्त्योः 'भावनादृष्टज्ञाताद्' भावनया दृष्टं ज्ञातं च वस्तु प्राप्य 'विपर्ययायोगः' विपर्यासाप्रवृत्तिलक्षणो जायते, यतो न मतिविपर्यासमन्तरेण पुंसो हितेष्वप्रवृत्तिरहितेषु च प्रवृत्तिः स्यात्, न चासौ भावनाज्ञाने समस्तीति । । ३५ / ४०२ ।।