________________
૪૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૩૧, ૩૨ અથવા કરણભૂત એવી પ્રથમ જ્ઞાનરૂપ શ્રુતમય બુદ્ધિથી, જ્ઞાત થતું નથી જ=શ્રુતમય પ્રજ્ઞાથી એવું જ્ઞાત થતું નથી જ. નામ શબ્દ આ કથન વિદ્વજન પ્રકટ છે એમ બતાવવા માટે છે. આ અભિપ્રાય છે – ભાવનાજ્ઞાનથી જેવી વસ્તુ દેખાય છે અને જણાય છે એ પ્રકારે શ્રુતજ્ઞાનથી જણાતું નથી.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૧/૩૯૮ ભાવાર્થ:
મહાત્માઓ શ્રુતઅધ્યયન કરે છે જેનાથી શ્રુતજ્ઞાન પ્રગટે છે. ત્યારપછી સૂક્ષ્મ ઊહ કરીને ચિંતાજ્ઞાન પ્રગટે છે અને તે ચિંતાજ્ઞાનના ઉત્તરમાં ભાવનાજ્ઞાન થાય છે; આ ભાવનાજ્ઞાનથી સંસારના ઉચ્છેદ માટેનો અંતરંગ ઉદ્યમ કઈ દિશામાં કરવો જોઈએ તેનો સૂક્ષ્મ બોધ સામાન્યથી થાય છે તે ભાવનાજ્ઞાનથી દષ્ટ પદાર્થ છે, અને ત્યારપછી તે મહાત્મા ભાવનાશાનથી દૃષ્ટ પદાર્થને ભાવનાજ્ઞાનથી વિશેષરૂપે જાણે છે તે ભાવનાજ્ઞાનથી જ્ઞાત પદાર્થ છે. મહાત્માઓને જે પ્રકારે ભાવનાજ્ઞાનથી પદાર્થ દષ્ટ અને જ્ઞાત થાય છે તેવો અતીન્દ્રિય સમ્ર પદાર્થ શ્રતમય પ્રજ્ઞાથી દષ્ટ અને જ્ઞાત થતો નથી, તેથી જે મહાત્માઓ શાસ્ત્ર ભણીને શ્રુતનો યથાર્થ બોધ કરે છે અને તે બોધથી તેઓને જે યોગમાર્ગના પદાર્થો સામાન્યથી દેખાય છે અને શાસ્ત્રવચનના બળથી જે પદાર્થ જ્ઞાત થાય છે તે બોધ ભાવનાજ્ઞાનથી દષ્ટ અને જ્ઞાત જેવો સ્પષ્ટ નહીં હોવાથી ભાવનાજ્ઞાન તુલ્ય નથી, તેથી ભાવનાજ્ઞાનથી જ સર્વ ક્રિયાઓમાં પરમ ધૈર્યની ઉત્પત્તિ છે, શ્રુતજ્ઞાનના બળથી એ પ્રકારના સ્વૈર્યની ઉત્પત્તિ નથી. માટે મોક્ષપ્રાપ્તિના કારણભૂત એવું જ્ઞાન ભાવનાજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાન તેની પૂર્વભૂમિકારૂપ જ છે.
અહીં ટીકામાં કહ્યું કે “કતૃભૂત અથવા કરણભૂત કૃતમય પ્રજ્ઞા છે”, તેથી એ પ્રાપ્ત થાય કે શ્રુતજ્ઞાનનો આત્માની સાથે અભેદ કરીએ ત્યારે શ્રુતજ્ઞાનરૂપ પ્રજ્ઞા ભાવનાજ્ઞાનની નિષ્પત્તિમાં કર્તારૂપે કારણ છે; કેમ કે શ્રુતજ્ઞાનવાળો આત્મા જ ભાવનાજ્ઞાનને પ્રગટ કરી શકે છે. અને આત્માની સાથે જ્ઞાનનો ભેદ કરીને વિચારવામાં આવે ત્યારે આત્મા શ્રુતજ્ઞાનરૂપ સાધનથીઃકરણથી ભાવનાજ્ઞાનને પ્રગટ કરે છે. તેથી શ્રુતજ્ઞાનની પ્રજ્ઞા ભાવનાજ્ઞાનની નિષ્પત્તિમાં કરણરૂપે કારણ છે. માટે શ્રુતમય પ્રજ્ઞા અપેક્ષાએ કર્તૃભૂત છે અને અપેક્ષાએ કરણભૂત છે. ll૩૧/૩૯૮ અવતરણિકા :
વેત ? ત્યા - અવતરણિકાર્ચ -
કેમ=ભાવનાથી જોવાયેલું અને જણાયેલું કૃતમય પ્રજ્ઞાથી કેમ, જણાતું નથી ? એથી કહે છે – ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે “શાસ્ત્રવચનથી કોઈને શ્રુતજ્ઞાન થાય તેનાથી જે બોધ થાય તે બોધવાળી પ્રજ્ઞાથી પણ ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને તેવું જ્ઞાન થતું નથી, પરંતુ ભાવનાજ્ઞાનથી જ તેવું જ્ઞાન થાય છે.” ત્યાં પ્રશ્ન